Raj Mistry's world

Me,my stories and world around….

ધન્ય ધન્ય આત્મભાષા..માતૃભાષા ગુજરાતી…..!

1 Comment

૨૧ ફેબ્રુઆરી નો દિવસ- એટલે પોતાની જાત પર…પોતાના જન્મ પર….જન્મ ભૂમિ પર……પોતાની ઓળખાણ અને અસ્તિત્વ પર ગૌરવ કરવા નો દિવસ…! અર્થાત- પોતાની માતૃભાષા..આત્મભાષા કે જેમાં તમે વિચારો છો….બોલો છો…….પળેપળ જીવો છો…….એ ભાષા ને  આત્મ-વંદન કરવાનો દિવસ. મારી ગઈ પોસ્ટ –આત્મ-ભાષા-માતૃભાષા- ગુજરાતી… ના શબ્દે શબ્દ પ્રમાણે- એ ગર્વીલી પલ ને પૂર્ણચંદ્રે જીવી જવાનું- એટલે કે- ગુજરાતી હોવાનું અને ગુજરાતી ભાષા બોલવાનું ગર્વ….એને જીવી જવાનું ગર્વ…..! અને કેમ ન હોય?  આપણે જયારે ગર્ભ વાસ માં હતા અને જે અસ્પષ્ટ -ધૂંધળા શબ્દો સંભાળતા હતા તે ગુજરાતી હતા…….અને આપણે જીવન નો જે પ્રથમ શબ્દ બોલ્યા હતા- સમજ્યા હતા તે માતૃભાષા જ હતી…….અને આ જ ભાષા હતી કે જેમાં- આપણે પ્રથમ ગુસ્સો..પ્રથમ પ્રેમ કે પ્રથમ વિરહ વ્યક્ત કર્યો હતો………!

તો- મારી આ માતૃભાષા-આત્મ ભાષા …..શ્વાસોશ્વાસ ની અજરામર  ભાષા ને સહસ્ત્ર સહસ્ત્ર વંદન……સાષ્ટાંગ વંદન……..! અને આ વંદન ને ગુજરાતી ભાષા ના અનોખા ભાવ માં જ પ્રગટ કરી એ તો???? મેં કૈંક નવું વિચાર્યું છે………ભાષા ની આ ચટાકેદાર  રંગીની  ને- આજથી ૨૦૦ વર્ષ પહેલા બનતા ગુજરાતી સ્વાદિષ્ટ વ્યંજનો ની મઘમઘતી સોડમ સાથે -ભેળવી ને વ્યક્ત કરીએ તો????? અદ્ભુત..અદ્ભુત……..પુ.મુક્તાનંદ સ્વામી જેવા “સત્સંગ ની માં” સમાન સદગુરુ સંત દ્વારા -શ્રીજી મહારાજ માટે રચાયેલા- આ થાળ – અને એના પદ……ગુજરાતી ભાષા નો- ગુજરાતી વ્યંજનો નો અતિ સમૃદ્ધ વારસો રજુ કરે છે…….તો- ૨૦૦ વર્ષ પહેલા ના ગુજરાતી થાળ અને એના ગુજરાતી શબ્દો- જાણે કે હૃદય…આત્મા…..નું પ્રતિબિંબ રજુ કરે છે…..તો- જુઓ  આ થાળ……અને ગર્વ અનુભવો- પોતાના ગુજરાતી હોવા પર…….પોતાની આત્મ ભાષા પર……..પોતાના સંસ્કાર પર…પોતાના વારસા પર……! આ માત્ર એક થાળ કે પદ નથી- પણ એક ગુજરાતી દ્વારા જીવાતા જીવન નો એક ચિતાર છે……ભક્તિ ની સર્વોચ્ચતા છે……કારણ કે- ગુજરાત ની આ પુણ્ય ધરા પર જ – શ્રીહરિ અને એમના અવતારો એ પોતાનું કર્મ ક્ષેત્ર બનાવી- સમગ્ર દુનિયા ને મોક્ષ નો માર્ગ બતાવ્યો છે……..તો મહિમા-જાણો-સમજો અને ગર્વ અનુભવો…..

નોંધ- એક એક શબ્દ વાંચો…સમજો…આંખ બંધ કરી મન થી કામ લો………..ગુજરાતી હોવા પર ધન્યતા અનુભવાશે – એ મારી ગેરંટી…..!

_( અઘરા શબ્દો નો વર્તમાન અર્થ કૌંસ માં મુક્યો છે)

——————————————————————————

સખી આનંદ ની વાત કહું આજ રે, મેં તો નેહે કરી નોતર્યા મહારાજ રે…….

પ્રેમે ચોક વચ્ચે ચોકી ઢાળી રે, ના’વા ઉઠ્યા મોહન વનમાળી રે……

અંગ ચોળી આનંદ શું નવરાવ્યા રે;પેરી પીતાંબર મન ઘણું ભાવ્યા  રે…..

પે’રી પાવલા પધાર્યા લટકાળો રે; મારે મંદિરીયે આવ્યા મરમાળો રે……

પાટે બેસારી ને પુજિયા મોરારી રે;અતિ આનંદ શું આરતી ઉતારી રે……..

બેઠા જમવા  જગનો આધાર રે, મેં તો પ્રેમ કરી પીરસ્યો કંસાર રે ,

શીરો પૂરી સુંવાળી સાબુડી( સાબુદાણા માં થી બનતું ફરસાણ) રે, ખાજા ખાજલા ને ખાંડ ઘણી રૂડી રે……

સાટા મેસુબ જલેબી જુગતાળી( મીઠાઈ) રે ,ઘણા ઘેબર પેંડા ની ભરી થાળી રે…..

દૂધપાક ને પુરણપોળી રે, ઘણે ઘી એ રસ રોટલી ઝબોળી રે…..

દહીંથરા ભાત ભજીયા ને દાળ રે, કેળા રોટલી ને પુડલા રસાળ રે……..

ગળી મોળી બીરંજ કઢી કારેલા રે, મગ મેથી વઘારી કર્યા ભેળા રે……..

ત્ળ્યું સૂરણ ઘણું ઘી ઘાલી રે, વડી વાલા ને લાગે છે ઘણી વાલી રે……

તળ્યા પરવળ વાલોળ ને વન્તાંક રે, તળ્યા તુરિયા કંકોડા કેરા શાક રે……..

ટાંકો તાંદલજો ને સુવા ભાજી રે, મેથી મોગરી મૂળાથી ઘણું રાજી રે…..

જમે જુગતે ( ચતુરાઈ થી) શું દીનદયાળ રે, પાસે અનુપમ અથાણા રસાળ રે …..

કેરી કાચરી તળેલ આથ્યા આદુ રે , ડાળા ગરમર ને શેલરા(ગરમર ના લીલા ડાળખાં) સ્વાદુ રે…..

કાજુ કેરડા પાપડ પ્રભુ જમે રે , પીએ જળ ગ્રાસોગ્રાસ મને ગમે રે ……..

જમે મધુર મધુર જદુરાય રે, હું તો વીંઝણ ઢોળું વાય રે……..

જમી આચમન કર્યું અવિનાશ રે , પ્રીતે પાનબીડી કરી મુખવાસ રે……

સુર મુની ને દુર્લભ સ્વાદ રે,પામ્યા મુક્તાનંદ પરસાદ રે………………

_______________________________________________

તો કેવું લાગ્યું???? તો- હવે સવાલ નો વારો……..ત્રણ  સવાલ……

  1. આજથી ૨૦૦ વર્ષ પહેલા ની -ગુજરાતી ભાષા અને અત્યાર ની ગુજરાતી ભાષા માં શું ફર્ક છે???
  2. ઉપરોક્ત પદો માં વર્ણવેલ ગુજરાતી વ્યંજનો ના નામ કેટલા લોકો એ સાંભળ્યા છે??? અને
  3. આ વ્યંજનો માં થી અત્યારે કેટલા -હજુ પણ અસ્તિત્વ ધરાવે છે અને તમે એમનો લાભ ઉઠાવેલો છે કે નહિ???

તો- જવાબ તૈયાર રાખો………અને વિચારી રાખો કે….તમે કેટલા ટકા ( ગુજરાતી ઓ નો પ્રિય શબ્દ….) ગુજરાતી છો?

મને નખશીખ ગુજરાતી હોવા પર ગર્વ છે……તમને????

તો- આ પલ ને…આ ભાષા ને……બસ જીવી જાઓ…..!

રાજ

One thought on “ધન્ય ધન્ય આત્મભાષા..માતૃભાષા ગુજરાતી…..!

  1. સાટા એટલે શું? એ શી રીતે બનાવાય?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s