Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ સ્વામી દર્શન રવિસભા-૦૫/૦૫/૨૦૧૩

2 Comments

“જેને  ભગવાન ની મૂર્તિ અંતર માં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરી ને જે જે સ્થાનક ને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને તે સર્વ ને સંભારી રાખવા. તે શા સારું જે, કદાપી દેહ મુક્યા સમે ભગવાન ની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનક ને વિષે લીલા કરી હોય તે જો સાંભરી  આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાન ની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી  પદવી ને પામે અને તેનું ઘણું રૂડું થાય …..તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રત ના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી ,સાધુ સત્સંગી ને ભેળા કરીએ છીએ ….અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઇ આવે તો તેને ભગવાન ના ધામ ની પ્રાપ્તિ થાય………”

__________________________________________________

ભગવાન શ્રી સ્વામિનારાયણ – વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩

૧૦ માસ…અને ઉપર ૨૦ દિવસ ……પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ – અમદાવાદ, શાહીબાગ મંદિરે બિરાજી ને અમદાવાદ ના હરિભક્તો પર સતત….અનરાધાર વરસી રહ્યા. ” રે સ્વામી કરુણા અપરંપાર …………..” કીર્તન ના પદો અહિયાં સાક્ષાત થયા હતા અને આજે – સાંજે સ્વામીશ્રી- સારંગપુર સંત અધિવેશન પ્રસંગે રવાના થયા ત્યારે એમના દર્શન માટે જે ભક્તસમુદાય મંદિરે ઉમટ્યો હતો એ અભૂતપૂર્વ હતો…..મારી..બધાની અંતર ની ઈચ્છા હતી કે- સ્વામીશ્રી હવે કાયમ અમદાવાદ માં જ રહે અને આમ જ અનરાધાર વરસતા રહે…..પણ નીલકંઠ વરણી -“મિસ્ટિક ઇન્ડિયા” ચલચિત્ર માં ભક્તો ને કહે છે એમ…” અગર બાદલ એક જગહ રુક જાને લગે તો શેષ પૃથ્વી પ્યાસી રાહ જાયેગી” એમ ભગવાન અને મોટા પુરુષો- બધા હરિભક્તો ના કલ્યાણ માટે વિચરણ માં જ રહે છે….અને સૃષ્ટિ ના કલ્યાણ માટે એ જરૂરી પણ છે. આથી સ્વામીશ્રી -આજે શાહીબાગ મંદિરે થી વિદાય થયા ત્યારે થોડુક દુખ અને સાથે ખુશી પણ થઇ……અને બીજી વાત ની ખુશી એ વાત ની પણ થઇ કે સ્વામીશ્રી નું સ્વાસ્થ્ય સારું છે- સુધર્યું છે- કે ડોક્ટર્સ ની ટીમે એમને સારંગપુર જવાની “છૂટ” આપી…….! જેવી હરિ ઈચ્છા ..જેવી ગુરુ ઈચ્છા ……

વૈશાખી વાયરા ચરમ સીમા એ છે….૪૩-૪૫ ડીગ્રી  સેલ્સિયસ વચ્ચે સમગ્ર ભારત શેકાઈ રહ્યું છે, અને હૃદય -મન ઈચ્છે છેકે જલ્દી થી શ્રાવણ આવે ને – જીવમાત્ર ને શાતા મળે….મંદિરે પહોંચ્યો અને હૃદય-આત્મા ની શાંતિ નો “ઔષધિ પ્રયોગ” પ્રથમ કરવામાં આવ્યો…….અર્થાત..મારા વ્હાલા ના દર્શન…….

આજ ના મનમોહક દર્શન.....

આજ ના મનમોહક દર્શન…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે એક આંખ -સભામાં હતી તો બીજી સભાગૃહ ની બહાર- પ્રમુખ સ્વામીના દર્શન માટે અનિમેષ હતી….સભાની શરૂઆત – સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય સાથે થઇ…અને ત્યારબાદ શરુ થયો- યુવકો અને સંતો ના સુરીલા અવાજ માં કીર્તન ગાન નો સિલસિલો……કયા કીર્તન રજુ થયા…..???..

  • પધારો ને સહજાનંદજી ………
  • મૂર્તિ મારી મનમાની…મોહન મૂર્તિ તારી મર્માળી……..
  • અંતર નિર્મળ થઇ જાય..સંતો ના સંગ માં……..- સત્ય વચન- સત્સંગ થી જીવ નું જે રૂડું થાય છે- એવું તો ક્યાંય થતું નથી…..નિત્ય સંત સમાગમ- જીવ ના મોક્ષ માટે જરૂરી છે.
  • મન વસિયો રે મારે મન વસિયો……સહજાનંદ મારે મન વસિયો……
  • એ તો પ્રગટ વિચરે છે સતસંગ માં રે…જોગી ને જોયા નારાયણ સ્વરૂપ માં……

સમગ્ર સભા જાણે કે એક અધ્યાત્મિક લય માં આવી ગઈ…….અને એ પછી સ્વામીશ્રી ના અમદાવાદ વિચરણ ના પ્રસંગો નું વિડીયો દર્શન થયું……..અદ્ભુત…અદ્ભુત………મોટા પુરુષો ની વાણી થી માંડી ને એક લટકું….પણ જીવ ને એમની સાથે જોડી રાખે છે…..આથી જ તો વચનામૃત ગઢડા પ્રથમ ૩- એ જ વાત કહે છે……ભગવાન અને મોટા પુરુષો ની લીલા-ચેષ્ટા  જીવન કાલ દરમ્યાન અને અંતકાળે -જીવ ને ભગવાન ની પ્રાપ્તિ કરાવે છે………આ નિત્ય સંભારણું જ અક્ષરધામ ની પ્રાપ્તિ માં સહાયક બને છે.

અને ત્યારબાદ તો સમગ્ર સભા જેની ઉત્કંઠા હતી…જેના માટે આ રુદયું પથરાઈ રહ્યું હતું….એ ઘડી આવી…પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની સભામાં પધરામણી થઇ અને જાણે કે સભા માં ઉત્સાહ નું-ભક્તિ નું એક મોજું ફરી વળ્યું……આગળ ની હરોળ ના લોકો તો નાચવા જ લાગ્યા……સ્વામીશ્રી પણ ઉત્સાહ માં હતા….અને અક્ષરવત્સલ સ્વામી એ – જયારે વાત કરી કે- સ્વામીશ્રી જલ્દી થી પુનઃ અમદાવાદ પધારજો…..તો બધા જાણે કે ઉભા જ થઇ ગયા…..બસ હવે તો ઇન્તેજારી છે કે- સ્વામીશ્રી ક્યારે પાછા અમદાવાદ આવે છે…….! સ્વામીશ્રી એ સભા ને દર્શન આપ્યા અને વિચરણ માં આગળ વધ્યા…….

રે સ્વામી કરુણા અપરંપાર....

રે સ્વામી કરુણા અપરંપાર….

સભાને અંતે- પુ.ઈશ્વરસ્વામી એ -બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના પ્રસંગો દ્વારા સમજાવ્યું કે- મોટા પુરુષો ના દર્શન-ચરિત્રો-પ્રસંગો સદાયે સંભાળી રાખવા….

બસ- આજ ની સભા- મોટા પુરુષ ના ચરિત્ર ની સભા હતી…..પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન ની સભા હતી…..જીવમાત્ર ના કલ્યાણ ની સભા હતી……

સાથે રહેજો……અધ્યાત્મ સફર ચાલુ જ રહેશે………

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

2 thoughts on “BAPS પ્રમુખ સ્વામી દર્શન રવિસભા-૦૫/૦૫/૨૦૧૩

  1. Good Website… Keep up the good work

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s