Raj Mistry's world

Me,my stories and world around….

સત્સંગી તો આજે થયો………..

Leave a comment

“એવા ( સાચા) સત્સંગી તો, તો થવાય જો માયિક ભાવ ટાળી ને પોતાના આત્મા ને અક્ષરરૂપ માની  ને મારી મૂર્તિ નું અખંડ ચિંતવન કરો તો એવા( ગોરધનભાઈ અને પર્વતભાઈ) સત્સંગી થવાય….”

—— શ્રીજી મહારાજ -મુક્તાનંદ સ્વામી ને કહેતા—–

આજે એક મિત્ર સાથે વાત થતી હતી કે – સ્વામિનારાયણ સત્સંગી હોવું એટલે શું???? માત્ર તિલક-જાપમાળા -પૂજા-ઉપવાસ કરે એને જ સત્સંગી કહેવાય….??? જો વચનામૃત અને સ્વામી ની વાતો નો ગહન અભ્યાસ કરો તો સમજાય કે- સત્સંગી ની વ્યાખ્યા કંઇક અલગ જ છે…….શ્રીજી નો રાજીપો એવા હરિભક્તો પર પણ થયેલો છે કે જેમણે કદી- તિલક-ટપકા કે ચાંલ્લા નથી કર્યાં……..તો પછી સાચો સત્સંગી કોને  કહેવાય????  મારા માટે- આજકાલ તમે જેટલા પણ સ્વામિનારાયણ સત્સંગીઓ છે- એમાં થી મોટા ભાગ ના કહેવાતા સત્સંગી- માત્ર -શ્રીજી ની આજ્ઞા ના પ્રથમ ચરણ ( તિલક,નિત્ય પૂજા-અશુદ્ધ આહાર નો ત્યાગ વગેરે વગેરે) સુધી જ સીમિત થઇ જાય છે પણ એના થી આગળ નું ચરણ- પાંચ વર્તમાન- નીસ્વાદ,નિર્લોભ,નિર્લેપ,નિસ્વાર્થ અને નિર્માનીપણું- પહોંચતા સુધી માં તો બધો ભાવ જાણે કે નીર્ભાવ થઇ જાય છે…..અને એનું પાલન કરી શકતા નથી…જે હોય તે- પણ સાચા “સત્સંગી” થવું- એ સહેલું નથી જ. ગઢડા મધ્ય -૯ માં – સ્વયમ શ્રીજી એ કહ્યું છે કે – “…જેને સર્વ થી અધિક ભગવત સ્વરૂપ નું બળ અધિક હોય તે જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય…..” હવે આનો મતલબ શું??? શ્રીમદ ભાગવત માં ઊંડા ઉતરી એ તો સમજાય કે- શ્રીકૃષ્ણ ભગવાને – એક માત્ર અર્જુન ને પોતાનો સખો …પોતાનો અત્યંત પ્રિય કહ્યો છે……ધર્મરાજ યુધીષ્ઠીર કે દાનવીર કર્ણ ને નહિ…….કેમ?? તમે દાન કરો-તીર્થાટન કરો-તપ કરો- ધર્મ ના નિયમો પાળો- છતાં- ભગવાન ના પ્રિય થવામાં- પાકા સત્સંગી થવા માં કૈંક કસર રહી જાય છે……..અને એ કસર છે- સ્વરૂપ નિષ્ઠા ની……! ભગવાન નું સાચું સ્વરૂપ…..સર્વોપરી પણું સમજ્યા વિના મહિમા આવતો નથી  અને મહિમા વગર ની ભક્તિ કે ઉપાસના એ પાંખો વગર ની ઉડાન જેવી છે……!

આના પરથી જ એક વાત યાદ આવી….જે સત્ય ઘટના છે…..સદગુરુ પરમ ચૈતન્યા નંદ – મહારાજ ના સમીપ ના સાધુ કહેવાતા અને સત્સંગ માં એમનું સ્થાન ઉંચેરુ ગણાતું….જયારે શ્રીજી મહારાજે સ્વધામ ગમન કર્યું- એ પછી – પરમ ચૈતન્યા નંદ સ્વામી નું કાયમ નું ઠેકાણું ગઢડા-ગોપીનાથ દેવ નું મંદિર અને દાદા ખાચર નો દરબાર હતો. સમય વીતતો ગયો- એમ નવા નવા સાધુઓ – આ સદગુરુ સંતો ની ઉપેક્ષા કરવા લાગ્યા અને જળ ઝીલની ઉત્સવ સમયે તો – સમગ્ર સાધુગણ- પરમ ચૈતન્યાનંદ સ્વામી ને એમની જગ્યા એ છોડી ને નગરયાત્રા એ નીકળી ગયા…જયારે આ વાત ની સ્વામી ને ખબર પડી તો તે એકદમ ઉદાસ થઇ ગયા અને ઉદાસી એટલી આકરી લાગી કે- અંતર માં ઝાળ લાગી…..એ સમયે- મહાયોગી-મહામુક્ત ગોપાળાનંદ સ્વામી ના પટ્ટ શિષ્ય -બાલમુકુન્દ સ્વામી એ આ જોયું અને એમના મન ની ઉદાસી ટાળવા- સ્વામી ને  વાત કરી કે…” સ્વામી આપણે ક્યાં માન માટે સાધુ થયા છીએ…..” ..અને આ વાત- સ્વામી ને અસર કરી ગઈ અને પછી- બાલમુકુન્દ સ્વામી ને બોલાવી- એમના વિષે અને એમના ગુરુ- ગોપાળાનંદ સ્વામી વિષે પૃચ્છા કરી…..બે ત્રણ દિવસ ના -ગોપાલ સ્વામી ની સાથે ના સત્સંગે….મહારાજ ના સર્વોપરી પરિતા અને સ્વરૂપ નિષ્ઠા અંગે ની વાતો એ  તો- પરમ ચૈતન્યાનંદ સ્વામી ને “ગુરુ માં થી શિષ્ય ” બનાવી દીધા…..અને પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલી ઉઠ્યા……” ૧૨ વર્ષ ગુરુ રહ્યો…..૧૨ વર્ષ સદગુરુ રહ્યો પણ..સત્સંગી તો આજે થયો…….”

તો કહેવા નું એટલું છે- કે – ભગવાન ને સમજ્યા વિના…..એમના સ્વરૂપ ની નિષ્ઠા વગર…….કોઈ કાળે કલ્યાણ થવાનું નથી. “સાચા સત્સંગી” થવું એટલે કે – અર્જુન જેવી ભક્તિ- આજ્ઞાપાલન ની શૂરવીરતા અને ભગવાન ના વચનો માં સંપૂર્ણ વિશ્વાસ ધરાવવો……..એ જ્યાં સુધી નથી ત્યાં સુધી….આ સફર ચાલુ જ રહેવાનો……!

નક્કી આપણે કરવા નું છે કે- આપણે કેવા સત્સંગી થવું છે?????

આપણ ને સમર્થ ગુરુ-ગુરુ પરંપરા અને સર્વોપરી ..સદાયે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે….તો- બસ હવે માર્ગ પર ચાલવાનું જ બાકી છે…….

જય સ્વામીનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s