Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૦૭/૦૪/૨૦૧૩

Leave a comment

                 “….અને કલ્યાણ ને અર્થે તો ભગવાન ને સર્વ કર્તાહર્તા જાણવા એ જ છે . અને જેવું પરોક્ષ ભગવાન ના રામ-કૃષ્ણાદીક અવતાર નું માહાત્મ્ય જાણે છે તથા નારદ,સનકાદિક ,શુક્જી,જડભરત,હનુમાન ,ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાન ના ભક્ત ,સાધુ— તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણ ના માર્ગ માં કાંય એ સમજવું બાકી રહ્યું નહિ ……અને આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો , આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો …પણ એ વાત સમજે જ છૂટકો છે……”

—– વચનામૃતમ ગઢડા મધ્ય-૨૧———-

     સત્ય વચન…..બ્રહ્મ વચન…….! આજ ની સભા આ જ મુદ્દા ની વાત પર હતી. ઘણા કેટલાક સમય થી રવિસભા ને ચુકી જવાઈ છે…..અંતર માં જગત વધી ગયું છે અને હરિ જાણે કે અડધો થઇ ગયો છે……..જે ન થવું જોઈએ. જીવન માં ભલે ને સુખ આવે કે દુખ આવે- પણ અંતર માં જગત કે એની માયા લેશ માત્ર ન ઘૂસે- એવી નિરંતર પ્રાર્થના શ્રીજી, એના ધારક સંત અને સત્સંગી માત્ર ને કરવી છે…..! પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજ , દેહ ના ભીડા માંથી ધીરે ધીરે બહાર આવી રહ્યા છે……ભક્તજનો ના સુખાકારી માટે – મોટા પુરુષો ની દયા -સમજો એટલી ઓછી છે………

તો – આજે સમયસર સભામાં પહોંચી ગયો , અને સર્વ પ્ર્રથમ આ જીવ ના સાર ને……જગત ના ધણી ને હૃદય ભરી ને નિહાળવામાં આવ્યા……..અને રૂદિયા ને એની સામે ઉલેચવા માં આવ્યું………આખરે એ જ સાચા સારથી…..સાચા સાથી……છે. તમે પણ કરો આજ ના દર્શન……

આજના દર્શન.......

આજના દર્શન…….ગઢડા,

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવકો ના મુખે સ્વામીનારાયણ મહામંત્ર ની જોશભરી-અસ્ખલિત ધૂન વહી રહી હતી……વોશીંગ્ટન થી આવેલા યુવક- અક્ષર પટેલ ના મધુરા અવાજ માં – સમગ્ર સભા જાણે કે ડૂબી ગઈ……થોડીવાર તો મને લાગ્યું કે હું સમાધિ તરફ વધી રહ્યો છું………અદ્ભુત…..અદભુત……..! ત્યારબાદ – અક્ષરે જ એક કીર્તન રજુ કર્યું….” રહેવા ધ્યો ને સ્વામી ચરણે તમારા….કાયા ને જીવન સોંપ્યું ચરણે તમારા…….” મન-હૃદય પ્રફુલ્લિત થઇ ગયું…! આખરે ગુરુ – જ ગોવિંદ મિલાવે છે….તો તેમના માટે આ જીવ-જીવન ન્યોછાવર કરવું- એ જ ગુરુભક્તિ કહી શકાય….

ત્યારબાદ- અમેરિકા-હ્યુસ્ટન મંદિર થી આવેલા સાધુ શ્વેતમુની દાસે -હ્યુસ્ટન સત્સંગ મંડળ અને મંદિર ની થોડીક માહિતી સભા ને આપી. પુ. સ્વામીશ્રી ૧૯૭૭ માં પ્રથમવાર અમેરિકા પધાર્યા હતા અને સત્સંગ મંડળ ની શરૂઆત જાણે કે ત્યારે જ થઇ હતી…..અને બરાબર ૩૦ વર્ષ પછી- એટલે કે ૨૦૦૭ માં સ્વામીશ્રી પુનઃ અમેરિકા પધાર્યા ત્યારે સત્સંગ નવપલ્લિત થઇ ગયો હતો. જયંતીભાઈ-સુરેશભાઈ જેવા નિષ્ઠાવાન હરિભક્તો ને કારણે -હ્યુસ્ટન મંદિર આજે સત્સંગ નું મોટું ધામ બન્યું છે. મંડળ માં સત્સંગ એટલો પાકો છે કે – નાના બાળકો -ધારણા-પારણા ના વ્રત સહજ કરે છે…..અને બાળમંડળ દ્વારા -ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ માટે ૧ લાખ ડોલર્સ -સેવા-બચત-મહેનત દ્વારા ઉભા કરવામાં આવ્યા……દર્શન પટેલ જેવા કિશોરો ત્યાની કોલેજ માં તિલક-ચાંલ્લો કરી ને જાય છે-સત્સંગ અને સંસ્કાર ની સુવાસ ફેલાવે છે…..ફોરેનર ને પરણેલી હિંદુ સત્સંગી મહિલા નો સુપુત્ર શિવમ- પણ પૂજા-તિલક નો મતલબ જાણે છે….અપનાવે છે……તો ઉપમન્યુ ભગત ના પૂર્વાશ્રમ ના પિતાશ્રી- એક પગ હોવા છતાં રોજ ૧૦૮ જેટલા દંડવત કરે છે…..! શું કહેવું…?? સાત સમંદર પાર પણ- ભારતીય -પોતાની સંસ્કૃતિ-સંસ્કાર નથી ભૂલ્યા……એ જ મોટી વાત છે. જેના પાયા માં પુ. પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામીનારાયણ સંપ્રદાય ના નિયમ-ધર્મ-સિધ્ધાંત અને આશીર્વાદ છે…….આ માટે પણ સ્વામીશ્રી ના ચરણો માં શત શત વંદન……

ત્યારબાદ એટલાન્ટા મંદિર થી આવેલા સાધુ શોભિત દાસે- અસલ કાઠીયાવાડી લહેકા માં -છંદ-રાગો ની મહેક સાથે અદ્ભુત કીર્તન રજુ કર્યું…..”થાય છે જય જયકાર ……..પ્રમુખ સ્વામી નો જય જયકાર……”…સભા નો ઉત્સાહ જોવા જેવો હતો…..તાળીઓ ના અસ્ખલિત ગડગડાટ સાથે સભાખંડ ગાજી ઉઠ્યો……

ત્યારબાદ ડોક્ટર સ્વામી એ -વચનામૃત ગઢડા પ્રથમ-૧ ના આધારે તેજસ્વી પ્રવચન કરતા કયું કે- જીવ ને એક ભગવાન સાથે જ જોડવો…….અને તેના દ્વારા જ હૃદયગમ્ય સુખ ની પ્રાપ્તિ થાય છે – જે ઈન્દ્રિયગમ્ય કે મનો/બુદ્ધિ ગમ્ય પ્રાપ્તિ થી વિશેષ છે- અને તેથી જ પુ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે લાખો હરિભક્તો સહજ ખેંચાઈ આવે છે. અને સત્સંગ માં -આવનારી પેઢી માં સંસ્કાર સિંચન ખુબ જ જરૂરી છે- આપના માં થી કેટલા સત્સંગી – રોજ પોતાના માં-બાપ ને પગે લાગે છે? માત્ર પૂજા-તિલક -ચાંલ્લા થી સત્સંગી નથી થવાતું…..એના થી પણ આગળ વધવા નું છે…..અમેરિકા કે યુકે ના સત્સંગ મંડળ ની જેમ- રોજ મંદિરે જાઓ- મંદિર માં સેવા ની પ્રવૃત્તિ માં સક્રિય થાઓ…….

અને ત્યારબાદ પુ.મહંત સ્વામી ના ધીર ગંભીર અવાજ માં ” સાચા સત્સંગ થવાનું” પર અદ્ભુત વાતો કહી…….પુ.મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષ ની વાણી જ અદ્ભુત છે- ધીમી પણ ઉંચી….સ્પષ્ટ વાત અને મુદ્દા ની વાત- પર થતું એમનું પ્રવચન- જેને સમજાય – એને બ્રહ્મજ્ઞાન જાણે કે સહજ થાય……જોઈએ અમુક અંશ…..

  • સત્સંગ માં અને જીવન માં અન્ય નું બુરું ઈચ્છો તો- દોષ પોતાને જ આવે – આથી અંતઃકરણ માં ડોકિયું કરી ને પોતાને “ઓળખવા” ની જરૂર છે……
  • સ્વયમ શ્રીજી મહારાજે કહ્યું છે કે- અમારો સત્સંગી- ધન-નારી નો ત્યાગ કરે….નિરંતર કથા વાર્તા કરે….નિયમધર્મ માં દ્રઢ રહે પણ જો- સંત અને હરિભક્તો માં મનુષ્યભાવ દેખે તો એનો મોક્ષ ન થાય……આથી સર્વે સાધુ-સંત-હરિભક્ત ને પણ દિવ્ય જાણવા અને એમનો અવગુણ ન લેવો…….
  • ભગવાન -સંત ની દયા થી જ નિર્દોષ બુદ્ધિ આવે છે…..મન ના વિકાર ટલે છે…..આથી સ્વામીશ્રી જેવા મોટા પુરુષ નો આપના પાસે થી કોઈ સ્વાર્થ નથી પણ એમણે તો- આપના કલ્યાણ અને મોક્ષ ની જ પડી છે…..એના માટે જ એ આટલા ભીડા વેઠે છે…..
  • ભગવાન-સંત અને હરિભક્તો માં હેત જેટલું વધારે એટલું જ આ કારણ શરીર ટલે છે……જીવ માં જગત ન ઘાલવું…….પણ જીવ ને એક ભગવાન સાથે જ જોડવો…આથી નક્કી કરો કે હેત ક્યાં કરવો છે???
  • સ્વામીશ્રી નો દેહ- એ માત્ર આ શરીર જ નથી પણ સમગ્ર સત્સંગ છે……સત્સંગ માં ક્યાંય પણ અ-સમાસ  થાય- તો સ્વામીશ્રી ને પીડા થવાની જ…….તો વિચારવા નું આપણે છે……

-અંતર ના કપાડ ઉઘાડતું આ પ્રવચન – જો જીવ ને સમજાય અને જો જીવન માં ઉતારાય તો- જીવ અક્ષરધામ ને પામવાનો જ……..એમાં કોઈ શક નથી……નિર્ણય આપણે કરવા નો છે……!

છેવટે સભા માં અંતે અમુક જાહેરાતો થઇ…….

  • “અક્ષરપુરુષોત્તમ માહાત્મ્ય” નો વિશાલ ગ્રંથ( ૫ ભાગ-૮૦૦ રૂપિયા કીમત) સ્વામીશ્રી ના હસ્તે ઉદઘાતીટ થઇ ચુક્યો છે- જે સ્વામીનારાયણ સંપ્રદાય નો મર્મ- જન જન સુધી પહોંચાડશે…….
  • ઘનશ્યામ ચરિત્ર-૨ – ડીવીડી નું બુકિંગ શરુ થઇ ગયું છે…….
  • AARSH- પ્રવચન માળા ની કડી માં પ્રવચન માળા ૭-૮  પ્રગટ થયા છે…..લાવવા માં આવશે……

તો આજે મંદિરે થી – લેંઘો ઝભ્ભો ખરીદવા માં આવ્યા…….સાઈઝ ત્યાંજ ચેક કરી ને લેવા માટે -કાર્યકરો નો ખાસ આગ્રહ રહે છે……તે મને યોગ્ય લાગ્યો. સાથે પ્રેમવતી માં થી ખાખરા લીધા છે……….

તો- આજ ની સભા – સત્સંગ ની સાચી વ્યાખ્યા ની સભા હતી……..શ્રીજી ના વચનો ની સભા હતી………પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની સભા હતી……..

બસ- હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવાનું છે….કયા માર્ગે જવાનું છે??? કેવા સત્સંગી થવાનું છે?????

જય સ્વામીનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s