Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૧૪

Leave a comment

સંવાદ હોય કે સત્સંગ…….પ્રેમ હોય કે સફર……હમેંશા ચાલુ જ રહેવા જોઈએ.  અટકી જવું એ અંત છે, પણ અલ્પવિરામ એ અંત નથી. તો- જીવન ના આ ફોટા નામા ના સફર માં એક ઓર કડી જોડાઈ છે. તો એને માણીએ ફોટા દ્વારા જ….

IMG-ફોટા નામા

સરકારી સંસ્થાઓ એમના ધાંધિયા….ઉલટપુલટ કાર્યો-નિયમો અને ઘટિયા સેવાઓ માટે જગ વિખ્યાત છે. તમને યાદ છે કે -તમારી કઈ ગ્રાહકલક્ષી સેવા પહેલા ધડાકે ….સમયસર..સંતોષ કારક  થઇ ગઈ હોય???? અને જ્યારે BSNL ની વાત આવે ત્યારે એના બધા યુઝર્સ મારી સાથે સહમત હશે કે- આ કંપની- અત્યંત ચમત્કારી છે. તમે એના મોબાઈલ ટાવર નીચે ઉભા હો- છતાં પણ તમારો મોબાઈલ કવરેજ બહાર બોલે….અને કસ્ટમર કેર માં ફોન કરો તો- લાગે કે ચિંચપોકલી ની કોઈ ગલી માં ફોન કર્યો છે……..અને રૂબરૂ તેની ઓફીસ માં જાઓ તો- ઓરીજીનલ સરકારી ખાતું…”ખાતું” જોવા મળે….ડોસી ઓ અને અજ્ઞાની લોકો ને લોકસેવા માટે બેસાડ્યા હોય..એમને એમના કામ કરતા ઘર ની વાતો માં વધારે રસ જોવા મળે……..અને તમે બે-ચાર સવાલ પૂછો તો તમને- ચાર-છ ટેબલ ફેરવે…….( મારો સ્વાનુભવ છે-ડોસીઓ ને કસ્ટમર કેર માં એક પગ લટકાવી ને બેઠેલા જોયા છે..) ….! BSNL ની નવી સ્કીમ નું આ બોર્ડ જોઇને લાગે કે- આ “વાનગી” ઓ પણ એમના કામ કાજ જેવી જ હશે…….! જોઇને હસવું કે….અફસોસ કરવો??? ખબર નથી પડતી………આ આઈડિયા કોના દિમાગ માં આવ્યો હશે???? ઊંધિયા વિષે શું કહેવું છે???

IMG1523

સૌજન્ય- ચિત્રલેખા ( ઝલક)

ચિત્રલેખા માં – એની શરૂઆત અને અંત – ના બે ભાગ મને અત્યંત પ્રિય છે. સ્વ-સુરેશ દલાલ , તો હવે રહ્યા નથી પણ એમના કાર્યો ની ….એમના વારસા ની સુવાસ હજુ મન ને સ્પર્શે છે. હૃદય- ની ખાસિયત- એનો મિજાજ અહી દેખાય છે…..”જ્યાં દેખાય એક ટીપું સ્નેહ નું , ને અઢળક ઢળી પડ્યા એ સહજ” જેવી ખાસિયત – આ હૃદય ની છે. મનુષ્ય -હમેંશ પ્રેમ ની…સાચા પ્રેમ ની શોધમાં રહે છે…અને જ્યાં આ નેહ-સ્નેહ દેખાય – ત્યાં એ એની સાતત્યતા ચકાસ્યા વગર જ એનું થઇ જાય છે….સામે વાળા ને જ પોતાનું સર્વસ્વ માનવા લાગે છે…….અને અંતે- કાંતો દુખી થાય છે કે -કાંતો એનું ઇચ્છિત મળે છે. સાચા રુદય નો આ જ ગુણ છે…..આથી કહેવાય છે કે- સાચા પ્રેમ…..સાચી ભક્તિ માં હમેંશ હૃદય થી કામ લેવું……..દીમાગ થી નહિ…..!

તો- બસ જુઓ….વિચારો..સમજો…જીવન માં ઉતારો…….અને બસ જીવી જાઓ……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s