Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ – ૧૮/૦૪/૨૦૧૩

Leave a comment

સાવધાન……બામુલાયજા હોંશિયાર…….કાળઝાળ ઉનાળો આવી રહ્યો છે……! શિશિર ના અંત ની સાથે વસંત નું આગમન અને એની પાછળ પાછળ ગ્રીષ્મ નું આગમન એક રસપ્રદ પ્રક્રિયા છે. વસન્ત માં મહોરી ઉઠતી મન ની રંગીનતા ગ્રીષ્મ ના કાળઝાળ વાતાવરણ માં ફિક્કી ફસ થઇ જાય છે, જાણે કે રંગો બાષ્પીભૂત થઇ જાય છે ……તો હવે એની શરૂઆત થઇ ચુકી છે અને મારી જૂની પોસ્ટ-કાળઝાળ ગરમી માં વર્ણવ્યા મુજબ ની તકેદારી રાખવી આવશ્યક થઇ પડે છે. તો આવી ગરમી માં ઉછળતા પારા વચ્ચે આજકાલ શું થઇ રહ્યું છે?????

  • “વર મરો કે કન્યા મરો -પણ ગોર નું તરભાણું ભરો ને ભરો…..” આ જ ન્યાયે પાપી પેટ ઓંર મલીન મન – ના ખાડા પૂરવા  કામ તો કરવું જ પડે( પછી ભલે ને નરેન્દ્ર મોદી- ગુજરાત માં કોંગ્રેસ ના ખાડા પૂરે કે……મમતા બંગાળ માં કોમ્યુંનીસ્તો ના ખોદેલા ખાડા પુરતી હોય………..અરે હા….અમદાવાદ ના ખાડા કોણ પૂરશે???) …ગરમી નો પારો ભલે ને ૪૫ ઉપર જાય પણ આપણે તો ઠેર ના ઠેર……છતાં ઝાડ ના છાયા કે હોટલ ના એસી માં ઠંડક છીનવા નો પ્રયાસ જરૂ કરવામાં આવે છે…..! જોઈએ છે- કંપની – આ “ભીડા” ઓ ની કેવી કદર કરે છે….??? ઇન્ક્રીમેન્ટ નો સમય છે- પણ “મેરી પીડ ન જાણે કોઈ…” ની જેમ- રાહ જોયા સિવાય છૂટકો નથી.
  • એક વાત સમજાતી નથી……આ મોંઘવારી જેટલી ઝડપે વધે છે- એટલી ઝડપે- પગાર કે ભથ્થા કેમ વધતા નથી????? આજે જ સમાચાર માં જોયું- કેન્દ્રીય સરકારી કર્મચારીઓ ને મોંઘવારી ભથ્થું- ૮૦% એ પહોંચ્યું છે………મી. રાજ મિસ્ત્રી ….તમારા ભથ્થા નો શું હાલ છે???? જવાબ- નો કોમેન્ટ્સ પ્લીઝ……………અમે સરકારી કર્મચારી નથી….કામ કરી ને પગાર લઈએ છીએ…!
  • એના પર થી જ એક સવાલ….એવી કઈ ચીજ છે..કે જેના પર મોંઘવારી ની અસર નથી થતી????? વિચારો…વિચારો…….
  • ફ્રીજ માં અમુલ-મેંગો શ્રીખંડ નો મોટો ડબ્બો લાવેલો પડ્યો છે………રીના ની ગેર હાજરી નું દુખ ભૂલાવવા – રોજ એમાં થી બે-ત્રણ ચમચી ગ્રહણ કરવામાં આવી રહી છે….. 🙂     અસલી કેરી નો -અસલી રસ ક્યારે મળશે?????
  • વાતાવરણ પાછું બગડ્યું( વાસ્તવ માં સુધર્યું) …. છે…..સૌરાષ્ટ્ર ના અમુક પંથક માં તો ભર ઉનાળે- મેહુલો ગાજી-વરસી ઉઠ્યો…….અમદાવાદ માં આજે એવું લાગે છે……હવામાન ખાતા વાળા – બે ત્રણ દિવસ માં અમદાવાદ માં મેહુલો પધારશે – એમ કહી રહ્યા છે…….તો અત્યારે ઠંડો પવન ઘરમાં ઘુસી રહ્યો છે…અને હું એ બુંદો ની રાહ જોઈ રહ્યો છું…..! પણ- આવું થવાથી ક્યાંક ખુશી-કભી ગમ  જેવો હાલ થવાના છે….
  • હરિકૃષ્ણ – હવે એના રંગ માં આવી રહ્યો છે…અને હું – એને ખુબ જ મિસ કરી રહ્યો છું…………………..મિસ યુ બેટા…………! પણ એના રોજ ના ફોટા જોઇને મન-હૃદય અંશતઃ સંતૃપ્ત થઇ જાય છે……………….બસ શ્રીજી ને પ્રાર્થના કે- એના થી લાંબો સમય દુર રહેવા નું ન થાય………હું એના બાળપણ ની સુવર્ણ પળો ને ગુમાવવા નથી માંગતો.
  • સત્સંગ- અત્યારે ભરપુર ચાલુ જ છે…………..આખરે- એ તો મુખ્ય વસ્તુ છે….કેન્દ્રવર્તી તત્વ છે-કે જેની આસપાસ આ બધી માયા પરિભ્રમણ કરી રહી છે. એક પલ પણ શ્રીજી-સ્વામી ને વિસરવા ના નથી……૭૩ યુવાનો ને પ્રમુખ સ્વામી એ આપેલી દીક્ષા ની મહેક અને ” રે સગપણ હરિવર નું સાચું…..” કીર્તન ના શબ્દ હજુ મન-હૃદય-આત્મા માં થી વિસરાતા નથી…….દીક્ષા લેવા ની એ પલ-લાગણી કેવી હશે???? જે હોવા છતાં જણાતું નથી……જે સમજ્યા છતાં મનાતું નથી- એવી હરિવર નું સ્વરૂપ અને લીલા નો અધ્યાત્મ રાસ – માટે જ સર્વ સુખો નો ત્યાગ કરી – ત્યાગી થઇ જવાનું????? અદભુત…અકલ્પનીય……અવિસ્મરણીય………રંગ છે. …..ભાઈ- એટલા માટે જ સત્સંગ-ભક્તિ – સહજ હોવા છતાં ગહન છે…….માત્ર ગુરુકૃપા એ જ…હરિ દયા એ જ સમજાય…!

તો – ગ્રીષ્મ ભલે ને દેહ ને પીડા આપતો હોય….તેને આવકારવો જ જોઈએ…..- તો ચાલો- તેને આવકારીએ…..અલબત્ત તકેદારી સાથે……

સાથે રહેજો

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s