Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખસ્વામી દર્શન રવિસભા – ૧૭/૦૩/૨૦૧૩

Leave a comment

” વંદે શ્રી પુરુષોત્તમમ ચ પરમમ ધામ્યાક્ષરમ જ્ઞાનદમ 

વન્દેશ્રી પ્રાગજી ભક્તમેવ મનગમ ,બ્રહ્મ્સ્વરુપમમુદા 

વન્દેશ્રી યજ્ઞપુરુષદાસ ચરણમ , યોગીરાજમ તથા ,

વન્દેશ્રી પ્રમુખમ ગુણાલય ગુરુમ , મોક્ષાય ભક્ત્યા સદા “

આજની રવિસભા આ સત્વ સાથે ની જ હતી. જીવન માં ભક્તિ નું મહત્વ…..અધ્યાત્મ નો મહિમા કયા આધારે ટકેલો છે અને કોના આધારે એ પોતાના ધ્યેય સુધી પહોંચે છે…..એ એક પાયા ની વાત છે.  તો આજ ની સભામાં – જે મહત્વ ની ઘટનાઓ બની તેનો ચિતાર આપણે જોઈશું, સમજીશું અને જીવન માં ઉતારી ને-આપણા કલ્યાણ નો માર્ગ, મોક્ષ નો માર્ગ સહજ બનાવીશું.

અમદાવાદ આજે પણ ગરમ હતું, પણ રાત્રે ગુલાબી ઠંડી નો અનુભવ થાય છે, આથી બેવડી ઋતુ નો અનુભવ થાય છે- જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. સ્વાઈન ફ્લુ નો કહેર હવે આતંક બનતો જાય છે અને હજારો માણસો ના ટોળા માં સામીલ થવું જરા ચિંતાજનક બની જાય છે- પણ આ સત્સંગ ની વાત હતી અને જીવ ના કલ્યાણ ની વાત હતી આથી “સિર સાટે નટવર ને ભજીએ…..” પ્રમાણે- સભામાં સમયસર પહોંચી ગયો. હમેંશ ની જેમ- મારા વ્હાલા ના દર્શન……

આજ ના દર્શન....

આજ ના દર્શન….

સભાની સુખદ શરૂઆત પુ.શુકમુની સ્વામી ના કંઠે પ્રાર્થના-ધુન્ય સાથે થઇ અને એમના મધુર સ્વરે જ કીર્તન નો લાભ મળ્યો……..” ભૂલીશ હું જગત ની માયા ગુરુજી, નહિ ભૂલું તમને…..” ભક્ત કવિ રસીકદાસ ની આ રચના ભક્તિ નો એક દ્યોતક છે…આખરે જગત ની માયા ને ભૂલવા જેવી જ છે. એ પછી મારી પસંદગી નું- કીર્તન…” રક્ષા કરો ઘનશ્યામ……તુમ બિન કૌન હરે મોરી પીડ…..”રજુ થયું અને જાણે કે સમગ્ર સભા એમાં વહેતી જ ગઈ……..અશ્રુભીની આંખે રચાયેલું આ કીર્તન- એક અંતઃકરણ નો અવાજ છે……હરિ ના સામર્થ્ય ને સ્વીકારવાનો..શરણાગત ભાવ બતાવવા ની એક અરજ છે.

સૌજન્ય- યુટ્યુબ

ત્યારબાદ અમેરિકા-કેનેડા ના બેપ્સ સાધુ મંડળ ના પ્રતિનિધિ પુ. યજ્ઞવલ્લભ સ્વામી ના દ્વારા- ત્યાના હરિભક્તો-સંતો-સત્સંગ નો અહેવાલ ડો.સ્વામી ના આદેશ થી મળ્યો……હૃદય ખ્સુહ થઇ ગયું-કારણ કે સાત સમંદર પાર- પણ આપનો ધર્મ-સંસ્કૃતિ એક સ્વામીનારાયણ નામ દ્વારા જળવાઈ-કેળવાઈ રહી છે…….તરુણભાઈ….રમેશભાઈ…..કે વિપુલભાઈ જેવા હરિભક્તો હોય……સ્વામીશ્રી ની આજ્ઞા -ઘરસભા, ઉપવાસ, સત્સંગ સભા અને નિત્યપૂજા નો મહિમા જાળવી રહ્યા છે તો વિધવાન સંતો- લગભગ ૬૩ સંતો છે- કે જે ગુણાતીત જ્ઞાન ની મશાલ – અમેરિકા-કેનેડા માં સુપેરે ફેલાવી રહ્યા છે….સંતો નું જાહેર માં સન્માન થયું -સાથે સાથે લંડન ના સંતો નું પણ સન્માન થયું.

ત્યારબાદ- પુ.મહંત સ્વામી એ ” સંપ-સુહ્રદ ભાવ અને સત્સંગ” પર લાક્ષણિક પ્રવચન આપ્યું…….જોઈએ એના અમુક અંશ….

  • મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની વાતો માં સ્પષ્ટ લખ્યું છે કે- ભગવાન અને ગુણાતીત સંત મળ્યા એટલે જીવમાત્ર ના દુખ દુર થઇ જાય છે.વડતાલ-૧૧ માં કહ્યું છે એમ- સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ એ જ મોક્ષ નું સાધન છે.
  • આથી મોટા પુરુષ માં દ્રઢ પ્રીતિ રાખવી……ભલે ને આ જીવના અનેક જન્મો થયા હોય પણ- જીવ માત્ર એ આ સત્ય ને ધરી રાખવું…..આપણે હજાર દિવસ જીવતા નથી પણ એક જ દિવસ- હજાર દિવસ જીવી એ છીએ…..જે બદલવા નું છે.
  • બધા હરિભક્તો અને સંતો ને દિવ્યમૂર્તિ માનવા…….જે ખુબ જ મુશ્કેલ છે…….જો બધા સત્સંગી અને સંત માં બ્રહ્મ-દ્રષ્ટિ આવે તો એ આત્મદર્શન નું સાધન બને છે……મોક્ષ નો માર્ગ ખુલે છે.
  • ભગવાન અને મોટા પુરુષ નો રાજીપો- એ જ બ્રહ્મવિદ્યા છે……જેને એ આવડ્યો- એ જ મોક્ષ ને પામ્યો- આથી દરેક ઘટના ને – શ્રીજી-મોટા પ્રુરુષ ના રાજીપા અર્થે જ કરવી……..! કેટલી અદ્ભુત વાત……….
  • જેટલો ભગવાન અને સત્પુરુષ માં પ્રીતિ વધે- એટલું જ આ કારણ-શરીર ટળે છે…….સત્સંગ માં પરસ્પર પ્રીતિ-સંપ-સુહ્રદ ભાવ-પક્ષ,દયા – જ કલ્યાણ ના માર્ગ છે……આથી સમજી રાખવું કે- પ્રમુખ સ્વામી જ મોક્ષ દાતા છે- અને સત્સંગ માં દોઢ ડહાપણ નથી ચાલતું……..

અદ્ભુત પ્રવચન હતું……..પુ.મહંત સ્વામી જરા ઓછું બોલે છે પણ એમની વાણી અને શબ્દો- ભલભલા ના હૃદય ને ઝંઝોળી નાખે એવા હોય છે……ત્યારબાદ- અમુક જાહેરાતો થઇ….જેવી કે- તા- ૨૩/૦૩ ના રોજ- ગુજરાત હાઈ કોર્ટ ના ભૂતપૂર્વ જજ સી.કે.બુચ દ્વારા- સામાજિક સમસ્યાઓ અને એનો ઉકેલ- એ વિષય પર ગાંધીનગર અક્ષરધામ AARSH દ્વારા ૬૩ મુ પ્રવચન માળા છે. સમય છે- ૪.૩૦ થી ૭ સુધી નો છે…….સર્વ જન માત્ર એ લાભ લેવો…….

ત્યારબાદ- વિદેશ ના સંતો- અને અહી ના હરિભક્તો ના સન્માન સાથે આરતી થઇ અને ત્યારબાદ- પુ.ડોક્ટર સ્વામી એ એમની તેજસ્વી વાણી માં “સંપ-એકતા-પ્રેમ” પર પ્રવચન આપ્યું. પ્રેમ- એ ભક્તિ નું અનિવાર્ય અંગ છે અને ભગવાન સ્વામીનારાયણ દ્વારા- અનેક હરિભક્તો અને સંતો નું કલ્યાણ – આ સાધન થી જ થયું…….એમના પ્રેમ-સ્નેહ માં ખેંચાઈ ને જીવમાત્ર- કલ્યાણ ને પામ્યા………

ત્યારબાદ- જે ઘડી ની રાહ જોવાતી હતી- એ આવી- પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજ નું આગમન સભામાં થયું અને સાથે જ  સ્વાગત કીર્તન થી એક અદ્ભુત માહોલ બની ગયો……! પ.ભ.મહેશ વૈદ્ય અને રાજેશ જેઠવા ની ટીમ દ્વારા “જ્યોતિષી ચ્યવનપ્રસાદ” નાટક રજુ થયું…….સ્વામીશ્રી ના રાજીપા માટે રજુ થયેલા આ નાટક નો સાર હતો કે- એક હરિ ની જ શરણાગતિ સ્વીકારવી અને એમની જ આજ્ઞા -નિયમ માં રહેવા થી- જીવ માત્ર ને કાલ-કર્મ ના બંધનો નડતા નથી…….ગ્રહ-દોષ ના ચક્કર માં ફસાવું નહિ…ધાર્યું ધણી નું જ થાય……! એ જ રીતે મોટા પુરુષ નો રાજીપો પણ જીવ ને મુશ્કેલી માં થી ઉગારે છે……..

સત્ય વચન- એક શ્રીજી નો રાજીપો…મોટા પુરુષ નો રાજીપો- જીવ ને કર્મ બંધન ના ચક્ર માં થી ઉગારે છે……….આથી આપના ધણી અને ગુરુ પર આપની પાકી નિષ્ઠા હોવી જોઈએ……..ધન-ધાન્ય-સુખ-દીકરા – એમના દીધેલા જ સ્વીકારવા………અને દુખ કે પીડા- એમની મરજી સમજી ને જીવી જાવા……….આખરે સ્થિતપ્રજ્ઞતા નો માર્ગ અહી થી જ શરુ થાય છે……..

જય સ્વામીનારાયણ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s