Raj Mistry's world

Me,my stories and world around….

ઢાળ ની પોળ ના ગુગલ માસી………

Leave a comment

નામ- પૃથ્વીકા બેન શાહ ઉર્ફે ઢાળની પોળ ના ગુગલ માસી ( પૃથ્વીકા- નામ -ગુગલ ની જેમ જ અદભૂત છે ને…..)

દેહ ની ઉંમર- ૬૫ વર્ષ 

હૃદય ની ઉંમર- ૨ -૨૨ વર્ષ આશરે….

ભણતર- દેશી ત્રણ ચોપડી

ગણતર- ડોક્ટરેટ ઇન હાઉ ટુ લાઈવ અ લાઈફ 

ભાષા – ગુજરાતી,હિન્દી,મરાઠી,અંગ્રેજી , થોડુંઘણું તમિલ અને બંગાળી/પંજાબી….વગેરે વગેરે……

શોખ- બોલવું(???),અલકમલક ની વાતો ના વડા કરવા, મફત સલાહો આપવી ,રાજકપુરની ફિલ્મ  ના ગીતો- સાંભળવા અને ગાવા,દેશ-વિદેશ ની ખાઉં ગલી-ઓનો સ્વાદ લેવો…….ટ્રેન મા પ્રવાસ કરવો…..અને જિંદગી- પુરેપુરી જલસા થી  જીવવી………

તમને લાગતું હશે કે- આ બધું હું શું કહી રહ્યો છું? કોની વાત કરી રહ્યો છું????? તો જવાબ- ઉપર જ વર્ણવ્યો છે. ટ્રેન ની મુસાફરી -એક અદભૂત અનુભવ હોય છે અને ” આતે જાતે ખુબસુરત …આવારા સડકો પે, કભી કભી ઇત્તેફાક સે…..કિતને અનજાન  લોગ મિલ જાતે હૈ…..” ની જેમ જ અનેક અજાણ્યા-જાણીતા ચહેરા મળી જાય છે અને રંગબેરંગી આ જીવન મા એક રંગ ઔર ઉમેરી જાય છે અને જીવન જીવવા નો એક ઔર માર્ગ બતાવી જાય છે………તો એ જ રસમ મુજબ- આજે હું સવારે સુરત નીકળ્યો ત્યારે- મને એક આહલાદક અનુભવ થયો અને – મને જાણે કે અંતર થી ઝંઝોળી ગયો…….!

google maasi :-)

google maasi 🙂

જૂની આનંદ ફિલ્મ મા- રાજેશ ખન્ના – અમિતાભ બચ્ચન ને કહે છે એમ…” બાબુ મોશાય જિંદગી લંબી નહી..બડી હોની ચાહિયે…..” ની જેમ જ – મારી સામે ની સીટ પર- આ જીવન ની લહેજત માણી રહેલા એક માસી -ઉંમર આશરે ૬૫ વર્ષ……નો ભેટો થઇ ગયો, . ઉચ્ચ વર્ણ, ઓછું ભણતર પણ સર્વોચ્ચ ગણતર ધરાવતા – આ માસી સાથે જે એક-બે પળ વાતચીત કરી – એમાં સમગ્ર જીવન નો જાણે કે સાર સમજાઈ ગયો.  માસી- એમનાં એક પડોશી સાથે ચેન્નાઈ જઈ રહ્યા હતા અને ભારતીય રેલ ના દરેક નિયમ -પ્રત્યેક સ્ટેશન ની દરેક ખાસિયત ને- અદભૂત રીતે વર્ણવી રહ્યા હતા……એમનાં સાથી એ એમને સલાહ આપી કે- માસી સુઈ જાઓ…..તો માસી નો રોકડો જવાબ હતો- મારી જીભ અટકે તો ઊંઘું ને…..! દવાઓ ના નામ થી માંડી ને- ની રીપ્લેસમેન્ટ ( knee replacement) ક્યાં કરાવવું, એસીડીટી ની દવા શું? પેન્શન કે બેન્કિંગ ના શું નિયમો છે? કે વૈષ્ણવ-જૈન ધર્મ મા શું ઊંચ નીચ છે? ક્યાંની ચા…ક્યાંના ભજીયા…..કઈ પોળ ક્યાં થી શરુ થાય અને ક્યાં અંત પામે………..વગેરે વગેરે……જેવા અદભૂત ચટપટા સવાલ-જવાબો ની અસ્ખલિત ઝડી એમનાં મુખ મા થી ચાલુ જ હતી…..અને અમે અજાણ્યા ટ્રેન-માર્ગુ ઓ એમાં ભીંજાઈ રહ્યા હતા……….! માસી એ વીસ વર્ષ ની ઉમરે- વૈષ્ણવ યુવક સાથે પ્રેમલગ્ન એ જમાના મા ( લગભગ ૧૯૭૦ ની આસપાસ) એક દમ દાદાગીરી થી કરેલા અને ગૃહસ્થાશ્રમ પણ એટલી જ ખુમારી થી નીભાવેલો……..મે પૂછ્યું કે- પ્રેમ કઈ રીતે અને લગ્ન કઈ રીતે કર્યાં? તો એમનો રોકડો જવાબ હતો…..”પ્યાર કિયા તો ડરના ક્યાં???? આઈ લવ યુ -બોલવા નું ને ચોંટી પડવાનું…..એમાં શું??” …………. એમનાં પતિ ધામ મા ગયા બાદ પણ વર્ષ મા ૧૦-૧૨ વાર તો ટ્રેન ની લાંબી મુસાફરી એ -એકલા ક્યાંતો માત્ર કોઈ એક સાથી સાથે નીકળી પડવાનું….અને ગામે ગામ-શહેર -દર શહેર- એમનાં ઓળખીતા-સ્નેહીઓ ને ત્યાં તબિયત થી રોકાવાનું….અને મજા માણવા ની………….! મજ્જા ની લાઈફ………! અને એમનો આત્મવિશ્વાસ- એ ૧૫૦ વર્ષ તો જીવવા ના જ…………દુનિયા નું જે થાવું હોય તે થાય……….! એમનાં સાથે રહેલા માસી એ વાત વાત મા કહ્યું કે- પૃથ્વીકાબેન- દીકરા નો દીકરો નાનો છે…આખી રાત જગાડશે….તો શું કરશો? તો આ ગુગલ માસી નો હાજર જવાબ- હું તો ” નાઈટ ક્વીન” છું…..રાત ની રાની છું…..ક્યાંય થાકું એમ નથી…….! (લોક-લાજ જાય ભાડ મા…….બીજું શું????)

શું કહેવું???? આટલી ઉમરે…..આટલા મોજીલા વ્યક્તિ મે મારા જીવન મા જોયા નથી………..અદભૂત….અદભૂત……! તો સાર શું લેવા નો…..આ ગુગલ માસી પાસે થી???? મે એમની રજા થી એમનો ફોટો ખેંચ્યો અને એમણે જુદા જુદા પોઝ મા સામે થી ફોટો આપ્યો……..

  • જીવન લાંબુ નહી પણ મોટું હોવું જોઈએ……એવી રીતે જીવો કે- કોઈપણ પળે મોત આવે- અફસોસ ન થાય…….ઉપરવાળા ને પણ ગર્વ થાય……
  • જીવન ની દરેક પળ ને મનભરી માણો…….ખુશ રહો……..અને પોતાની ખુશીઓ મા અન્ય ને સામેલ કરતાં રહો…….
  • સંબંધો ને દિલ થી નિભાવો…….નિખાલસ રહો……હસતા રહો અને દરેક ને મદદ કરતાં રહો………..અન્ય ના ભલા મા જ આપણું ભલું છે…..( પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ આ જ કહે છે…..)
  • જીવન મા -સારા શોખ રાખો…..અને એને પુરા કરવા નો દાખડો રાખો……….લોકો શું કહેશે? કે વિચારશે? એ પળોજણ મા પડી- પોતાનું સુખ-ખુશી ન બગાડો………….”સબસે બડા રોગ……ક્યાં કહેંગે લોગ…..” થી દુર રહો…….
  • જીવન ની છેલ્લી પળ સુધી પણ કાર્યરત રહો………….મગજ ને સક્રિય રાખો……….

તો- બસ જીવન ને આમ જ સમજતા…..માણતા રહો……..કાલ કોણે જોઈ છે????? આ ગુગલ માસી – ઓરીજીનલ ગુગલ સર્ચ એન્જીન કરતાં વધારે રસપ્રદ લાગ્યા…….તમે શું કહો છો?????

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s