Raj Mistry's world

Me,my stories and world around….

પ્રમુખ વરણી દિન……..

Leave a comment

“શોભો  સાધુ ગુણે સદાય સરળ ને જક્તે અનાસક્ત છો…..
શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભય ની કૃપા તણું પાત્ર છો…….
ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા, ગંભીર જ્ઞાને જ છો……
નારાયણસ્વરૂપ દાસ ગુણીને, સ્નેહે જ વંદુ અહો……

તા -૨૧-૦૫-૧૯૫૦ , રવિવાર -સંવંત-૨૦૦૬ ની જેઠ સુદી ૪…….એક ઐતિહાસિક દિવસ અને એક ઐતિહાસિક નિર્ણય…એ પણ અત્યંત વિચક્ષણ….તેજસ્વી…સિદ્ધ…બ્રહ્મસ્વરૂપ પુ.શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ દ્વારા…!એ ઘટના નું આંખ્યો દેખી…હૃદય સ્પર્શી સાક્ષી હતું…..એક સ્થળ જે હતું- અમદાવાદ, શાહપુર વિસ્તાર ની આંબલી વાળી પોલ . અને શાસ્ત્રીજી મહારાજ ના સર્વાનુમતે લેવાયેલા એક નિર્ણયે- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત અને સ્વામીનારાયણ સંપ્રદાય ના વાવટા દિગંત માં ફરકાવી દીધા……….!

આ દિવસ એટલે કે- શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ ની – પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાવવા ની શરૂઆત…પ્રમુખ વરણી દિન….! પ.ભ. રસિકભાઈ એ પ્રમુખ સ્વામી ની નિમણુક નો પત્ર બધા ને વાંચી સંભળાવ્યો અને શાસ્ત્રીજી મહારાજે પોતાની ચાદર એ ૩૦ વર્ષીય ધીર ગંભીર નવજુવાન તેજસ્વી સાધુ ને ઓઢાડી અને યોગીજી મહારાજ તરફ નિર્દેશ કરી નારાયણ સ્વરૂપ દાસ ને કહ્યું કે….” આ યોગી મહારાજ વચન સિદ્ધ અને બહુ પ્રતાપી સંત છે…..તેમની છત્રછાયા માં રહી તમારે સત્સંગ દિપાવવા નો છે……” અને સાથે યોગી મહારાજ ને કહ્યું કે…” જોગી..આશીર્વાદ આપો કે એ તમારા જેવો થાય…”……….અને સમગ્ર વિશ્વ ને – એક નવો દિશા સૂચક મળી ગયો……જેણે અનંત જીવો નું કલ્યાણ કરવા પોતાના દેહ-માત્ર ને ઘસી નાખ્યો અને પરિણામે….આજે  સતત ૬૩ વર્ષ થી શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ ના પ્રમુખ તરીકે…૧૨૦૦ થી વધુ મંદિરો…..૯૦૦ થી વધુ અતિ વિધવાન સંત…..અને ૧૦ લાખ થી વધારે નિષ્ઠાવાન..નિયમ ધર્મ માં પાકા સત્સંગીઓ……અને એક સર્વોપરી સિધ્ધાંત-૦ અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત…….ના ડંકા- આજે બ્રહ્માંડ માં ગુંજે છે………! ૯૩-૯૩ વર્ષ ની ઉમરે નવજુવાનો ને શરમાવે એવું તેજસ્વી અને ઉત્સાહ પણું -પ્રમુખ સ્વામી આજે સારંગપુર ને દ્વાર પ્રગટ કરી રહ્યા છે……..અને હજારો મુમુક્ષુ ઓ ને – એક હરિ નો માર્ગ બતાવી રહ્યા છે…….!

bapa (34)

એ નિમણુક સમયે શાસ્ત્રીજી મહારાજે એક હરિભક્ત ને કહેલું કે…”અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારેય પસ્તાયો નથી..ને આ કાર્ય માં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે……મારે પસ્તાવું નહિ પડે …તમે એના દેહ સામું જુઓ છો…….હું તેના જીવ સામું જોઉં છું……”

શત પ્રતિશત સત્ય વચન…આજે એ દેખાય છે…અને પ.પુ.પ્રમુખ સ્વામી ના આ અદ્રિતીય કાર્યો ને કારણે આજે આપની ગુણાતીત પરંપરા …ગર્વ અનુભવતી હશે…..શાસ્ત્રીજી મહારાજ ના મુખ પર માત્ર સંતોષ નહિ….અત્યંત ખુશી અને ગર્વ ની લાગણી હશે…….

તો આજ ના દિવસે- આપણા પ્રગટ ગુરુ હરિ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન……આવા અનંત જન્મો એમના માટે ન્યોછાવર……અને એજ પ્રાર્થના કે…આપણે અક્ષર રૂપ થઇ એક પુરુષોત્તમ ની ભક્તિ કરતા રહીએ…….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s