Raj Mistry's world

Me,my stories and world around….

રે સગપણ હરિવરનું સાચું…

Leave a comment

જીવન ની એક ઓર શામ અત્યારે ઢળી ચુકી છે અને સ્થૂળ શરીર હવે એની સૂક્ષ્મતા તરફ આગળ વધી રહ્યું છે. સાથે સાથે સાથે મન માં અનેક વિચારો આકાર લઇ રહ્યા છે, સંબંધો ના તાણાવાણા જાણે કે જીવ ને જકડી ને બેઠા છે. રોજ સાંજ પડે ને- મન માં વિચાર આવે કે- શું આપણે એક જ દિવસ હજાર વાર જીવી એ છીએ કે હજાર અલગ અલગ દિવસ રોજ જીવીએ છીએ ??? સવાલ ઘણો મુશ્કેલ છે…પણ પુ.મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષ કહે છે કે – આપણ ને હર પલ નિત નવી નવેલી લાગે છે પણ હકીકત માં આપણે કશું જ નવું નથી કરતા- આપણે એક જ દિવસ…હા એક જ દિવસ….હજાર વખત જીવીએ છીએ. સમજવો મુશ્કેલ છે- પણ જરા જુદા દ્રષ્ટિકોણ થી વિચારો તો જરૂર સમજાશે કે- આપણે રોજ શું કરીએ છીએ??? સવારે ઉઠ્યા…છાપું વાંચ્યું…રોજીંદી તૈયારીઓ, નાસ્તો અને ઓફીસ….સાંજે પરત, ચર્ચાઓ નો દોર, ટીવી સીરીયલ્સ અને સાંજે પથારી ભેગા….! લગભગ- આ જ રોજ નું જીવન હોય છે. તો નવું શું??? શરીર નો દરેક કોષ એની પોતાની જિંદગી જીવી ને ખતમ થઇ જાય છે પણ વિચારો- સાવ ફાલતું વિચારો- આપણો કેડો છોડતા નથી….આ બધામાં જીવન નોસાર- એક માત્ર સાર- ભગવાન ને આપણે ભૂલી જઈએ છીએ….અને કેમ ન ભૂલી જઈએ? ભગવાન એક એવું તત્વ છે કે- જે હોવા છતાં દેખાતું નથી……જાણવા છતાં જણાતું નથી…..સમજ્યા છતાં સમજાતું નથી અને માની એ છતાં મનાતું નથી……..! સ્વાભાવિક છે..મનુષ્ય મન ની નબળાઈ કો કે લુચ્ચાઈ….આપણે ભગવાન ને સહજ ભૂલી જઈએ છીએ પણ જયારે જીવન ની અમુક પલ એવી આવે છે કે- ભગવાન જ આપણું સર્વસ્વ થઇ જાય છે…એના શરણ માં ગયા વગર આપણો કોઈ ઉદ્ધાર થતો નથી….

ખેર….સંબંધો ના આ તાણાવાણા એટલા ગાઢા છે કે જીવન એમાં ગૂંચવાઈ ને રહી જાય છે…આ બધામાં એક આશાનું કિરણ જો હોય તો, એ નીચેના પદો માં અદભુત રીતે વર્ણવ્યું છે…..જેને વાંચી ને મન સ્થિર થઇ જાય છે- બધા તાણા વાણા પલ માં ઓગળી જાય છે અને જીવન મુક્ત લાગે છે. ગર્વ થાય છે- આ આયખા પર કે જ્યાં આવો અદભુત સત્સંગ, આવા અદભુત ગુરુ અને સર્વોપરી ભગવાન ની ઓળખાણ થઇ….હવે તો સગપણ આ જ સાચું લાગે છે….બ્રહ્માનંદ સ્વામી ના પદો માં….

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું…
રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી,
છે વરવા જેવા એક વનમાળી… રે સગપણ
રે સ્થિર નહિ આવરદા થોડી, રે તુચ્છ જાણી આશા તોડી,
મેં જગના જીવન સાથે જોડી… રે સગપણ
રે ફોગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ,
વરીએ તો નટવરને વરીએ… રે સગપણ
રે ભૂધર ભેટ્યા ભય ભાગો, રે સહુ સાથે તોડ્યો ધાગો,
એ રસિક રંગીલાથી રંગ લાગો… રે સગપણ
રે એવું જાણીને સગપણ કીધું, રે મે’ણું તે શિર ઉપર લીધું,
બ્રહ્માનંદનું કારજ સીધું… રે સગપણ હરિવર નું સાચું……….……

બસ સગપણ..હરિવર નું સાચું....

બસ સગપણ..હરિવર નું સાચું….

નરસૈયો , મીરાં કે ભગવાન સ્વામીનારાયણ ના મુકતો- હરિભક્તો……સગપણ ની આ પરંપરા ચાલુ જ છે…ચાલુ જ રહેશે. બસ નક્કી આપણે કરવાનું છે કે- સગપણ ક્યાં જોડવું??? સુતર ના  ક્ષણ ભંગુર તાંતણે કે પછી અવિનાશી-અક્ષર ના બંધન માં….??

ત્યાં સુધી- બસ આપણે આમ જ મથ્યા કરશું- પોતાની સાથે અને જગ સાથે……..!

જય સ્વામિનારાયણ

રાજ

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s