Raj Mistry's world

Me,my stories and world around….

તમારી આવક કેટલી???

Leave a comment

એક પ્રસિદ્ધ કહેવત છે-” સ્ત્રી ને એની ઉંમર વિષે અને પુરુષ ને એની આવક વિષે ક્યારેય સવાલ ન પૂછવો……કારણ કે જવાબ હમેંશા ખોટો જ મળે છે”  છતાં, પણ વિડંબના ઓ અને દેખાદેખી ની માયાજાળ મા ફસાયેલું મનુષ્ય મન- આ સવાલ -આ કહેવત જાણવા છતાં પૂછે જ છે…પછી ભલે ને જવાબ ગમે તે હોય? હું એમ કહું છું કે- તમને કોઈ પૂછે- કે તમારો પગાર કેટલો? તમે કહો કે મહિને લાખ રૂપિયા…….તો સામે વાળા ને ફર્ક શું પડે? અને તમે કહો કે દસ હજાર રૂપિયા…તો પણ સામે વાળા ને ફર્ક શું પડે?? કોઈની આવક જોઈને- કોઈની જિંદગી મા કઈ ઝાઝો ફર્ક નથી પડી જવાનો…

મને યાદ આવે છે એક પ્રસંગ- અમુક વર્ષ પહેલા- હું મારા એક મિત્ર સાથે – એની સગાઇ ની વાત કરવા- છોકરી જોવા સાથે ગયેલો……નાસ્તા-પાણી પછી હમેંશ ની જેમ- દબાતા અવાજે ચર્ચા નો દોર ચાલ્યો……અચાનક જ દીકરી ના પિતા એ – મારા મિત્ર ને સવાલ પૂછ્યો કે – તમે મહિને દા’ડે પચાસ હજાર તો કમાતા હશો કેમ? મિત્ર જરા સ્તબ્ધ થઇ ગયો…..જવાબ આપ્યો- ના….જી…પણ સુખે થી રહેવાય એટલું તો કમાઈ લઉં છું……! પછી- સ્વાભાવિક છે એમ- છોકરી વાળા ની ના આવી અને એક ખુદ્દાર-સાચો માણસ બચી ગયો……નીતિશતક કહે છે કે- માણસ સુખી છે કે દુઃખી…..એનો આધાર એની આવક કેટલી છે /એની પાસે કેટલું ધન છે….- એના પર નથી…..પણ એનો આધાર- એની અપેક્ષા ઓ કેટલી છે- એના પર છે. સત્ય વચન…..જાત અનુભવ નું વચન…..! એમાં કોઈ શંકા નથી કે- વધારે પૈસા…વધારે ધન તમને- એક અદ્રશ્ય સલામતી નો -અહં પંપાળ નો ભાવ આપે છે…..પણ શાશ્વત સુખ  નથી આપતા. શાશ્વત સુખ નો આધાર- તમારી અપેક્ષા ઓ સાથે….સીધો જ જોડાયેલો છે….એક રેખા મા ચાલે છે. આથી ઘણીવાર જોઈએ તો- રસ્તા પર સાયકલ લઈને ફરતો મનુષ્ય- મર્સીડીઝ મા ફરતા મનુષ્ય થી વધારે ખુશ-સુખી લાગે છે. અને આ સુખ ના ભાવ….સુખ ની પલ – કરોડો રૂપિયા ખર્ચતા પણ નથી ખરીદી શકાતા……..

સાથે સાથે- એક અન્ય પ્રસંગ- અમારા એક સ્નેહી છે- જે સ્નેહી હોવા છતાં- અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ના તીખા ટીકાકાર છે. એમનું તત્વજ્ઞાન કહે છે કે- આજકાલ સ્વામિનારાયણ સંપ્રદાય મા જેટલા કહેવાતા સત્સંગી છે- એમાં થી ૯૦% સત્સંગી- પૈસે ટકે સુખી થવાશે -એ ભાવે જ સંપ્રદાય મા જોડાય છે….અને જો સ્વામિનારાયણ સંપ્રદાય- આ સમૈયા કે શાનદાર રસોઈ ઉત્સવો બંધ કરે તો- આ કહેવાતા સત્સંગીઓ- હવા ની જેમ ગાયબ થઇ જાય……! હું આ સાથે સંમત નથી…….હા આંશિક પણે- મોટા ભાગ ના હરિભક્તો મા એવો ભાવ હોય છે કે- મંદિર મા દશાંશ વિશાંશ લખાવા થી- ધન-ધાન્ય મા સુખ કાયમ રહેશે. ….અને હકીકત છે- અહિયા સ્વયં શ્રીહરિ નું અદભૂત વચન છે- કે- જે સત્સંગી- એમનાં આપેલા નિયમ-ધર્મ નું  દ્રઢ પાલન કરશે- એના સુખાકારી ની જવાબદારી- એ પોતે લેશે…..અને બધા આ જુએ છે- અનુભવે છે…..પણ શ્રીજી ના રાજીપા નું વચન- કંઇક અલગ જ છે….વચનામૃત ના ગઢડા પ્રકરણ -પ્રથમ  ના ૭૦ મા કહ્યું છે કે….

“ભગવાનનો નિશ્વય કરવો તે એકલો પોતાના જીવના કલ્‍યાણનેજ અર્થે કરવો, પણ કોઇક પદાર્થની ઇચ્‍છાએ કરીને ન કરવો, જે ‘હું સત્‍સંગ કરૂં તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંઝિયો છું તે દીકરો આવે, કે દીકરા મરી મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થઉ, કે ગામ ગરાસ ગયો છે તે સત્‍સંગ કરીએ તો પાછો આવે,’ એવી જાતની જે પદાર્થની ઇચ્‍છા તે રાખીને સત્‍સંગ ન કરવો.”

તો- અહિયા આ જ બ્રહ્મસત્ય છે……ભૌતિક સુખો તો- બાય પ્રોડક્ટ છે……પણ આત્મા નું કલ્યાણ જ અહીં સર્વોપરી છે. જો- સ્વામિનારાયણ સંપ્રદાય મા – લોકો માત્ર ભૌતિક સુખ માટે જ આવતા હોત તો- કરોડપતિ મા-બાપ ના એક માત્ર સંતાનો, સોના ની ચમચી મોઢામાં લઇ ને જન્મેલા લાડકવાયા….૭૦-૭૦ લાખ રૂપિયા દર વર્ષે મળતા – એવી ધીકતી નોકરી કરતાં……નવલોહિયા- ત્યાગી ન થઇ જાત…..દીક્ષા લઇ ને- સારંગપુર મંદિર મા વાસણ-કચરા-પોતા ની સેવા ન કરતાં હોત…….સાધુતા નો આ માર્ગ- બ્રહ્મ માર્ગ છે……ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ ના રાજીપા નો માર્ગ છે……શ્રીજી ના રાજીપા નો માર્ગ છે……! સંપ્રદાય ના આદ્ય ગુરુઓ- શાસ્ત્રીજી મહારાજ – પાસે દોઢ રૂપિયા ની ટીકીટ લેવા ના પૈસા નહોતા….મંદિર મા આઠ આના ની સિલક હતી અને કડિયા ના પગાર કરવા એક રૂપિયો નહોતો છતાં ગગનચુંબી પાંચ પાંચ મંદિરો નું કામ એક સાથે ચાલતું…………ચાર આના ની ટપાલ ટીકીટ બચાવવા -યોગીબાપા પત્ર લખતા તો- નિર્ગુણ સ્વામી…ફાટેલા ધોતિયા ને શક્ય હોય એટલા સાંધા કરી વર્ષો-વરશ ચલાવતા……….છતાં- એમના મુખ પર જે શાશ્વત આનંદ….ઉત્સાહ અને પરમ સુખ ની અનુભૂતિ હતી…..એ કોઈના મુખ પર જોવા ન મળતી……અને એજ શ્રીજી નો રાજીપો હતો……

અનંત સુખ ની પ્રાપ્તિ.......

અનંત સુખ ની પ્રાપ્તિ…….

તો- બસ પોતાની અપેક્ષાઓ મર્યાદિત કરો…..જેમ બને તેટલી ઓછી કરો…..સાચા સુખ- શાંતિ ને સમજો..જાણો અને એવા માર્ગ પર ચાલી ને જીવન નો નિર્વાહ કરો કે જ્યાં- મન ની શાંતિ- શરીર ની શાંતિ કરતાં વિશેષ હોય…….બાકી- નિર્ણય તમારો……! જીવન મા પૈસા કમાવવા પણ સુખ-શાંતિ ના ભોગે નહી………..જીવન ટૂંકું છે……અને આપણી પાસે સમય નથી. આધુનિક વ્યાખ્યા ઓ ને હવે તિલાંજલિ આપવા નો સમય પાકી ગયો છે. પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે – જીવન મા બધી જ સગવડો હશે….સુખ હશે પણ ભગવાન નહી હોય તો બધું શૂન્ય છે…..અને જો ભગવાન હશે તો- બધું જ સુખ બની જાશે……

સમજો…….” કે સખી સમજણ મા ઘણું સુખ છે…….” જેવી વાત છે, આથી જ તો સત્સંગ ની મા -સમાન- મુક્તાનંદ સ્વામી એ એમનાં પદ- કે જે રોજ શયન વખતે -હરિભક્તો મા ઉત્સાહ પૂર્વક ગવાય છે….કહ્યું છે કે….

“રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખ દાયક જાણું 

રે તમ વિના સુખ સંપત કહાવે , તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે ;

અંતે એમાં કામ કોઈ નાવે……..રે શ્યામ તમે સાચું નાણું…….”

સાર- તો- જીવન મા બધું જ એક ભગવાન ને સાક્ષી બનાવી કરો…..એના રાજીપા ને જ આવક નું માપ ગણો….અપેક્ષાઓ હરિ સુખ ની રાખો….શાંતિ ની રાખો……બાકી ની આવકો તો એની મેળે જ આવ્યા કરશે…….છેવટે કરી કરી ને તો એજ કરવા નું છે……..હરિ મળ્યા તો બધા અબજોપતિ છે…………….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s