Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ સ્વામી દર્શન રવિસભા-૧૭/૦૨/૨૦૧૩

Leave a comment

“…અને સર્વ સાધન ના ફળરૂપ તો આ સત્સંગ છે..તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધ માં કહ્યું છે જે -અષ્ટાંગ યોગ તથા સાંખ્યવિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ,ત્યાગ,યોગ,યજ્ઞ અને વ્રતાદિકે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું”

-વચનામૃતમ-ગઢડા અંત્ય ૨

__________________________________________

 આજકાલ – હવે તો ફેસબુક પર પણ સત્સંગ ની મોસમ પુરબહાર માં ખીલી છે, અને આજે સવારે- હમેંશ ની જેમ – “આજનો વિચાર” મુક્યો ત્યારે તે વિચાર- “ઉત્તમ ભક્ત થવા” નો હતો. ઉત્તમ ભક્ત એટલે શું? કેવી રીતે થવાય? એવા ઘણા સવાલ છે અને જવાબ એક જ છે……..સત્સંગ/ભક્તિ માર્ગ માં દ્રઢ નિષ્ઠા……..અને ઉપરોક્ત-વચનામૃત નું વાક્ય- એનો જ દ્યોતક છે અને આજની રવિસભા નો સાર – આ જ હતો. ટપકા-ટીલા-તિલક-માળા કે જાપ- ભક્તિમાર્ગ માં સહયોગી છે- પણ પૂરતા નથી- છેવટે તો -ભક્ત ની ભગવાન માટે ની પ્રીતિ-નિષ્ઠા જ એને ભગવાન ની પ્રાપ્તિ કરાવે છે.

અમદાવાદ માં અને દેશ ના ઘણા ભાગો માં ઠંડી- જાય છે અને પાછી પ્રગટ થાય છે- ડીટ્ટો સુખ દુખ ની ઘટમાળ ની જેમ…….! આથી- હવે સ્વેટર અને ટોપી ઓ- હાથવગા રાખવા પડે છે….હરિ જાણે ક્યારે એની જરૂર પડી જાય??? તો આજે સભા માં સહે જ મોડા પડ્યા અને -ઠાકોરજી ના દર્શન કર્યા બાદ તુરંત જ સભામાં જવા રવાના થયા…..આજના વાઘા વિશેષ હતા….તમે પણ કરો આજના મન-ભાવન દર્શન……લીલી છાંટ વાળા અદભુત વાઘા પર ગુલાબ ના હાર………”શોભા એની શી કહું રે….મુખે વર્ણવી એ ન જાય……..”

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

આજે સભાની શરૂઆત – ભાવનગર થી પધારેલ બાળમંડળ ના-અતિ-કુશળ બાળકો દ્વારા થયું……”નાના પણ રાઈ ના દાણા…..” જેવી ઘટના હતી. અમે સભામાં બેઠા ત્યારે એક કીર્તન ચાલી રહ્યું હતું….”આ દુનિયામાં સ્વામીનારાયણ..તું  એક રખવાળો રે…..” સાચી વાત છે- પોતાના ઇષ્ટદેવ પર અસીમ વિશ્વાસ…..એ એક અનિવાર્ય વસ્તુ છે- ભક્તિમાર્ગમાં…જીવન માં……! ત્યારબાદ રજુ થયું એક સુરીલું ભજન..”અંતર ના બે ઓરડા….એકમાં વસે પ્રભુ ને બીજામાં વસે શેતાન…” – અદ્દભુત રાગ-લય માં ગવાયેલા આ કીર્તન ના શબ્દો- મનુષ્ય ના મનોમંથન ની વિડમ્બના ઓ ને આબેહુબ રજુ કરે છે…..મગજ નો /મન નો એક ભાગ સારું- અને અન્ય ભાગ નરસું વિચારે છે- અને એમાં થી જેનું પાસું મજબુત હશે- એ પ્રમાણે જ વર્તન થશે……આથી- આપણે હૃદય-અંતર-મન માં એક હરિ ને વસાવવા …એ હશે તો- બધું જ સારું થશે….ત્યારબાદ- એ જ મંડળ દ્વારા શાસ્ત્રીય ઘાટ માં- મારું ફેવરીટ- “બને આજ લાલ લાલ….” કીર્તન રજુ થયું- મને આ રાગ જરા ઓછો ગમ્યો- પણ ભાવ તો ઉત્તમ જ હતા……આથી- શું કહેવું?

ત્યારબાદ- પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન અને અનુભવી સંત દ્વારા- ગઢડા અંત્ય-૨ “સર્વે અર્થ સિદ્ધ થયાનું…પ્રગટ ગુરુ રૂપ હરિ નું” પર વિસ્તૃત -ઉદાહરણ-છણાવટ સાથે પ્રવચન થયું…..જોઈએ એના અમુક સાર….

  • આ વચનામૃત ને ઘણા સંતો- એકડા નું વચનામૃત પણ કહે છે- કારણ કે- આમાં સત્સંગ અને સત્પુરુષ ની મહતા- કે જે સત્સંગ-ભક્તિ માં અનિવાર્ય અંગ છે- એના પર વધારે ભાર મુકાયો છે.શ્રીજી દ્વારા જ સવાલ અને શ્રીજી દ્વારા જ જવાબ- અને શ્રીજી દ્વારા જ – સમ ખાઈ ને- આ વચન પર ભાર મુકવાની અરજ- આને અદભુત બનાવે છે…..
  • શ્રીજી ના સવાલ નો સાર હતો કે- જીવ- આ જગત ને નાશવંત ગણે છે- ભગવાન ને સર્વોચ્ચ ગણે છે- છતાં- આ જગત ના વિષયો માં થી એની પ્રીતિ કેમ ટળતી નથી??? જવાબ હતો- સત્સંગ માં જાણપણું અને સત્પુરુષ માં પ્રત્યક્ષ ભાવ….અને પ્રીતિ….જ એને વિષયો ના ખેંચાણ માં થી ટાળે છે…..અને છતે દેહે જ મોક્ષ કે પરમપદ ની પ્રાપ્તિ થાય છે…..
  • આથી જનક રાજા ની જેમ- આ જગત નાશવંત છે- એમ દ્રઢ વિચારી રાખવું અને એના સુખો ક્ષણિક છે – એમ સમજાશે તો જ એમાં થી પ્રીતિ ટળશે અને સ્થિતપ્રજ્ઞ નો ભાવ આવશે….
  • ભગવાન- સત્પુરુષ ના દ્વારા હમેંશા પ્રગટ રહે છે- આથી શ્રીજી મહારાજ જે જે ક્રિયાઓ કરતા હતા- એ સર્વ ક્રિયાઓ પ્રમુખ સ્વામી -પ્રત્યક્ષ ગુરુ દ્વારા અનુભવવી-જોવી- એ જ કલ્યાણ નો માર્ગ છે…..
  • યોગીજી મહારાજે પણ- આ જ વચનામૃત ને ગુણાતીત ની પ્રાપ્તિ નું વચનામૃત કહ્યું હતું…….અને હરીવાક્યસીંધુ ગ્રંથ નો સાર પણ આ જ વચનામૃત કહી શકાય……

ત્યારબાદ- એક જાહેરાત થઇ કે- રાજસ્થાન માં અત્યારે જે મંદિર નું કામ ચાલે છે- એ માટે- સાઈટ સુપરવાઈઝર ની જરૂર છે- ડીપ્લોમાં/ડીગ્રી વાળા ઓ એ મંદિર માં ઘનશ્યામ ભાઈ નો સંપર્ક કરવો…….

ત્યારબાદ- વસંતપંચમી ના રોજ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાતઃ દર્શન નો વિડીઓ રજુ થયો……….અને પછી આરતી બાદ  ખબર કરવામાં આવી કે- સ્વામીશ્રી આજે સભામાં પધારવા ના છે -તો- સ્વામીશ્રી આવે ત્યાં સુધી- અન્ય પ્રાતઃ દર્શન ના વિડીયો રજુ થયા…….૯૩ વર્ષે પણ -સ્વામીશ્રી નો તેજસ્વી ચહેરો અને એમની ચપળતા-હરિભક્તો નો અનન્ય ભાવ- દેખવા લાયક હતા…….દર્શન લાયક હતા……..ધન્ય આપણી આંખલડી કે- આપણ ને પ્રમુખ સ્વામી મહારાજ સદેહે -સહજ-સુલભ રીતે દર્શન માટે મળ્યા છે -!!!

ત્યારબાદ- ૧૫-૨૦ મિનીટ પછી- સ્વામીશ્રી ની સભામાં ઉત્સાહ સાથે પધરામણી થઇ…બધા હરિભક્તો- ઉત્સાહ માં આવી ગયા અને સાથે સાથે સ્ટેજ પર એક સંવાદ રજુ થયો……શિવાજી મહારાજ નું ઉચ્ચ ચારિત્ર્ય અને ગુરુ આજ્ઞા પ્રત્યે ની નિષ્ઠા દર્શાવતો આ સંવાદ – સ્વામીશ્રી ની પધરામણી ની ખુશી માં અભિવૃદ્ધિ કરતો ગયો……..સ્વામીશ્રી રાજી થયા અને હરિભક્તો એ પણ ઉત્સાહ માં આવી ને પોતાનો આનંદ વ્યક્ત કર્યો……..!

સ્વામીશ્રી નિજ-નિવાસે પધાર્યા અને કીર્તન અને વિદાય શ્લોક સાથે સર્વે હરિભક્ત છુટા પડ્યા…….તો આજ ની આ સભા- એક દ્રઢ નિષ્ઠા ની સભા હતી…..” દ્રઢ નિષ્ઠા- સત્સંગ પ્રત્યે  ની…..સત્પુરુષ પ્રત્યે ની……..ભગવાન પ્રત્યે ની………..હતી. બસ યાદ રાખો…..” ન સોના એ..ન ચાંદી એ…..બસ નાથ મારો તુલસી ને પાંદડે તોળાયો” જેવી વાત છે…શ્રીજી નો રાજીપો- એ તમારા હૃદય ની શુધ્ધતા, ભાવ,પ્રીતિ અને સત્સંગ પ્રત્યે ની નિષ્ઠા પર જ અવલંબે છે………બાકી તો બધું- અલ્પ-સહાય માત્ર છે….

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s