Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૧૫

Leave a comment

ઘણો સમય વીતી ગયો …બસ યાદો ને- દુનિયા ને આંખો ની પલકો માં- કેમેરા ની ચિપ્સ માં સંઘરી ને રાખી હતી. પણ આજે એ સમય મળ્યો અને લાગ્યું કે- એ ગુલાલ ને બધા સાથે વહેંચવો જોઈએ. આમે ય હું રહ્યો- સ્વભાવે-જીવે સત્સંગી માણસ…..જીવન ની હર એક પલ માં થી કૈંક ને કૈંક સંદેશો મેળવી લેવો- એ મારું લક્ષણ રહ્યું છે…..તો જોઈએ- આ “ગુલાલ” માં થી આપણ ને શું મળે છે????

ચશ્મેબદ્દ્દુર...વીમા માર્ગે....

ચશ્મેબદ્દ્દુર…વીમા માર્ગે….

આમાં મને ખબર ન પડી……તમને પડી??? ચશ્માં ના પણ વીમા હોય છે…મને આજે ખબર પડી…બાકી- જે વસ્તુ- ફૂટી જવાની ગેરંટી સાથે જ લેવામાં આવે- એના શું વીમા??? સંબંધો અને કાચ- ના તો કઈ વીમા હોતા હશે???  સંબંધો તો એક હરિ સાથે ના જ સાચા અને કાયમ…..બાકી બધા તો સુતર ના તાંતણા……….શું કહો છો??? અને પાછું ખુલ્લેઆમ- કમીશન ની પણ ઓફર……! શું માનો છો…….???

 

??????

??????

રામ કભી રોયા નહિ…..શ્યામ કભી સોયા નહિ……- લખવા વાલા એ કદાચ- એ મ જ લખ્યું હશે….બાકી- ઈતિહાસ શું કહે છે- એ બધા જાણે છે…ભગવાન શ્રી રામ નું સીતાજી ના વિયોગ માં આરણ્ય રુદન- એક વિશિષ્ટ ઘટના-મનુષ્ય ભાવ કહેવાય છે. ટ્રક ના પાછળ ખેંચાતી જિંદગી અને એના રંગો- કૈંક ને કૈંક ઈશારા કરતા જ રહે છે. “તારા પ્રેમ ના પ્રીત ને પ્રેમ કરું છું…..- એ તો આના થી પણ વધારે અજીબ છે….

પરિણીત સ્ત્રીઓ માટે ની માર્ગ દર્શિકા

પરિણીત સ્ત્રીઓ માટે ની માર્ગ દર્શિકા

એક અનોખું સત્ય તમે માર્ક કર્યું છે??? પુરુષો માટે ના મેગેઝીન્સ – સ્ત્રીઓ વધારે વાંચતી હશે અને સ્ત્રીઓ માટે ના મેગેઝીન્સ- પુરુષો…! આવું જ મેગેઝીન -ગૃહશોભા સાથે થાય છે, અમે જયારે સ્કુલ માં હતા ત્યારે એને ખુબ વાંચતા..સહજ જીજ્ઞાસા વૃતિ -એના માટે જવાબ દાર હતી. એમાં જ ઉપરોક્ત ફોટો પ્રગટ થયો હતો. હવે વિચારવાનું એટલું છે કે -ઉપર નો ફોટો શું કહે છે?? કેટલી યુવતીઓ લગ્ન પછી- આ કરે છે?? કરી શકે છે??? એક જમાનો હતો કે- લગ્ન પછી- સ્ત્રી માટે એનું પોતાનું ઘર – એ પોતાનું સાસરું જ હતું- પણ આજકાલ -મોટાભાગ ની બધી સ્ત્રીઓ માટે લગ્ન પછી પણ એમનું પ્રથમ સાચું ઘર- એમનું પિયર જ રહે છે…..અને એના હિત નો જવાબ જ સૌથી પહેલા એમના દિમાગ માં આવે છે- અને પરિણામે- શરુ થાય છે…સંસાર ની આપત્તિઓ-વિપત્તિઓ ….કંકાસ-કલેશ…….! આમાં જવાબદાર સ્ત્રી ના સગા-વ્હાલા ની સાથે સાથે એમની પોતાની સમજણ પણ હોય છે……મારો અનુભવ એમ કહે છે કે- જે સ્ત્રી- પોતાના સાસરા ને -પોતાનું પહેલું ઘર ગણે- અને પિયર ને એની મર્યાદા પૂર્વક માન  આપે તો- એનું સંસારિક જીવન સુખી-સારું રહે છે….આથી ઘણીવાર થાય છે કે- આપના વડવાઓ સાચા હતા….! સાથે સાથે – પુરુષો માટે એક સલાહ- પોતાની પત્ની ને – એના સગા વ્હાલા ઓ-પિયર ને યોગ્ય માન -સન્માન મળે તો- સોના માં સુગંધ ભળે એવું થાય……..તો- બંને બાજુએ- આનો અમલ થવો જોઈએ…

તો ચાલો ત્યારે- જીવન ને આમ જ વહેંચતા રહેજો……..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s