Raj Mistry's world

Me,my stories and world around….

એક સવાલ જીવન ને……

2 Comments

   “ચાલતા રહેવું જીવન છે……અને અટકવું મોત…….”

—- અજ્ઞાત——

  સમય ની સાથે ડગ ભરતા આ જીવન ને ક્યારેક એનો જ ભાર એવો લાગે છે કે- એ પોતે જ બોઝલ લાગે છે …..ધૂંધળું લાગે છે. પણ જો આશાવાદી નજરે જોવામાં આવે તો- જીવન તો એ જ છે- સ્થિર, ગંભીર, નિતનવું ,ચેતનવંતુ …….તો પછી આ ભાર લાગવા નો સવાલ ક્યાંથી આવે છે??? જવાબ ઘણા છે- અને એ પૈકી નો એક છે – સંજોગ……..મનુષ્ય ને એના સંજોગ, એ પ્રત્યે ની દ્રષ્ટી અને વર્તન જ -એને “મનુષ્ય” બનાવે છે , આથી કહી શકાય કે- તમે એ છો- કે જેવા તમારા આચાર-વિચાર અને સમજણ છે…….!

તો – આ સવાલ ક્યાંથી ઉદભવ્યો??? વાત એમ છે કે- હાલ મા એક મિત્ર એના જીવન ના અત્યંત કપરા કાલ મા થી પસાર થઇ રહ્યો છે. એની પત્ની – એની નજર સામે જ જીવન માટે લડી રહી છે, અને જીતવા નો માર્ગ- શક્યતા ઓ ધૂંધળી દેખાઈ રહી છે , પણ હા….પ્રયત્ન ચાલુ છે……લડાઈ ચાલુ છે. નાના નાના બે સંતાનો, ટૂંકી આવક નો સ્ત્રોત અને કીડની ફેઈલ્યર જેવી જીવલેણ બીમારી…….શું કરવું???? આજે એની પત્ની ની ખબર કાઢવા હોસ્પિટલ જવાનું થયું……સ્થિતિ જોઈને થોડીક વાર તો મન દ્રવી ઉઠ્યું………પણ શું કરી શકીએ??? અઠવાડિયા મા ત્રણ ત્રણ વાર ડાયાલીસીસ , લોહી ની બોટલ્સ ચઢાવવી પડે…..ખોરાક-પાણી પર દુનિયાભર ના બંધનો, શ્વાસ લેવામાં અત્યંત મુશ્કેલી, હૃદય ના અસ્થિર ધબકારા અને શરીર મા એટલી બધી અશક્તિ કે પડખું પણ જાતે ફેરવી ન શકાય…………………….! શું કહેવું???? આ બધું જોયા પછી- ઘણા બધા સવાલો -જવાબો -વિચારો એક સાથે મગજ મા ઝબકી ગયા………

 • કીડની, લીવર,હૃદય,ફેફસા કે મગજ જેવા અત્યંત કાર્યશીલ, જીવન માટે જરૂરી, મજબુત પણ નાજુક- અંગો – ની કાળજી માટે- આપણે બધા જાગૃત  નથી???? એના માટે સર્વવ્યાપી અભિયાન ચાલુ થાવું જોઈએ…….PPP( Public-private partnership) ના નેજા હેઠળ બધાએ જોડાવું જોઈએ અને સ્કૂલો મા થી  જ આની શરૂઆત થવી જોઈએ………
 • જીવન જીવવા ની પદ્ધતિ- ખાનપાન ની પધ્ધતિ-પ્રત્યે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે…….કારકિર્દી- ધન-સગવડો -સુખ ની લાલસા મા આપણે મહત્વ ની વાત ને અવગણી રહ્યા છે…….અને એ વાત છે- સ્વસ્થ શરીર….સ્વસ્થ જીવન…….! મે પોતે આ અનુભવેલું છે અને મારા બે ત્રણ જુવાન જોધ મિત્રો સાવ નાની ઉંમર મા હાર્ટ-એટેક અને બ્રેઈન હેમરેજ થી જીવન ની આ જંગ મા હારતા જોયેલા છે…………આથી ઓછું કમાવો- પણ સ્વસ્થ જીવન જીવો………જીવનમાં પૈસા જ સર્વસ્વ નથી……….! જાન બચી તો લાખો પાયે…….!
 • શારીરિક -માનસિક કસરત- અત્યંત જરૂરી છે………યોગ-સાત્વિક ખોરાક-સમયસર ભોજન-પુરતી નિંદ્રા અને તણાવમુક્ત જીવન- આ પણ ખુબ જરૂરી છે. સવાર સાંજ ૧૫-૨૦ મીનીટ નું ચાલવાનું પણ – તણાવ મુક્ત બનાવી શકે છે. વધારે પડતું મીઠું-ખાંડ કે મરીમસાલા,જંકફૂડ-કોલ્ડ્રીંક્સ-સ્મોકિંગ-આલ્કોહોલ – જીવન માટે ઘાતક છે- યાદ રાખો………..
 • શરીર મા થાતા નાના બદલાવો પ્રત્યે સજાગ રહો……….બ્લડ પ્રેસર મા થતો નાનો-મોટો બદલાવ જો લાંબો સમય ચાલુ રહે તો- એ  શરીર ના ટકાવ માટે અત્યંત જરૂરી એવા અંગો ને કાયમી નુકશાન પહોચાડી શકે છે…….તો ધ્યાન રાખો પણ વધારે પડતાં ગભરાઈ ન જાઓ……શરીર આમ તો પોતે જ એક અજાયબી છે…..અને અત્યંત મજબુત છે……..પણ ધ્યાન રાખવું જરૂરી છે.
 • એક અગત્ય નો સવાલ- કીડની કે લીવર ના ફેઈલ્યર થી પીડાતા દર્દી ઓ માટે- અંગદાન એ જીવન દાતા બની શકે છે- પણ સરકારી ગદર્ભ કાયદા- સમાજ ની વિટંબણાઓ- લોકો ની મનોવૃત્તિ ઓ આમાં મોટી સમસ્યા ઓ છે- જેના કારણે દર વર્ષે હજારો-લાખો લોકો મૃત્યુ પામે છે……….બ્રેઈન ડેડ -વ્યક્તિઓ મા ફરજીયાત- અંગદાન નો કાયદો લાવવો જોઈએ………તો જ આ સમસ્યા ઓ દુર થઇ શકે……..! બીજું કે- બધા લોકો એ સ્વૈચ્છિક અંગદાન માટે સંકલ્પ કરવો  જોઈએ……અને સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓ એ- એના માટે યોગ્ય તંત્ર ઉભું કરવું જોઈએ…..કે જેથી સમયસર- યોગ્ય રીતે અંગદાન ની પ્રક્રિયા પૂર્ણ થાય અને જરૂરિયાત મંદ વ્યક્તિ ને સહજ રીતે એ અંગ મળી શકે………એક national organ-bank પણ ઉભી કરી શકાય કે- જેમાં દાતા-લાભાર્થી બધાની માહિતી રહે……અને બધાને એનો લાભ મળી શકે…….મે પોતે મારું નામ -અંગદાન માટે રજીસ્ટર કરવાનું વિચાર્યું છે……….જેનો અમલ વહેલી તકે કરવામાં આવશે…..આ ક્ષણભંગુર શરીર કોઈને નવું જીવન આપી શકે તો શ્રીજી -સ્વામી રાજી જ છે…….!
 • ખર્ચ- આવી બીમારીઓ પાછળ દર મહિને લગભગ દસ હજાર થી પચાસ હજાર સુધી નો ખર્ચ આવી શકે છે- જે બધા વેઠી શકે એ શક્ય નથી…….આથી સસ્તી-સુલભ-સહજ સેવા-મદદ મળી રહે એ માટે પ્રયાસો બધાએ કરવા જોઈએ………ઘણી સંસ્થાઓ હાલ પણ એ કરી રહી છે- જે આવકારદાયક છે…………..! માહિતી નો અભાવ- આમાં મોટી સમસ્યા છે- આથી આવી કોઈ સંસ્થા હોય તો તમામ જરૂરીયાત મંદ  દર્દી ને એ માહિતી પહોંચવી જોઈએ……
 • સંશોધન- ડાયાલીસીસ સિસ્ટમ હજુ પણ એજ રેઢિયાળ અને ધીમી છે……..જે પળેપળ મોત નો અનુભવ કરાવે છે……..એમા કશું ન થઇ શકે???? CAPD bag મદદ રૂપ છે……પણ બધા માટે એ શક્ય નથી. સ્ટેમ સેલ -ક્યાં છે ભાઈ?????????? આયુર્વેદિક-હોમીઓપથી આમાં અસરકારક છે?????? સંશોધન નો વિષય છે.

અને છેલ્લે ખુબ જ અગત્ય ની વાત- કે ઉપર ના બધા વિચારો -સવાલો-જવાબો નો સાર છે……..

 • જીવન મા અધ્યાત્મ ને-ભગવાન ને – સર્વ પ્રથમ સ્થાન આપો………..જો જીવન મા અધ્યાત્મ- ભગવાન હશે તો- આ જીવન મા સારા વિચારો-આચાર અને કાર્યો પ્રત્યે એક કુદરતી ઝોંક આવશે…….દેહ અને એના ભીડા- આત્મા ની સમજણ આવશે……..અને જીવન પધ્ધતિ ની ખામી થી થાતા રોગો મા અમુક અંશે દિશા મળશે…..રાહત મળશે. જો રોગ ને ટાળી નહી શકાય તો કમસેકમ – એની સામે લડવા નું જોમ તો જરૂર મળશે………અને જો કદાચ આ દેહ- રોગ સામે ટકી નહી શકે તો- અધ્યાત્મ તમને એ ખુમારી આપશે કે તમે પોતાની જાત ને આત્મા -દેહ થી ભિન્ન સમજી ને – મોત ને પણ “માત” આપી શકશો…….! આમે ય -શાસ્ત્રો મા લખ્યું છે એમ – નૈનમ છીન્દંતી શસ્ત્રાણી……….ની જેમ -જે નાશ પામી રહ્યું છે એ શરીર છે -આત્મા તો અજરામર છે……જે જુના વસ્ત્રો સમાન આ શરીર ને ત્યાગી ને નવા વસ્ત્રો સમાન નવું શરીર ધારણ કરે છે……..જે નિરંતર પ્રક્રિયા છે…………! બસ આ જ વિચાર- આપણા માટે મૃત્યુ ને પણ એક અવસર બનાવે છે……..સ્વામિનારાયણ સંપ્રદાય મા – આ વિચાર ને ચરિતાર્થ કરતાં અનેક પ્રસંગો -મે સાંભળેલા -વાંચેલા -અનુભવેલા છે…..કે જેમાં એક ના એક દીકરા ના મૃત્યુ પર ગોળ-ધાણા-પતાસા-સાકર ખવાઈ હોય…………..અને મૃત્યુ ને માન મળ્યું હોય…..! 

તો ઘણી બધી વાતો- સવાલો-જવાબો…..આ જીવન માટે…..એને લગતા……….! હું મનોમન પ્રાર્થના કરું છું……એ મિત્ર માટે- એની પત્ની માટે- એના નાના નાના બાળકો માટે………….કે શ્રીજી-સ્વામી બધાને – જીવન માટે લડવા ની શક્તિ આપે……દુઃખ સહન કરવાની શક્તિ આપે……….જીવન-મૃત્યુ ના અનંત ચક્ર ને સમજવા ની શક્તિ આપે……….! આપણા હૃદય ના શુધ્ધ ભાવ દ્વારા થતી – એક નાની પ્રાર્થના પણ આમાં મદદરૂપ થઇ શકે છે……..

“સ્વામિનારાયણ……સ્વામિનારાયણ……સ્વામિનારાયણ…..સ્વામિનારાયણ……સ્વામિનારાયણ…..સ્વામિનારાયણ…….સ્વામિનારાયણ…….સ્વામિનારાયણ……..સ્વામિનારાયણ……સ્વામિનારાયણ……સ્વામિનારાયણ……….

સાથે છો ને…..????????

જય સ્વામિનારાયણ………

Advertisements

2 thoughts on “એક સવાલ જીવન ને……

 1. Very informative, when we are neglecting ultimately we are responsible for our deeds.
  Health care must be our first priority. “Sarwana sukhi no bhawantu”
  God bless every body.
  bhaskar thakar

 2. jay swaminarayan—— aa badhu karma na adhin cha mata bhagvan bhaji lava

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s