Raj Mistry's world

Me,my stories and world around….

દીક્ષા ને માર્ગે……………

3 Comments

“આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ નું ભજન કરશે ત્યારે સત્સંગ થયો,અને ત્યાં સુધી થાવો છે….ને મહારાજ ને મળેલા એક સાધુ ની કેડ્યે લાખું માણસ ફરશે,ત્યાં સુધી સત્સંગ થાવો છે…….”

-મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી

દીક્ષા ને માર્ગે- જુવાનીયા.....

દીક્ષા ને માર્ગે- જુવાનીયા…..

દીક્ષા ની વાત એટલા માટે યાદ આવી કે- ગઈકાલે જ સૌપ્રથમ વાર ( આમ તો દર વખતે સારંગપુર મા જ દીક્ષા સમારોહ થાય છે) જ અમદાવાદ ને આંગણે એક ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાઈ ગયો. પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ -અહિયા બિરાજમાન છે, તેથી જ અમદાવાદ ના હરિભક્તો ને “દિન દિન દિવાળી” જેવી વાત છે. શ્રીજી મહારાજ દ્વારા એક જ રાત મા ૫૦૦ પરમહંસો ને દીક્ષા આપવાની ઘટના જેવી જ વાત હતી. લગભગ ૭૩ જેટલા નવલોહિયા , જ્ઞાની યુવાનો એ પોતાની ઝળહળતી કારકિર્દી-ધન સંપત્તિ ને ઠોકર મારી ને -પોતાના પરિવાર નો ત્યાગ કરીને… સ્વામિનારાયણ સત્સંગ ને બ્રહ્માંડ ના ખૂણે ખૂણા પહોંચાડવા…જીવમાત્ર નું કલ્યાણ કરવા…..સ્વામી-શ્રીજી ને રાજી કરવા  , આ કંટક ભર્યો માર્ગ પસંદ કર્યો………..! સામાન્ય રીતે- આપણી આજુબાજુ ના બિન-હરિભક્ત લોકો કે જે સ્વામિનારાયણ સંપ્રદાય ને માત્ર નામ થી જ જાણે છે….એ લોકો માટે -સ્વામિનારાયણ ના સાધુ થાવું એટલે જલસા જ જલસા……..! એમની જાણ ખાતર  કહી દઉં કે- શ્રી બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા મા સાધુ થાવું એટલે- એટલે સહજ અને સામાન્ય વાત સહેજ પણ નથી……નિયમ-ધર્મ-વૈરાગ્ય-જ્ઞાન-અને સતત ધર્મ કર્મ થી ભરેલું આ જીવન ઘણા સાધુ…”સાધુ ” થયા પછી પણ નિભાવી શકતા નથી આથી જ દર વર્ષે ૪૦-૫૦ યુવાનો સાધુ બને તો ૪-૫ સાધુ ઓ ને સંસાર મા પુનઃ પાછા જવું પડે……..છે.  બહુ જ કઠીન માર્ગ છે, જે જેવા તેવા પોચા હૈયા વાળા ઓ નું કામ નથી……અમુક માહિતી સામાન્ય -લોકો ની જાણ ખાતર……મારી સમજણ અને અનુભવ મુજબ…

  • સ્વામિનારાયણ સાધુ થવા માટે ત્રણ કોઠા વીંધવા પડે છે……( આના થી પણ વધુ હોય છે….) બેપ્સ મા- પ્રથમ તો  સાધુ થવા ઇચ્છતા યુવાન ની મુમુક્ષતા -સત્સંગ પ્રત્યે નો સહજ ઝોંક, વૈરાગ્ય નું સ્તર- જોઈને પાર્ષદ તાલીમ માટે પસંદ  કરવામાં આવે છે….આના માટે બહુધા યુવાનો- પોતાના વેકેશન કે નવરાશ ના સમય મા મોટા સાધુઓ સાથે કે મંદિર મા વિચરણ-સેવા મા સ્વયં ભાગ લે છે……એક-બે વર્ષ પછી- એ યુવાન જો યોગ્ય લાગે તો પાર્ષદ દીક્ષા માટે આગળ વધે છે…..( આમાં દરેક સ્તરે યુવાન ના કુટુંબ ની મંજૂરી-સહમતી અને કાયદાકીય સહમતી જરૂરી છે) બીજા કોઠા મા – એને પાર્ષદ દીક્ષા આપવા મા આવે છે અને એનો સમય સારંગપુર સંત તાલીમ કેન્દ્ર મા કે કોઈ મોટા મંદિર મા – સત્સંગ-ધર્મ-નિયમ-સેવા લગતી ક્રિયા શીખવામાં જાય છે……એક-બે વર્ષ એમાં જાય છે અને છેલ્લા ત્રીજા કોઠા મા- એને ભાગવતી દીક્ષા અપાય છે……અને પછી પણ ત્રણ-ચાર વર્ષ માટે સારંગપુર ખાતે- સત્સંગ-સેવા-ધર્મ-નિયમ-શાસ્ત્ર-સંગીત-સાહિત્ય ની આકરી તાલીમ અપાય છે…..અને પછી જ અન્ય કોઈ મંદિરે -વ્યવસ્થા માટે ગોઠવાય છે……….
  • દરેક સ્તરે- એ યુવાન ના વિચાર-વર્તન-ચારિત્ર્ય-ધર્મ-નિયમ નું આકલન થાતું રહે છે અને એ પ્રમાણે જ દીક્ષા અપાય છે…..નહીતર પાછા સંસાર મા મોકલી દેવાય છે……..”ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના” અને ચોસઠ પદી ના અત્યંત કપરા નિયમ નું પાલન આ સાધુ ઓ કરે છે……વ્રત નિયમ જેવા કે ધન-સ્ત્રી  નો સંપૂર્ણ  ત્યાગ,પત્તર મા જ જમવાનું, બે જોડી ગાતરિયું( સીવેલા કપડાં નો ત્યાગ)-એ જ પોશાક……-ધારણા-પારણા( એક દિવસ નિર્જળા, એક દિવસ જમવા નું) , ચાન્દ્રાયણ, અઠવાડિયા ના એક થી વધુ નિર્જળા ઉપવાસ…..એ પણ આરામ સાથે નહી- પોતાની રોજીંદી જવાબદારી ઓ તો ચાલુ જ રાખવા ની…….! કરો તો જાણો- મહારાજ…..કે સાધુ થાવું શું છે????
  • સંતો જે જે તાલીમ મળે છે- એ સર્વોચ્ચ હોય છે- એમનાં સહજ રસ અને આવડત પ્રમાણે જ એમને શાસ્ત્રો ની- સંસ્કૃત સાહિત્ય/પૂજા વિધિ /સંગીત/રસોઈ/શણગાર/સેવા/મેનેજમેન્ટ/વક્તૃત્વ વગેરે વગેરે વિષયો પર તલસ્પર્શી તાલીમ નિષ્ણાતો દ્વારા મળે છે…….દાખલા તરીકે પૂ.ભદ્રેશ સ્વામી ( સારંગપુર) સંસ્કૃત સાહિત્ય( વેદ-ઉપનિષદ) પર ડી.લીટ. કે જે પીએચડી ની ઉપાધી થી પણ ઉપર છે- એ થયેલા છે..પૂ.શ્રુતીપ્રકાશ સ્વામી એ ૧૪૦૦૦ શ્લોક વાળો અક્ષર માહાત્મ્ય જેવો વિશાળ ગ્રંથ રચ્યો છે………તો પૂ. અક્ષરેશ સ્વામી કે કૃષ્ણપ્રિય સ્વામી- સંગીતજ્ઞ છે…….
  • આથી જ બહાર નીકળતા-દેખાવ મા સાધારણ લાગતાં આપણા સાધુ- અસામાન્ય પ્રતિભા ધરાવે છે – એ સંપૂર્ણ સંપર્ક મા આવ્યા પછી સમજાય છે…………અને આ સાધુઓ ને જે ભીડા પડે છે…..જે કષ્ટ વેઠી ને સત્સંગ ફેલાવે છે- એ તમે અભ્યાસ કરો તો થાય કે- આપણે તો એમની આગળ કઈ નથી………કોઈને સત્સંગ કરાવજો……..અરે….કોઈ વ્યાસન છોડાવજો…….તમારી આંખે પાણી આવી જાશે….!

અને આથી જ આજે લગભગ બેપ્સ ના ૯૦૦ થી વધુ -અત્યંત પ્રતિભાવાન સાધુઓ-દુનિયા ના ખૂણે ખૂણામાં- એક સ્વામિનારાયણ નું નામ-ભજન કરાવી રહ્યા છે – કે જેમણે એક ગુરુ આજ્ઞા કાજે…..એમનાં રાજીપા કાજે- સંસાર-વિષય ના મધ જેવા સુખ છોડી ને આ કાંટાળી કેડી પકડી છે……….! દીક્ષા નો આ રાજમાર્ગ- દરેક માટે નથી……”ભક્તિ નથી કોઈ કાચા-પોચા નું કામ જી…….એ તો છે શુરા નો માર્ગ જી…….” જેવી વાત છે.

અન્ય સંસ્થાઓ કે અન્ય ગાદી ના સાધુઓ માટે મારે કઈ નથી કહેવું…ત્યાં પણ મોટા મોટા સાધુ છે…નિયમ-ધર્મ મા દ્રઢ સાધુઓ છે….છતાં અમુક સાધુઓ મા મનુષ્ય સહજ -વિવાદ કે નિયમ ધર્મ મા કાચ્યાપ હોઈ શકે છે અને આથી જ દુનિયાને -બધા જ સ્વામિનારાયણ સાધુ – નિમ્ન લાગે છે……સત્સંગ મોળો લાગે છે………પણ પ્રમુખ સ્વામી ના સાધુ ઓ મા જોડવો તો ખબર પડે કે – સાધુતા શું છે…??? છેવટે તો- આપણું જ્ઞાન યોગ્ય જગ્યા એ જ વાપરવા નું છે…..અને યોગ્ય માર્ગ જ પસંદ કરવાનો છે.

આખરે શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે કે – જે અમારા રાજીપા ને સમજતો નથી તે સાધુ નથી………..

એ માતા ઓ- પિતાઓ ના ચરણો મા શત્ શત્ વંદન કે- જેમના દીકરા – સંસાર ત્યાગી ને -જીવમાત્ર ના કલ્યાણ માટે- શ્રીજી ના રાજીપા માટે- ત્યાગી થયા………..

અંતે યુટ્યુબ પર થી એક વીડીઓ કીર્તન……આ ત્યાગ -ત્યાગી અને સ્વામિનારાયણ સત્સંગ ની સર્વોપરિતા કાજે………

કાશ……હું પણ આ સાધુતા ના માર્ગ માટે પાત્ર થાત……..! 

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

3 thoughts on “દીક્ષા ને માર્ગે……………

  1. Good articles! Keep it up!

  2. it’s nice and really

  3. સંતોના પ્રવચનો તમારી પાસે હોય તો યૂ ટ્યુબ પર મૂકો ને

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s