Raj Mistry's world

Me,my stories and world around….

સત્પુરુષ વચન

Leave a comment

પૃથ્‍વીને વિષે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશે પ્રીતિ થાય ત્‍યારે એ સત્‍પુરૂષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ; અને તેનાં વચન પણ સત્‍ય મનાય એવી રીતે લૌકિક માર્ગમાં પણ  એ જ રીતિ છે, અને કલ્‍યાણના માર્ગમાં પણ એ જ રીતિ છે. માટે સત્‍પુરૂષને વિષે દ્રઢ પ્રીતિ એજ આત્‍મદર્શનનું સાધન છે અને સત્‍પુરૂષનો મહિમા જાણ્‍યાનું પણ એ જ સાધન છે,અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એજ સાધન છે.

_____________________________________________________

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન- વચનામૃત-વડતાલ -૧૧

સત્પુરુષ એટલે કોણ?  વ્યાખ્યા ઓ ઘણી છે અને મત-મતાંતર પણ ઘણા છે, પણ ટૂંક મા એની વ્યાખ્યા કરી એ તો- સત્પુરુષ એટલે કે -એવો અક્ષરબ્રહ્મ પુરુષ કે જે જીવ ને ભગવાન સાથે જોડી- ભગવાન ની પ્રાપ્તિ કરાવે………અને વળી, આપણી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ પરમ્પરા મા તો સત્પુરુષ નો જે મહિમા ગવાયો છે તે તો અનન્ય છે. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી થી પ્રગટ શ્રીજી મહારાજ -આજે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ મા પણ સહજ જણાય છે. અક્ષર બ્રહ્મ મહામુક્ત , મહાસમર્થ સત્પુરુષ એવા પૂ.ગોપાળાનંદ સ્વામી એ સ્વયં કહ્યું છે કે – “સત્પુરુષ જે દેવ ને પધરાવે ત્યારે તે દેવ મા દૈવત આવે છે, તથા સતશાસ્ત્ર પણ સત્પુરુષ ના કર્યાં થાય છે , સાધુ પણ સત્પુરુષ ના કર્યાં થાય છે તથા તીર્થ પણ સત્પુરુષ ના કર્યાં થાય છે – પણ એ ચારેય ( દેવ,સત્શાસ્ત્ર,­સાધુ અને તીર્થ) કરીને સત્પુરુષ થાતા નથી……..તો એ ચારેય કરતાં સત્પુરુષ ને અધિક સમજી , એમની સાથે હેત કરે -તો જીવ નું કલ્યાણ થાય…”

તો સમજવા નું શું છે? પ્રગટ સત્પુરુષ જ ભગવાન ની પ્રાપ્તિ માટે સર્વોતમ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ ના સત્સંગ થી-પ્રેરણા થી-આશીર્વાદ થી  ૯૦૦ થી વધુ વિદ્વાન સંતો અને ૧૨૦૦ થી વધુ નાના મોટા મંદિરો કે જે દેશ વિદેશ મા શુધ્ધ ઉપાસના- અક્ષર પુરુષોત્તમ ઉપાસના ના ડંકા -દિગંત મા ગજવી રહ્યા છે…..અને સત્સંગ સદાયે નવ પલ્લિત જ રહ્યો છે- વિકસી રહ્યો છે અને ચીર કાલ સુધી વિકસતો રહેશે જ……અને કેમ ન થાય? આ સંસ્થા સ્વયં શ્રીહરિ ની છે…….એમનાં સર્વોપરી સિધ્ધાંત ની છે……અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના લય મા કહીએ તો- આ સંસ્થા ના પાયા ભૂતલે છે……..!

તો- આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વાદ હેઠળ ચાલતી આ સંસ્થા ચીર કાળ સુધી રહેશે એમાં કોઈ જ બેમત નથી. ગઈકાલે- પૂ.સ્વામીશ્રી તરફ થી એક આશીર્વાદ આવ્યા અને સાથે સાથે આજ્ઞા પણ આવી કે- પૂ.મહંત સ્વામી જેવા વિદ્વાન અને સિદ્ધ પુરુષ હવે થી- વિવિધ પ્રશ્નો માટે આપણું માર્ગદર્શન કરશે……….! વાત મા કઈ જ નવીનતા નથી. જે લોકો- આપણી સંસ્થા ને નજીક થી જાણે છે- સંતો ને નજીક થી સમજે છે- એ લોકો આપણા સંતો-સદગુરુ સંતો ની સિદ્ધિ ઓ ને- કાબેલિયત ની સુપેરે જાણે જ છે……..પૂ. મહંત સ્વામી….પૂ. ડોક્ટર સ્વામી હોય કે પૂ.ઈશ્વર ચરણ સ્વામી…..કે પછી વિવેકસાગર સ્વામી હોય કે પૂ. કોઠારી સ્વામી કે પૂ.ત્યાગસ્વામી……બધા જ સર્વોપરી છે…..જ્ઞાની સિદ્ધ પુરુષો છે- અને આ વાત માત્ર કહેવા ખાતર નથી- મારો સ્વાનુભવ છે અને અનેક હરિભક્તો નો પણ હશે જ……..હવે પૂ.સ્વામીશ્રી ની આજ્ઞા મુજબ- પૂ. મહંત સ્વામી ના આશીર્વાદ નો વિશેષ લાભ આપણ બધા ને મળવા નો છે- એનો મોટો ફાયદો એટલો થાશે કે- હરિભક્તો ના અવિરત પ્રવાહ ને એક નવી દિશા મળશે અને પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના નાદુરસ્ત દેહ ને થોડોક આરામ…….જેની એમને ખાસ જરૂર છે……૯૦-૯૦ વર્ષ થી એકધાર્યા વરસી રહેલા પ્રમુખ સ્વામી ના ભીડા તો ભાગ્યે જ કોઈ સમજી શકે…….અને ભાગ્યે જ કોઈ વેઠી શકે…….!

એમનાં આશીર્વચન આમ તો- આપણી સંસ્થા ની વેબસાઈટ પર મુકેલા જ છે છતાં….એની એક કોપી અહીં પણ મૂકી દઉં…..

સત્પુરુષ વચન

સત્પુરુષ વચન

ઉપરોક્ત પત્ર- માત્ર પત્ર નથી પણ ગુણાતીત પરંપરા ના પદ ચિહ્નો છે. આ સત્પુરુષ ના વચન છે કે- આપણા યોગક્ષેમ અને સુખાકારી ની વ્યવસ્થા એમને કરી જ રાખી છે……..અને હવે ફરજ આપણે નિભાવવા ની છે કે- પ.પ્રમુખ સ્વામી મહારાજ ને ઓછા મા ઓછો ભીડો પડે એ રીતે વર્તીએ અને એમનાં વચનો એ સમગ્ર જીવન ને જીવી જઈએ…….! એમાં જ આપણા ગુરુ નો- હરિ નો અને સમગ્ર ગુણાતીત પરંપરા નો રાજીપો છે.

શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા નો એક એક સંત – એ ગુણાતીત પરંપરા નો પાયો છે…….અને સત્પુરુષ ના આ વચન ને- એમનાં મહિમા ને સમજવા ની જવાબદારી આપણી છે. અને આ ગુણાતીત પરંપરા ચીર કાલીન છે…..અક્ષર છે…..અમર છે…..મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી બળભરી વાત મા કહેતા કે….” તમારા દેહ તો પાંચ-પચાસ  વર્ષે પડી જવાના પણ હું તો ચિરંજીવી છું……….”…..અને એ વાત ની પ્રતીતિ આજે બધાને થાય છે…….અને આમ જ પ્રમુખ સ્વામી, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ અને અક્ષર પુરુષોત્તમ મહારાજ સદાયે આપણી સાથે જ છે……અને રહેશે……..

જય સ્વામિનારાયણ…….

વંદુ શ્રી હરિ ને સદા હૃદય થી, ગુણાતીતાનંદ ને…..

વંદુ શ્રી પ્રાગજી ભક્ત ને વળી નમું શાસ્ત્રી મહારાજ ને…..

વંદુ શ્રી કરુણા નિધાન ગુરુ ને, યોગી મહારાજ ને….

વંદુ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ ને….કલ્યાણ દાતા તમે……….કલ્યાણ દાતા તમે……..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s