Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૦૨/૦૬/૨૦૧૩

2 Comments

                 અહો….જોગી જેવા સાધુ અનંત કોટી બ્રહ્માંડ માં નથી…જોગી તે જોગી , સાક્ષાત ગુણાતીત સ્થિતિ..!

—— બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી  મહારાજ——

432207_371786972922914_979373117_n

ફોટો સૌજન્ય- અજ્ઞાત

એ સદાયે વહેતું સ્મિત……કરુણતા ..અને શ્રીજી ની અખંડ કથા વાર્તા……એટલે કે જોગી અર્થાત- યોગીજી મહારાજ….! ગુણાતીત પરંપરા ના અદ્ભુત સંત નો પ્રાકટ્યોત્સવ ૪ -જુન ના રોજ આવી રહ્યો છે અને સમગ્ર સંસ્થા અત્યારે “યોગી પર્વ” ની તૈયારી માં લીન છે. આજ ની રવિસભા આ મહાન સંત વિભૂતિ માટે જ હતી. આવતો રવિવાર – અને રવિસભા- અમદાવાદ ખાતે વિશેષ સભા છે- કે જે “યોગી પર્વ ની સ્મૃતિ” સભા તરીકે થવાની છે અને કીર્તન આરાધના નો ભવ્ય પ્રોગ્રામ છે…..સર્વ હરિભક્તો ને હાજર રહેવા પ્રાર્થના…….

આજે અમદાવાદ માં ગરમી નો પારો ૪૩-૪૪ ની આસપાસ હતો આથી- રસ્તાઓ- મંદિર સુમસામ લાગતું હતું, અને જરા સહેજ સાંજ ઢળી અને સમગ્ર શહેર માં જાણે કે ચેતન નો સંચાર થયો. ..અને મંદિર માં હરિભક્તો નો પ્રવાહ વધ્યો.  હું સમયસર મંદિરે પહોંચી ગયો અને હમેંશ ની જેમ સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન વિસ્ફારિત નેત્રે -હૃદયે કરવામાં આવ્યા…….

આજ ના દર્શન...

આજ ના દર્શન…

સભામાં ગોઠવાયો ત્યારે – સંતો-યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય ચાલી રહી હતી, ધુન્ય નો ઢાળ જુદો હતો આથી જરા રસપ્રદ લાગી…આમેય હરિનામ નું સ્વરૂપ- રાગ ગમે તે હોય- હૃદય ને એ ભાવે જ છે…..ત્યારબાદ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના ચરણો માં પ્રાર્થના સાથે એક કીર્તન રજુ થયું….” મમ મસ્તક તમે હસ્ત ધરો…યોગીબાપા મારી રક્ષા કરો……” …..આ કીર્તન પર થી મહારાષ્ટ્ર ના વારસી શહેર ના શિંદે ભગત નો કિસ્સો યાદ આવી ગયો…..જેમાં પુ.પ્રમુખ સ્વામી મહારાજે- એમના સ્નેહી ને સ્વપ્ન દર્શન આપતાં કહ્યું હતું કે” અમારા ભક્ત ના લેખ વિધાતા નહિ…અમે લખીએ છીએ……” …સત્ય વચન..બ્રહ્મ વચન…..! સત્પુરુષ અને ભગવાન ના શરણે ગયા પછી- ચિંતા કરવા ની રહેતી નથી……આપણા યોગ-ક્ષેમ-કુશળતા નું વહન એ જ કરે છે……જરૂર છે – બસ આપણી સો પ્રતિશત શરણાગતિ ની..! ત્યારબાદ પુ.યોગીપુરુષ સ્વામી દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૯૭૦ પછી ના વિચરણ નું વિવરણ કરવામાં આવ્યું…….સર્વ પ્રસંગો નો સાર એક જ હતો…..

 • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ માટે- હરિકૃષ્ણ મહારાજ જ સર્વોપરી-સર્વ પ્રથમ અને સર્વ ના કર્તાહર્તા છે…….
 • દરેક કાર્ય માં ભગવાન ને જ હમેંશા આગળ રાખવા…..એમની મરજી સિવાય કશું જ થતું નથી……

ત્યારબાદ પુ.શુક મુની સ્વામી દ્વારા યોગીજી મહારાજ ના ચરણો માં એક સુગમ કીર્તન રજુ કરવામાં આવ્યું- ભક્તરાજ ઘનશ્યામ ભાઈ દ્વારા રચિત આ કીર્તન…” યોગી આંખલડી તમારી જમના ના નીર છે……..” એ વાત નું દ્યોતક છે કે- સત્પુરુષ ની આંખ હમેંશા કરુણા થી ભરેલી હોય છે….

ત્યારબાદ યોગીજી મહારાજ ના આ કરુણાસભર સાનિધ્ય નો ભરપુર લાભ અને તાદ્રશ્ય અનુભવ જેને મળ્યો છે એવા સદ.ઈશ્વરચરણ સ્વામી એ – યોગીબાપા ના જીવન પ્રસંગો ને આધારે- તેમના જીવન નો પરિચય આપ્યો…” સુરજ ને શી જરૂર ..એક દીપક ની” જેમ- યોગીબાપા ના પ્રત્યેક પ્રસંગે- એમનું  સત્પુરુષ-પણું છલકાઈ ઉઠે છે …..જોઈએ કેટલાક અંશ…..

 • વીનું ભગત ( પુ.મહંત સ્વામી નું પૂર્વાશ્રમ નું નામ) બીમાર હતા ત્યારે -યોગીબાપા એ સ્વયમ એમનું માથું દબાવ્યું હતું અને સાથે સાથે ચંપકલાલ શેઠ ને પણ આજ્ઞા કરી હતી કે- વીનું ભગત ની સેવા કરો- તો સત્સંગ થાય…
 • હાલ માં આર્ષ -અક્ષરધામ દિલ્હી ખાતે સેવા આપતાં જનક ભાઈ દવે જયારે યુવક હતા ત્યારે- યોગીજી મહારાજ એમના ભોજન નો ખ્યાલ એક માં ની જેમ રાખતા……
 • લીંબડી ના હરિભક્ત સદાશિવ ભાઈ ને યોગીબાપા એ કહ્યું હતું કે” અમને વાસણ ઉટકવા ખુબ ગમે” ગોંડલ માં તો યોગીબાપા એ જ સેવા કરતા…હરિભક્તો ના એંઠા વાસણ ઉટકી ઉટકી ને એમની આંગળીઓ ઘસાઈ ગયેલી……..છતાં અન્ય એક સાધુ- ઘનશ્યામ ચરણ સ્વામી સાથે હરિ ભક્તો ના એંઠા વાસણો ધોવા ખેંચાખેંચી થતી…..!
 • મોટી સભા માં યોગીબાપા નું સન્માન થયા પછી- કવિ દુલા કાગ- જયારે યોગીબાપા ને મળવા એમના ઉતારે ગયા તો- બાપા ને- ભાજી કાપવા ની સેવામાં જોડાયેલા જોઈ- ચક થઇ ગયેલા…..એમની સાદગી…નિર્માની પણું જોઇને ચરણો માં ઝુકી ગયેલા…..
 • એવી જ રીતે પ્રોફ બામણીયા( કે.કા.શાસ્ત્રી ના મોટાભાઈ કે જે મરજાદી વૈષ્ણવ હતા) , રાજકોટ ના રણછોડ દાસ બાપુ કે ડોંગરેજી મહારાજ….યોગીબાપા ના સ્નેહ અને સાધુતા આગળ નત મસ્તક હતા………તો પુ.સંત સ્વામી ને સ્વામીએ કહેલું કે- અમે તો અક્ષરધામ થી આવ્યા છીએ………
 • અજાતશત્રુ યોગીજી મહારાજ ને તો જુના મંદિર ના મોટા મોટા સાધુઓ પણ માનતા…….લંડન અને આફ્રિકા માં મંદિર કર્યા બાદ તો બધા સાધુઓ- સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય -યોગીજી મહારાજ ની સાધુતા અને દિવ્યતા ને માની ગયો હતો પણ યોગીબાપા- આ બધા નો શ્રેય તો એક હરિ ને જ આપતાં…..

યોગીજી મહારાજ ના આવા પ્રસંગો એ વાત નો પુરાવો છે કે- ગુણાતીત પરંપરા માં શ્રીજી મહારાજ સદાયે પ્રગટ છે…….પોતાના શરણાગત નું ધ્યાન રાખવા એ સદાયે પ્રગટ રહે છે……..અને રહેશે……

ત્યારબાદ અમુક જાહેરાત થઇ…..

 • ભક્તિ સંગીત ના ચાહક હરિભક્તો માટે- ઇન્સ્ટ્રુમેન્ટલ ( અર્થાત માત્ર સંગીત..સુર નહિ) સંગીત ના ૪ વોલ્યુમ બહાર પડ્યા છે..લેવા માં  આવશે…….
 • આવતા રવિવારે વિશિષ્ટ રવિસભા છે- કીર્તન આરાધના- સમય ૫.૪૫ સાંજ થી……
 • આંબલી-બોપલ ના હરિભક્તો માટે- ઇસ્કોન પ્લેટીનમ ખાતે- સાંજે ૮ વાગ્યે- વિશેષ કથા વાર્તા નો પ્રોગ્રામ રાખેલ છે…તારીખ- ૮/૦૬/૨૦૧૩( વિગત ચેક કરી લેવા વિનંતી)

ત્યારબાદ આરતી અને વિડીયો દર્શન નો લાભ મળ્યો………

તો- આજ ની રવિસભા- અને આવનારી રવિસભા- એ સાક્ષાત બ્રહ્મ- સ્વરૂપ , યોગીજી મહારાજ ના ચરણો માં સમર્પિત હતી……યોગી-ગીતા ના એ નિયમો- આપણા જીવન માં ઉતારી શકીએ – જીવી શકીએ- એટલે અક્ષરધામ પાકું……..

જય સ્વામિનારાયણ……રાજી રહેશો……

રાજ

Advertisements

2 thoughts on “BAPS રવિસભા-૦૨/૦૬/૨૦૧૩

 1. very good to read, we had labh of bhadresh swami who on way to america

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s