Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ -૧૫/૦૫/૨૦૧૩

Leave a comment

લગભગ ૭૮% નાઈટ્રોજન થી ઘેરાયેલો અને પોતાની ધરી પર ૨૩.૪ ડીગ્રી ઝુકી ને અંદાજે ૩૦ કિલોમીટર/સેકંડ ની ગતિ એ ફટાફટ દોડતો આપણો પૃથ્વી નામનો ગ્રહ આપણ ને સ્થિર જ લાગે છે કારણ કે બ્રહ્માંડ ના અસીમિત સમયકાળ વચ્ચે પૃથ્વી આપણ ને…..આપણી સૃષ્ટિ ને સાથે લઈને જ અવિરત ઘૂમી રહી  છે….આપણા જીવન ના ચકરડા પણ આટલા જ ઝડપી છે આથી ઘણીવાર આ ખેલ મા – આપણે સ્થિર તો કયારેક અસ્થિર લાગીએ છીએ….તો ઘણીવાર એક દિવસ મા આપણે એક ક્ષણ જેટલું પણ નથી જીવતા તો ઘણીવાર એક ક્ષણ મા અનંત જન્મો જેટલું પણ જીવી જઈએ છીએ…….બસ અપના અપના ખયાલ હૈ……! તો આ બધી હરિ ની માયાજાળ વચ્ચે – આજકાલ આ ઉધાર ની જિંદગી મા શું ચાલે છે????

  • ગયું અઠવાડિયું ભારે રહ્યું…….બરોડા, ભરુચ, વલસાડ,તિથલ, વાપી,સેલવાસ,વડાલી ……માત્ર ૪-૫ દિવસ મા જીવવા મા આવ્યું…..કિલોમીટર- લગભગ ૧૫૦૦ ઉપર………
  • વલસાડ- એની કેરીઓ ને કારણે પ્રખ્યાત છે- આંબા પર લટકતી જોવા મળી અને રસ્તા પર વેચાતી જોવા મળી- ભાવ- ૩૦ થી લઇ ને ૮૦ રૂપિયે કિલો તો ડઝન ના લગભગ ૩૦૦-૪૦૦ – જેવી જેવી વેરાયટી- પ્રમાણે જાણવા મળ્યા પણ ખરીદી ન કરવામાં આવી-કારણ કે કેરી ખાવા નો સમય નથી…..ભરૂચ- ઝાડેશ્વર મંદિર મા -શ્રીજી ના અદભૂત દર્શન કરવામાં આવ્યા…….અહિયા ની નિલકંઠ વરણી ની પ્રતિમા દેશ મા સર્વ પ્રથમ હતી કે જેની સ્થાપના અને પૂજાની શરૂઆત પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી…….અભિષેક નો-પ્રસાદી નો લાભ લીધો. પ્રેમવતી મા પણ છાસ નો લાભ લીધો…..પણ ગરમી- એટલી અસહ્ય હતી કે- બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા……અને ગાડી નું એસી પણ થાકી ગયું……
  • અમદાવાદ થી વલસાડ-તિથલ લગભગ ૩૦૦-340 કિમી દુર થાય….અને હાઈવે સારો હોવા છતાં ડ્રાઈવિંગ નો સ્ટ્રેસ પડે જ છે…….પણ એકવાર તિથલ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા એટલે બધા જ સ્ટ્રેસ-થાક-કંટાળા એક પલ મા દુર થઇ ગયા……સુંદર શાંત બીચ( દરિયો થોડોક ડહોળો છે….બીચ કાળી રેતી થી ઢંકાયેલો છે) અદભૂત છે અને મંદિર ની સુંદરતા એમાં ઘણો વધારો કરે છે…….રાત્રિ ત્યાં રોકાણ કરવામાં આવ્યું અને દરિયા-મંદિર-ઠાકોરજી નો લાભ લેવા મા આવ્યો…….પૂ. નિર્ભય સ્વામી, પૂ. મુકુન્દચરણ સ્વામી ના દર્શન નો લાભ મળ્યો……અને બીજા દિવસે- સેલવાસ જવામાં આવ્યું…….
  • સેલવાસ-કેન્દ્ર શાસિત પ્રદેશ છે- અને તિથલ-વલસાડ થી ૪૦-૪૫ કિમી દુર થાય……સેલવાસ મા બેપ્સ સ્વામિનારાયણ સંસ્થા નું અદભૂત મંદિર- પ્રમુખ સ્વામી મહારાજ ના સંકલ્પ,પ્રેરણા અને કૃપા થી સ્થાપિત થયું છે અને એ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ- યજ્ઞ મા હાજરી પુરાવવી અને એ પણ સાથે અંગત પ્રસંગ નો હિસ્સો બનવું- એક નસીબ ની વાત હતી. સમગ્ર પ્રવાસ દરમ્યાન – એક વાત ની અખંડ સ્મૃતિ રહી કે- શ્રીજી મહારાજ ના સમય મા- લગભગ ૨૦૦ વર્ષ પહેલા કે જયારે યાતાયાત ની સગવડો ન હતી- એ સમય મા સ્વયં શ્રીજી મહારાજ- અને સંતો- છેક ભુજ-ગઢડા-થી ધરમપુર સુધી નું અતિ કઠીન વિચરણ કરતાં હતા……તે કેવું કષ્ટ દાયક હશે…..??? શત્ શત્ વંદન…..શ્રીજી ને કે આપણા કલ્યાણ માટે- આટલા ભીડા વેઠ્યા………
  • સેલવાસ થી સીધા વડાલી જવામાં આવ્યું……સાંજે ૫ વાગ્યા થી શરુ થયેલો અમારો પ્રવાસ વહેલી સવારે ૪ વાગ્યા સુધી ચાલ્યો…….ત્યાં સુધી મા તો બધા એટલા બધા થકી ગયા હતા કે – પથારી મા પડ્યા એટલે સુરજ ક્યારે માથે ચડ્યો- ખબર જ ન પડી………..! અને બપોર ની ગરમી મા – ઇડર ના તપેલા પથ્થરો વચ્ચે-ઈડરિયા ગઢ પર મહા મુસીબતે જવામાં આવ્યું અને સાંજે- અમદાવાદ -એસટી ની ખખડધજ બસ મા પહોંચવા મા આવ્યું…..એ સાથે એક ગરમ ભ્રમણ પૂરું થયું…….
  • ખેર…..આ બધા વચ્ચે- ઠંડી હવા નું ઝોકું- એટલે કે મારા દીકરા હરિકૃષ્ણ ના દર્શન…….એનું નિર્દોષ હાસ્ય જોઈને-પળવાર તો બધી ગરમી-કંટાળો-થાક બધું ઓગળી ગયું…………મિ.રાજ…..હવે તમને માયા વળગતી જાય છે……..! થેન્ક્સ …શ્રીજી…..!
  • લગ્ન નું બીબાઢાળ ખાવા પીવાનું- અતિશય પ્રવાસ-અસહ્ય ગરમી ના કારણે- પેટ મા-આંખો મા ગડબડ ચાલુ થઇ ગઈ છે…..સનસ્ક્રીન-એસી નકામા નીવડ્યા છે અને શરીર લાલઘુમ થઇ ગયું છે………..એક વણમાગી સલાહ- ઉનાળા મા -લગ્ન કે બીજો કોઈ પ્રોગ્રામ ભૂલ થી એ ન રાખવો……શિયાળો-ચોમાસું- આપણા બાપ નું જ છે ને………!

બસ…….પૃથ્વી ની ઝડપ ની સાથે આ આયખું પણ એના અંત તરફ ઝડપી ચાલી રહ્યું છે…..ઘણા બધા કાર્યો થયા છે અને ઘણા બધા કાર્યો બાકી છે……..બસ ” ચૂકવું બધાનું ઋણ જો….અલ્લાહ ( અહિયા શ્રીજી) ઉધાર દે…..” જેવી પ્રાર્થના સુઝે છે, અને આમેય બધું શ્રીહરિ ની દયા-મરજી થી જ થાય છે……આપણે તો નિમિત્ત માત્ર છીએ……..! બસ શ્રાવણ ની પહેલી ધાર ની રાહ જોવાય છે……..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s