Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૧૪/૦૪/૨૦૧૩

Leave a comment

“જેને ભગવાન ના સ્વરૂપ ની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાન ના સ્વરૂપ મા કોઈ દિવસ માયિક પણા નો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગ ને યોગે કરીને અથવા પ્રારબ્ધ ને યોગે કરીને કાઈ અવળું વર્તાઈ જાય તોપણ તેનું કલ્યાણ થાય ……અને જો -આવી રીતે ભગવાન ના જાણ્યા મા સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થાવું અતિ કઠણ છે…….”

—— વચનામૃતમ પંચાળા ૭——-

ભગવાન ને ઓળખવા એટલે શું???? જવાબ અત્યંત કઠીન છે ,કરણ કે જયારે ભગવાન પોતાની માયા એ કરીને પૃથ્વી પર અવતાર ધારણ કરે ત્યારે એ મનુષ્ય જેવો જ ભાવ બતાવે છે અને એ પ્રમાણે જ લક્ષણે યુક્ત હોય છે….આથી એમનાં મા મનુષ્યભાવ આવવા ની સંભાવના સો ટકા હોય છે- પણ જે તેમને ઓળખી શકે- મહિમા જાણી શકે -એ જ જીવ કલ્યાણ ને પામે છે -અને ભગવાન નું આ સ્વરૂપ- કોઈ સત્પુરુષ ના રાજીપા થી જ ઓળખાય છે……તો કહેવાનું એટલું જ છે કે- જીવ ના કલ્યાણ માટે- ભગવાન ના સ્વરૂપ ને,  એમની માયા ને….સત્પુરુષ થકી ઓળખવી અત્યંત જરૂરી છે. તો આજ ની સમગ્ર સભા નો સાર જાણે કે આ જ હતો…….

ચૈત્રી-વૈશાખી વાયરા હવે પગરવ માંડી ચુક્યા છે, અને ગ્રીષ્મ ની ભયાનકતા રંગ લઇ રહી છે, ગુજરાત અને અનેક રાજ્યોમાં અત્યાર થી જ પીવાના પાણી ની તંગી અનુભવાઈ રહી છે- અને આથી જ ફૂલદોલ વખતે – પૂ.સ્વામીશ્રી નો ફૂલ વડે હોળી ઉજવવા નો નિર્ણય- આનો જ દ્યોતક હતો…….થોડીક આપણી સમજણ, ભગવાન ને જીવમાત્ર ના ભલા માટે પ્રાર્થના અને એમનાં પર અખંડ વિશ્વાસ જ આવી વિપરીત પરિસ્થિતિ ઓ મા થી ઉગારી શકે છે. સ્વામીશ્રી નું સ્વાસ્થ્ય હવે સારું થાતું જાય છે અને દીક્ષા ઉત્સવ ના રંગ હજુ પણ પાકા લાગે છે….- તો આ બધા વચ્ચે-હું સમયસર મંદિરે પહોંચી ગયો- અને સર્વપ્રથમ – મારા વ્હાલા ના દર્શન અનિમેષ આંખે કરવામાં આવ્યા…..”.શોભા એની શી કહું રે…..મુખે વર્ણવી એ ન જાય….”

આજના દર્શન......

આજના દર્શન……

સભામાં સ્થાન ગ્રહણ કર્યું -ત્યારે સારંગપુર થી આવેલા સંતો દ્વારા ધૂન્ય-કીર્તન નો લાભ મળી રહ્યો હતો…..”એલી જોને ધર્મ કુંવર સલૂણો શોભતા…..” જુના રાગ મા ગવાયેલું -બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન મજાનું હતું……તો કવ્વાલી ના લય મા ગવાયેલું કીર્તન…” હે મારા પ્યારા ગુરુજી ણો પરવાનો, પરવાના ને દુનિયા શું જાણે…….” અદભૂત હતું…..તો અંતે ગવાયેલું ઉપદેશ કીર્તન…” અંતકાળે કોઈ સગું નથી કોઈનું રે…..કર પ્રભુ સાથે દ્રઢ પ્રીતડી રે……”- દેવાનંદ સ્વામી દ્વારા રચિત આ કીર્તન -સ્પષ્ટ કહે છે કે- જીવ ના આ કહેવાતા સગા-વ્હાલા – એ તો માત્ર દેહ ના સગા છે- પણ જીવ નો એક સાચો  સ્નેહી તો ભગવાન છે કે જે એની સાથે હર-હમેંશ રહે છે…..તો પ્રીત ક્યાં બાંધવા ની??? એ વિચારવા નું છે.

ત્યારબાદ- અમદાવાદ સત્સંગ મંડળ અને હરિભક્તો ના સારા નસીબ ના કારણે- પૂ. આત્મતૃપ્ત સ્વામી જેવા અતિ વિદ્વાન-સ્પષ્ટ વક્તા આજે સભા મા ઉપસ્થિત હતા….એમને સાંભળવા એટલે કે- જીવ ને તૃપ્ત કરવો…….એમની અસ્ખલિત વાણી મા જાણે કે વહી જ જઈએ- એવો અનુભવ થાય છે. પૂર્વાશ્રમ મા ઈલેક્ટ્રોનિક એન્જીનીયર છે અને અત્યારે વેદાંત મા ડોક્ટરેટ ની ડીગ્રી પ્રાપ્ત કરી -સારંગપુર સંત તાલીમ કેન્દ્ર મા અધ્યાપક તરીકે ની સેવાઓ આપી રહ્યા છે……”સાચું સુખ” એ પર એમનું ટૂંકું પણ અસરકારક પ્રવચન નો લાભ મળ્યો….જોઈએ એના અમુક અંશ….

પૂ.આત્મતૃપ્ત સ્વામી

પૂ.આત્મતૃપ્ત સ્વામી

  • ન્યાયશાસ્ત્ર – ના તર્કસંગ્રહ મા સુખ ની વ્યાખ્યા કરવામાં આવી છે- સુખ એટલે કે- “જે ઈચ્છા -અન્ય ઈચ્છા ને આધીન ન હોય – તે વિષય બને એટલે સુખ…..” આપણા ભૌતિક સુખ અન્ય એષણા ઓ પર આધારિત હોય છે- પણ જયારે જીવ ને -સાચું -સ્વાધીન સ્વરૂપ ઓળખાય છે- ત્યારે એ સુખ પૂર્ણ બને છે……
  • ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે- સુખ- તામસિક,રાજસિક કે સાત્વિક હોય છે……..અને માત્ર સાત્વિક સુખ જ શાંતિ આપે છે- અને એ જ નિર્ગુણ સુખ તરફ લઇ જાય છે…….મોટા પુરુષ બધા ને એક સરખું જ સુખ આપે છે -પણ દરેક જીવ પોતાની પાત્રતા-ગ્રાહ્ય શક્તિ મુજબ જ એને ગ્રહણ કરે છે- આથી જ આપણા સુખ-અન્ય ના સુખ મા ભેદ અનુભવાય છે………
  • સત્પુરુષ અને ભગવાન મા હમેંશા દિવ્યભાવ રાખવો- એમનું જાણ પણું રાખવું- નહીતર યાદવો ની જેમ- ભગવાન ના સ્વરૂપ ને ન ઓળખી શકી એ તો અભાગિયા કહેવાઈ એ ………ભગવાન અને સત્પુરુષ મા મનુષ્યભાવ – એ મોટી ખોટ છે…….આથી- સત્સંગ મા આ પાયા ની વાત શીખવા ની છે…….એના વગર કલ્યાણ નથી જ થવાનું…..

ત્યારબાદ- યુવક મંડળ દ્વારા- પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના એક અદભૂત વિચાર- યુવક તાલીમ કેન્દ્ર શીબીર( ૬ માસ ની હોય છે- સારંગપુર ખાતે દરવર્ષે થાય છે) પર આધારિત એક સંવાદ રજુ થયો……..દર વર્ષે થતી – આ તાલીમ કેન્દ્ર મા – કોઈ પણ સત્સંગી યુવક- ગ્રેજ્યુએશન/ભણતર  પૂરું કર્યાં પછી જોડાઈ શકે છે. સારંગપુર ખાતે- વિદ્વાન સંતો અને નિષ્ણાતો દ્વારા શુધ્દ આચાર-વિચાર-કાર્ય કુશળતા-સત્સંગ-કળા-સાહિત્ય-સમાજ સેવા -મેનેજમેન્ટ -વર્ક્તૃત્વ કળા વગેરે જેવી જીવન ઘડતર ની પાયા ની તાલીમ આપવામાં આવે છે – પૂ.મહંત સ્વામી કહે છે કે – ૬ માસ ની આ તાલીમ મા જીવન ના ૬૦ વર્ષ જેટલું શિક્ષણ મળે છે……પૂ. યજ્ઞપ્રિય સ્વામી કે જે એના મુખ્ય સંચાલક છે- એમણે પણ આ તાલીમ કેન્દ્ર નો હેતુ સમજાવ્યો- લગભગ ૫૦૦ જેટલા યુવાનો આ તાલીમ લઇ ચુક્યા છે અને આજે- એમાં થી ૯૫% થી વધારે- આજે યોગ્ય જગ્યા એ સ્થિર થઇ ગયા છે….સારું કાર્ય કરી રહ્યા છે….! તો – આપણા બધા હરિભક્તો એ- પોતાના સંતાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે- તેમને આ તાલીમ કેન્દ્ર મા અવશ્ય મોકલવા જોઈએ……..- શાહીબાગ મંદિર મા એની નોંધણી-ફોર્મ વિતરણ શરુ થઇ ગયું છે. ત્યારબાદ -તાલીમ લીધેલા અમુક યુવક ના પિતાશ્રી ઓ એ પોતાના અનુભવ-દીકરામાં આવેલા સુ-પરિવર્તન વિષે સભા ને માહિતી આપી……

શ્રી સારંગપુર યુવા તાલીમ કેન્દ્ર...

શ્રી સારંગપુર યુવા તાલીમ કેન્દ્ર…

ત્યારબાદ- પૂ. મહંત સ્વામી ના ધીરગંભીર -પણ ગહન પ્રવચન મા પણ આજ વાત નો ઉલ્લેખ થયો……એમનું કહેવું હતું કે….

  • ભગવાન અને મોટા પુરુષ ના રાજીપા માટે- પોતાના જીવન ના સારા ઘડતર માટે- દરેક યુવકે ૬ માસ તો આ તાલીમ માટે કાઢવા જ જોઈએ…..
  • અનંત જન્મો થાશે….અનંત સંસારિક સુખો મળશે- પણ આ સાધુ- આ સત્સંગ કે આ તાલીમ મળશે નહી……આથી આ તક છોડશો નહી…..
  • આપણી પાસે બધું જ સુખ હશે- પણ જો એક ભગવાન નું સુખ નહી હોય તો- એ બધા સુખ ધૂળ બરાબર છે.
  • સત્સંગ મા સાતત્ય જરૂરી છે- આ જીવ ને કાયમ નો સત્સંગ મળવો જોઈએ….તો તેનું પોષણ અને કલ્યાણ થાય…….તો સમજો અને પછી ચાલો….અને સત્પુરુષ ના રાજીપા મા જ બધું સુખ છે. બાકી- જીવન મા સુખ અને દુઃખ એના નિયમ પ્રમાણે આવે જ- પણ પાકો સત્સંગી ને એ દુઃખ કે સુખ અડતા નથી- એ સ્થિર જ રહે છે.

અદભૂત…..અદભૂત……….ખરેખર- આ મોકો ચૂકવા જેવો નથી. હું ચુકી ગયો છું- એનો અફસોસ કાયમ રહેવાનો જ….આથી જો તમારે અફસોસ ન કરવો હોય તો- જીવન ઘડતર ની આ તાલીમ ને ચૂકવા જેવી નથી. “જાગો જુવાનીયા…….જાગો……..”

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ……

  • ૨૦/૪ ના રોજ રામનવમી અને શ્રીહરિ જયંતિ છે- અને પૂ.શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા મુજબ- નિર્જળા ઉપવાસ -સક્ષમ હરિભક્તો એ રાખવો……
  • એના જ ઉપલક્ષ મા શ્રીહરિ પર્વ- ૫ દિવસ માટે ઉજવવા નો છે- રોજ સવારે – પૂ.સંતો દ્વારા કથા-વાર્તા નો લાભ મળશે……..

તો આજ ની સભા – ભગવાન -સત્પુરુષ ને ઓળખવા ની-જાણવા ની -પાયા ની વાત પર હતી…..યુવકો ના જીવન ઘડતર અને સુ-પરિવર્તન માટેની હતી…….અને એ મા-બાપ માટે હતી કે- જે વૃદ્ધાવસ્થા મા પોતાને – વૃદ્ધાશ્રમ મા જોવા નથી ઇચ્છતા……….

તો ચાલો ત્યારે- સૌને જય સ્વામિનારાયણ……………….ચેષ્ઠા ના પદો સાથે….” પ્રથમ શ્રીહરિ ને રે…………

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s