Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ સ્વામી દર્શન રવિસભા- તા ૧૦/૦૩/૨૦૧૩

Leave a comment

“જો માયિક ભાવ ને ટાળીને અક્ષરરૂપ પોતાના આત્મા ને માની ને મારી મૂર્તિ નું ચિંતવન કરો તો એવા( પર્વત ભાઈ અને ગોરધનભાઈ જેવા પાકા) સત્સંગી થવાય……..”

_________________________________

સ્વામીનારાયણ ભગવાન-બ્રહ્માનંદ સ્વામી ને”પાકા સત્સંગી કેમ થવાય?” એનો જવાબ આપતાં 

ગુણાતીતાનંદ સ્વામી ની વાતો-પ્રકરણ-૭-૧૭

તો આજ ની રવિસભા – પાકા સત્સંગી ની…નિષ્ઠા ની બળભરી વાતો પર હતી. ઉનાળો હવે જાણે કે અમદાવાદ મધ્યે સ્થિર થવા લાગ્યો છે અને એની અસર જીવમાત્ર પર જણાઈ રહી છે. આથી મહાશિવરાત્રી ના આ અતિ પવિત્ર પર્વ પર નિર્જળા ઉપવાસ સાથે હું -મંદિર માં સમય પહેલા પહોંચી ગયો, સાથે સાથે આવતીકાલ માટે બ્રાઉન બ્રેડ, ટોસ્ટ( અફલાતુન આવે છે……) અને મેથી ખાખરા ની ખરીદી -પ્રેમવતી માં થી કરવામાં આવી- અને પછી મન-હૃદય ભરી ને ઠાકોરજી ના દર્શન કરવામાં આવ્યા…….

આજ ના દર્શન..

આજ ના દર્શન..

સભામાં ગોઠવાયા ત્યારે- સંતો ના મુખે ધુન્ય અને પ્રાર્થના થઇ રહી હતી….અને પછી શરુ થયો અદ્ભુત કીર્તનો નો દોર…….બ્રહ્માનંદ સ્વામી રચિત- “હરિવર હીરલો રે…….” રજુ થયું અને જાણે કે સમગ્ર સભા એની સાથે તાલ માં આવી ગઈ……એ પછી નું -ભક્ત નારાયણ દાસ રચિત કીર્તન…” આજ શ્રીજી મહારાજ ભલે આવિયા રે…સાથે મુકતો ની મંડળી ને લાવીયા રે…..” જોશ સાથે રજુ થયું……અને કીર્તન ના આ ડબલ ધમાકા એ- મન-હૃદય-આત્મા ને તરબતર કરી દીધા…..નિર્જળા નો થાક ક્યાં વિસરાઈ ગયો- ખબર જ ન પડી…….

ત્યારબાદ- એક અદ્ભુત પ્રસંગ નું વર્ણન થયું….નવી-દિલ્હી અક્ષરધામ ખાતે- રાષ્ટ્રીય ઈતિહાસ પરિસંવાદ નું- અમુક દિવસો પહેલા આયોજન થયું હતું……વિષય હતો- “સહજાનંદ સ્વામી અને સમકાલીન સંસ્કૃતિ” અને લગભગ ૭૧ જેટલા રીસર્ચ પેપર્સ આના પર- દેશ ના ખૂણે ખૂણા થી રજુ થયા…..આયોજકો હતા- ગુજરાત ઈતિહાસ પરિષદ, ભોજે રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને અક્ષરધામ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ..! પોતાના ક્ષેત્ર ના અતિ વિદ્વાન પુરુષો- જેવા કે- ડો.મકરંદ મેહતા, ડો.થોમસ પરમાર, ડો.રીઝવાન કાદરી, ડો.સુભાષ બ્રહ્મભટ્ટ, ડો.હસમુખ પટેલ, ડો. રામજી સાવલિયા, ડો.જગદીશ ચૌધરી વગેરે વગેરે નિષ્ણાતો- સભામાં હાજર હતા અને એમનું જાહેર માં સન્માન થયું- સાથે સાથે એમણે પોતાના અનુભવ પણ વર્ણવ્યા…….સાંભળી મારું હૃદય- સમગ્ર સભાનું હૃદય ગદગદ થઇ ગયું……જોઈએ- અમુક સાર….

 • બેપ્સ ના સંતો- પુ.ભદ્રેશ સ્વામી, વિવેકજીવન સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી,મુકુન્દ્ચરણ સ્વામી, અક્ષરવત્સલ સ્વામી, પરમ્વિવેક સ્વામી, જ્ઞાન વર્ધન સ્વામી વગેરે સંતો એ પણ પોતાના રીસર્ચ પેપર્સ રજુ કર્યા  હતા અને- એમની વિદ્વતા, વિષય જ્ઞાન, પ્રવચન અને પ્રસ્તુતિ એટલી પ્રભાવશાળી હતી કે બધા વિદ્વાનો પોતાના મોમાં આંગળા નાખી ગયા……સંતો ની, પ્રમુખ સ્વામી મહારાજ ની, શ્રીજી મહારાજ ની વાહ વાહ…. થઇ ગઈ અને અમુક વિદ્વાનો એ – સજેશન આપ્યું કે- આવા સંતો એ તો હાવર્ડ કે કેમ્બ્રિજ યુનીવર્સીટી માં પ્રોફેસર તરીકે હોવું જોઈએ……….અદ્ભુત..અદ્ભુત…………!
 • બેપ્સ સંસ્થા અને એના આવા અતિ વિધવાન સંતો- એ સમાજ-દુનિયા ના કલ્યાણ માટે આંતરરાષ્ટ્રીય સ્વામીનારાયણ યુનીવર્સીટી સ્થાપવી જોઈએ અને આ બ્રહ્મજ્ઞાન ને જન-જન સુધી પહોંચાડવું જોઈએ………અને આ સાંભળી આખી સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી……………! અને આ ગડગડાટ આવનારા સેકન્ડો વર્ષ સુધી રહેશે અને સમગ્ર દુનિયામાં સ્વામીનારાયણ નામ નું દ્યોતક બનશે………દિશા-માર્ગ અને ધ્યેય બનાવશે….
 • શ્રીજી મહારાજ- દ્વારા શરુ થયેલું અભૂતપૂર્વ આંદોલને- એકદમ પછાત,વિચરતી જાતી ના મનુષ્યો ને પણ ઉચ્ચ સંસ્કાર વાળા, નિયમધર્મ પાળતા કરી દીધા……જેનાથી લોકો નું નૈતિક, સામાજિક,આર્થીક, અધ્યાત્મિક સ્તર ઊંચું આવ્યું અને સમાજ સુસંકૃત બન્યો- આજે પ્રમુખ સ્વામી – દેશ-વિદેશ માં એ જ કાર્ય કરી રહ્યા છે……
 • પુરાતન-વૈદિક મંદિર સ્થાપત્ય કળા ને- આજે પ્રમુખ સ્વામી એ- સ્વામીનારાયણ મંદિરો દ્વારા શ્રીજી મહારાજ ની જેમ જ જીવંત રાખી છે……..અને એમના આશીર્વાદ થી જ આ પરિષદ સફળ થઇ હતી…..
 • આજની યુવા પેઢી ને- સાચા માર્ગદર્શન માટે અને નૈતિક હિંમત માટે- સ્વામીનારાયણ સંપ્રદાય ના નિયમો અને સંસ્કારો ની જરૂર છે……..
 • અને શુભ સમાચાર- આવનારા ઓગસ્ટ માસ માં- અક્ષરધામ નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ઈતિહાસ પરિષદ થવાની છે…………આનંદો…..હરિભક્તો…આનંદો………….!

તદ્દન સત્ય વચન……..ડંકા ની ચોટ પર થતી વાત…………! શું કહો છો????

ત્યારબાદ- ભોજે ઇન્સ્ટીટયુટ દ્વારા આપના વડીલ સંતો- પુ.મહંત સ્વામી, ડોક્ટર સ્વામી અને કોઠારી સ્વામી નું- હાર-શાલ દ્વારા સન્માન થયું અને આપની સંસ્થાએ – સર્વમહાનુભાવો નું- શ્રીજી ની મૂર્તિ, સ્વામી નો ફોટો અને પ્રસાદ દ્વારા સન્માન કર્યું………

ત્યારબાદ- પુ.કોઠારી-ભક્તિપ્રિય સ્વામી એ- ગુણાતીતાનંદ સ્વામી ની વાતો- પ્રકરણ ૭-૧૭ પર આધારિત ઉચિત પ્રવચન કર્યું…….જોઈએ એના અમુક અંશ…..

 • સત્સંગ માં વર્ષો રહ્યા પછી પણ……મોટા ત્યાગ કર્યા પછી પણ પાકા સત્સંગી થવાતું નથી- પાકા સત્સંગી થવું એટલે- પર્વતભાઈ-ગોવર્ધનભાઈ ની જેમ- ત્રણેય સ્થિતિ( જાગ્રત,સ્વપ્ન,સુષુપ્ત) માં એક હરિ ની અખંડ સ્મૃતિ રાખવી…..
 • ગઢડા મધ્ય ૪૫ માં વર્ણવ્યા મુજબ – શ્રીજી મહારાજ ને આપણા માં તલ માત્ર પણ કસર રાખવી નથી અને આપણ ને બ્રહ્મરૂપ બનાવી- પોતાનું ધામ પમાંડવું છે- અને એના માટે જ આટલા બધા દાખડા છે…….સ્વયમ શ્રીજી મહારાજ અહી પધાર્યા છે……
 • આપણે આપણા કર્મો કરવા પણ બધી વૃત્તિઓ એક હરિ માં જ જોડવી-  અને સત્સંગ માં- બ્રહ્માનંદ, મુક્તાનંદ સ્વામી ની જેમ ચડતો રંગ રાખવો- કે જેથી કલ્યાણ માં થી પડાય નહિ……..
 • સારંગપુર ૧૮ ના વચનામૃત પ્રમાણે- પાકી-શ્રદ્ધા વાળો પુરુષ જયારે સત્પુરુષ ના સંગે જોડાય ત્યારે મોક્ષ સુલભ બને છે- એ હમેંશા યાદ રાખવું……

ત્યારબાદ- જે ઘડી નો બધાને વાટડી હતી- તે ઘડી આવી…..પુ.પ્રમુખ સ્વામી મહારાજ- એમની નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે પણ સભા માં પધાર્યા અને સમગ્ર માહોલ જાણે કે રંગબેરંગી થઇ ગયો……કિશોરો એ નૃત્ય દ્વારા સ્વાગત કર્યું તો યુવક મંડળે નાટક દ્વારા સમજાવ્યું કે- આપના મોક્ષ ના દાતા આપની વચ્ચે જ છે……એમની આજ્ઞા માં રહેવાનું છે અને વર્તવા નું છે……..

આજ સખી આનંદ ની હેલી......

આજ સખી આનંદ ની હેલી……

ત્યારબાદ પુ.મહંત સ્વામી એ- સભા ને શોભે એવું- ધીરગંભીર પ્રવચન આપતાં કહ્યું કે…..

 • પ્રમુખ સ્વામી મહારાજ જ આજીવન પ્રમુખ છે- અને એ જ એક મોક્ષ ના દાતા છે…..એમાં કોઈને શંકા ન થવી જોઈએ…..
 • મહંત સ્વામી ને નવી જવાબદારી મળી- એટલે ભાવનગર -અટલાદરા માં વિમુખ લોકો( મહંત સ્વામી ગ્રુપ તરીકે પોતાના ઓળખાવતા) એ ફટાકડા ફોડ્યા- એ વાત ની/લોકો ની ધૂળ કાઢતા મહંત સ્વામીએ કહ્યું કે- એ બધા અણસમજ, દોઢડાહ્યા છે અને એમનું કલ્યાણ થવાનું નથી………પ્રમુખ સ્વામી જ આપના ગુરુ અને મોક્ષ દાતા છે………

અને અંતે સમગ્ર સભા- આ વચનો થી- અને સ્વામીશ્રી ના પ્રગટ દર્શન થી જાણે કે લય-તાલ માં આવી ગઈ…..રાત્રી ના ૯ વાગ્યા હતા અને હરિભક્તો નો વિશાલ દરિયો જાણે કે આ ભક્તિ-દર્શન રસ માં ઝૂમી રહ્યો હતો……….!

તો આજની આ સભા- તન-મન-હૃદય ના સંશયો મિટાવનારી, એક સ્વામીનારાયણ સત્સંગી હોવાનું ગર્વ જગાડનારી, પ્રમુખ સ્વામી નો મહિમા સમજાવનારી અને મહંત સ્વામી ની નિખાલસતા દર્શાવનારી હતી………અને કદાચ એટલા માટે જ – આ સંસ્થા ના પ્રત્યેક હરિભક્ત ને પોતાના દરેક સંત- ગુરુ પર હૃદય ના ઊંડાણ થી ગર્વ છે……અભિમાન છે………

જય સ્વામીનારાયણ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s