Raj Mistry's world

Me,my stories and world around….

આજનું મેનુ…….

Leave a comment

ધારો કે તમારી પત્ની….( અર્થાત- આ ઉવાચ માત્ર પરિણીત પુરુષો માટે જ છે….) પિયર ગઈ છે…તો તમારા મગજ માં શું વિચાર આવે????? જવાબ કૈંક આવા હોઈ શકે…..

  • સૌપ્રથમ તો- અતુલિત મુક્તિ ….નો અહેસાસ થાય…..વજન ઘટી ગયું હોય એમ લાગે…..અને ઉમર માં ૩-૪ વર્ષ ઓછા લાગે…
  • મન-તન -ધન પ્રફુલ્લિત લાગે…..લાગે કે આજ કૈંક “મૌસમ” બડા બેઈમાન હૈ…….આજ મૌસમ…( અને પત્ની પાછી આવવા ની હોય એટલે….”કી આને વાલા..તુફાન હૈ કોઈ……આજ મૌસમ….)
  • આ ખુશી પળો સાથે- પછી યાદ આવે કે- સાલું ..”પેટપુજા” નું શું થશે???? એ ઘટના થી થોડોક ડર…પીડા થાય…..આથી અમુક- પુરુષો બહાર જ જમી આવે તો મારા જેવા અમુક પુરુષો- આને જિંદગી નો પડકાર ગણી-પત્ની ની આ મોનોપલી પર હાથ અજમાવે……

તો- અમે રહ્યા છેલ્લી કેટેગરી વાળા……અને ઠાકોરજી ની દયા થી- મને લગભગ નાનપણ થી જ રસોઈ થોડીઘણી ફાવે- સ્વાદ વિષે મતમતાંતર રહે….પણ એથી કૈક હિંમત તૂટી ન જાય. ભૂતકાળ માં – રીના અને મારા દીકરા હરિકૃષ્ણ ની ગેરહાજરી માં -રસોઈ ના “સફળ” પ્રયોગો કરેલા છે. આજે  પણ કૈંક આવું જ થયું……જુઓ નીચેનો ફોટો…….

આજનું મેનુ...

આજનું મેનુ…

તો આજનું મેનુ હતું……..

  • ઓવન બેક્ડ સ્ટફડ ઓબેરજીન્સ વિથ મલ્ટીગ્રેન ભાખરી 
  • સપોર્ટેડ – વિથ ફ્રુટ શ્રીખંડ

હવે ઓબેરજીન્સ એટલે શું?..રીંગણ…પણ આપણે શું, કે નામ કૈંક અટપટા લખીએ તો- લોક માં આપણી લાજ વધે- અને જાણકાર માણસો વચ્ચે આપણી ગણતરી થાય…..બાકી બીજો કોઈ આશય નહિ….! હવે ઉપર નું મેનુ કઈ રીતે બનાવ્યું?? એ કોઈ પુરુષે -પૂછવું નહિ…..કારણ?? કિચન સિક્રેટ…..!

સ્વાદ- મને તો સારો લાગ્યો…….હવે મારા સિવાય બીજું કોઈ- કોઈ પણ જાત ના પૂર્વગ્રહ-લઘુતાગ્રંથી વગર- એનો સ્વાદ લે તો- મારી આશા છે કે- એ જરૂર આ ડીશ ને વખાણે…….( રીના ની રાહ- આ ઓબેરીજીન્સ રાહ જોઈ શકે……એના પર મને શંકા છે…શું થાય..એનું નસીબ…બીજું શું!!)

બાકી- હરિ ની તો આપણા પર દયા છે- કે આવા શુદ્ધ, નવા…તદ્દન નવા વિચારો મન માં આવે છે……અને એમણે ખુદ- હરિભક્તો અને સંતો માટે- રીંગણ નો થાળ -લોયા ના પ્રસિદ્ધ શાકોત્સવ માં સ્વહસ્તે બનાવ્યો હતો…..આથી હરિભક્ત તરીકે- હું તો કમસેકમ આટલું તો બનાવી  જ્ શકું….

બિચારી રીના……અને હરિકૃષ્ણ……..! સોરી- બેટર લક નેક્સ્ટ ટાઈમ……….

🙂

રાજ

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s