Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ -૧૭/૦૩/૨૦૧૩

Leave a comment

” બસ વોહી સફર…..વોહી રફતાર , જિંદગાની ભી અજીબ હૈ……

બરસતી હૈ તો ઇતના બરસતી હૈ કી રુકના નહિ ચાહતી “

બસ -આ જ લય માં જીવન આજકાલ જઈ રહ્યું છે અને હું એક પલ માં બે પલ નું જીવી રહ્યો છું. હરિકૃષ્ણ ના આગમન ની હેલી સાથે નવી વ્યાખ્યાઓ…નવી  જવાબદારીઓ……નવા ઉજાગરા ( અલબત્ત રીના માટે) ચાલુ જ છે. પણ, એની યે મજા છે. તો જીવન ની આંગળી પકડી- આપણે ચાલવા નું છે , થાક લાગશે પણ ઉત્સાહ કમ ન થવો જોઈએ…..એ જોવાનું છે. તો શું ચાલે છે આજકાલ….???

  • ગરમી હવે આસમાન ચૂમી રહી છે, પણ ગયા બે ત્રણ દિવસ થી સુરજ દાદા -જરાક ઠંડા પડ્યા છે અને એક જ ઋતુ માં બે ત્રણ ઋતુ ઓ નો અનુભવ થઇ રહ્યો છે અને જીવમાત્ર કપરા કાલ માં થી પસાર થઇ રહ્યો છે.  સ્વાઈન ફ્લુ – માજા મૂકી રહ્યો છે અને સરકારી તંત્ર નઘરોળ છે….
  • બરોડા- સુરત ની યાત્રા ગયા દિવસો માં થઇ…..બરોડા માં ગરમી- સુરત થી પણ વધારે લાગે છે..કારણ?? ખબર નથી. .સુરત માં તો આજકાલ ટ્રાફિક નો ત્રાસ છે- જ્યાં સુધી- ઉના પાણી રોડ પર-જુના બઝાર જવાના માર્ગ પર જે ટ્રાફિક જામ થાય છે- એ અભૂતપૂર્વ છે……પણ જયારે આ ઓવર બ્રીજ બનશે- ત્યારે સુરત – ઓવરબ્રિજ સીટી તરીકે – જ ઓળખાશે – એમાં કોઈ શક નહિ રહે……..અમદાવાદ – જરા વિસ્તૃત છે એટલે- આ ટેગ માં વાર લાગશે……
  • ગઈકાલે- આજતક ટીવી ચેનલ પર નરેન્દ્ર મોદી નું પ્રવચન સાંભળ્યું અને ગર્વ થયો- એક ભારતીય ..એક ગુજરાતી તરીકે …! એ વ્યક્તિ દેશ ના પ્રધાન મંત્રી ( જે ખુબ જ મુશ્કેલ છે…..કારણ- લાલુ-મુલાયમ-માયાવતી-મમતા-જયલલિતા-નીતીશ…..વગેરે વગેરે……..) તરીકે બિરાજશે તો- એ ભારત માટે સર્વશ્રેષ્ઠ ઘડી હશે…….એમાં કોઈ શક નથી. એમના પ્રવચન ની એક વાત મને ગમી- નાતજાત-ધર્મ ને આધારે વ્યક્તિ ની ઓળખ શા માટે??? મારા મતે તો- બધા રીઝર્વેશંશ – જે જાતી-ધર્મ આધારિત છે એને નાબુદ કરવા જોઈએ……શું કહો છો???
  • રીના અને હરિ ને- ખુબ મિસ કરું છું- પણ એમના સુખાકારી માટે- રીવાજ પ્રમાણે-આરામ માટે- એ દુરી જરૂરી છે. પણ રોજ એના નવા ફોટા-વિડીઓઝ મળે છે- આથી હૃદય ને શાતા મળે છે…..આ માટે શ્રીજી ને અંતઃકરણ પૂર્વક આભાર……! આજકાલ હરિ ની જિંદગી ના પ્રથમ દિવસો- ખી…પી….છી..મી…..માં જઈ રહ્યા છે…….( ખી- એટલે ખાવું….પી- એટલે….છી- એટલે….મી એટલે- ઊંઘવું…) અને રીના માટે એક ચેલેન્જ તરીકે……..! મારા માટે ચેલેન્જ ૫-૬ માસ માટે દુર છે…..
  • મને કોઈ ઉકેલ બતાવશે…??? યાર- આ પ્લમ્બર, મિસ્ત્રી કારીગરો આટલા દુર્લભ, રીઢા અને કામચોર કેમ છે??? અત્યારે હું એમના ટોર્ચરિંગ માં થી પસાર થઇ રહ્યો છું….ફ્લેટ માં રહેવું- એ પણ એક સમસ્યા છે. બિલ્ડર ની ભૂલ ના લીધે- મારા નીચેના ફ્લેટ વાળા ને દીવાલ માં ભેજ આવે છે અને મારે એના માટે મારા વોશરૂમ ને સંપૂર્ણપણે તોડવું પડ્યું- ૧૫-૨૦ હજાર ના ખાડામાં સહેજ જ ઉતરી ગયા…..અને વળી-પ્લમ્બર ની સ્ટાઈલ- અર્ધું તોળ્યા પછી- એની મો-માંગી ફી માં મનઘડત વધારો કરી નાખ્યો…કારણ— કોઈ અન્ય ફોલ્ટ પકડાયો જે કોન્ટ્રાકટ માં નહોતો…..! ઓત્તારી….! જબરા ફસાયા…….અર્ધું કામ માં ક્યાં જવું??? મને ક મને હા પાડી….”ખાંડણીયા માં માથા રામ…….” જેવી વાત છે.

તો- જીવન ના રંગ-બે રંગ ચાલુ જ છે……ચાલો એને પણ મનભરી ને માણી લઈએ……..ખોબો ભરી ને ચાલો એને પણ સ્પર્શી લઈએ……શ્રીહરિ અને હરિકૃષ્ણ સાથે જ છે…….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s