Raj Mistry's world

Me,my stories and world around….

BAPS પ્રમુખ વરણી દિન વિશિષ્ટ રવિસભા- ૧૬/૦૬/૨૦૧૩

Leave a comment

                               “…અને એમ જાણે જે….”ભગવાન વિના બીજો કોઈ જગત નો કર્તા છે જ નહિ અને એમ જાણે જે ..ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી..” એવી જેને ભગવાન વિષે સાકાર પણા ની દ્રઢ પ્રતીતિ હોય ને જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે……………એવી નિષ્ઠા વાળો જે સંત છે તેના પગ ની રજ ને તો અમે પણ માથે ચઢાવી એ છીએ અને તેને દુખવતા થકા મન માં બીએ છીએ અને તેના દર્શન ને પણ ઇચ્છીએ છીએ…

——– શ્રી સ્વામીનારાયણ ભગવાન -વચનામૃત ગઢડા પ્રથમ-૩૭——-

“નારદ મેરે સંત સે અધિક ન કોઈ….” જેવા સર્વોત્તમ પદો ને સ્વયમ શ્રીહરિ એ સમર્થન આપ્યું છે..પોતાનો રાજીપો બતાવ્યો છે. આવા સંત અને ભગવાન મળે એટલે જીવન કશું જ બાકી રહેતું નથી…એ જ વાત આજે -વિશિષ્ટ રવિસભામાં કરવામાં આવી…અને હૃદય ખુશ થઇ ગયું. એ સત્પુરુષ- એટલે કે આપણા ગુર -પ્રમુખ સ્વામી મહારાજ- કે જેમના શરણ માં ગયા પછી -હરિ અને અક્ષરધામ આપણા માટે સહજ બન્યું છે….એમના ચરણો માં લાખ લાખ વંદન…..

તો આજે રવિસભા નો ઇન્તઝાર…મન-તન-હૃદય ને રીચાર્જ કરવાનો…તરબતર કરવા નો ઇન્તઝાર પૂરો થયો….! થેન્ક્સ શ્રીજી….! ગયા રવિવારે હું રાજકોટ હતો અને આ રવિવારે બપોર સુધી- બરોડા માં….પણ જેવું કામ પૂરું થયું કે- તરત જ ઘરે ભાગવામાં આવ્યું…મારા હરિ માટે…..મારા હરિકૃષ્ણ માટે……!

પણ વાતાવરણ માં ભેજ ની બુંદો ભરપુર હતી અને ગમે ત્યારે ખરી પડે એવું લાગતું હતું, અને એવું જ થયું…..ચાલુ રવિસભા એ અમદાવાદ માં- આજે ધોધમાર વરસાદ પડ્યો……શ્રીજી જાણે કે હૃદય થી વરસ્યા…અને સત્સંગ ની સાથે સાથે ભીની ભીની બુંદો થી હરિભક્તો ભીંજાતા રહ્યા……અને રવિસભા આજે ખરા અર્થમાં “હૃદય”સભા બની રહી….

સમયસર મંદિરે પહોંચ્યો ત્યારે -મંદિર માં હરિભક્તો ની ભીડ જરા વધારે હતી- કારણ હતું…પ્રમુખ વરણી દિન ની વિશિષ્ટ રવિસભા….! આથી સર્વ પ્રથમ મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવામાં આવ્યા….

944402_534832993221340_1860798756_n

સભામાં ગોઠવાયા ત્યારે પુ.શુકમુની ના મધુરા સ્વરે ધુન્ય-કીર્તન -પ્રાર્થના ચાલી રહ્યા હતા…પુ.પ્રેમ્વાદન સ્વામી અને પુ. શુકમુની સ્વામી સગા ભાઈઓ છે અને બંને સંગીત-સ્વર માં અત્યંત પારંગત છે- એમના મુખે કીર્તન ને સાંભળવા એટલે કે હરિને તાદ્રશ્ય નિહાળવા……! “રહો ને સ્વામી આજ મારા હૃદય મંદિર માં…..” ગુરુ ભક્તિ ના રંગે રંગાયેલું આ કીર્તન -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ને તાદ્રશ્ય કરતુ ગયું…..ત્યારબાદ પુ.બ્રહ્મવિહારી સ્વામી જેવા વિધવાન અને પુ.સ્વામીશ્રી ના અત્યંત નિકટ ના સંત ના મુખે- “ગુરુભક્તિ” પર અદ્ભુત પ્રવચન રજુ થયું…….બ્રહ્મવિહારી સ્વામી ની ખાસિયત છે- અનુભવો-પ્રસંગો ને અદ્ભુત રીતે ગુંથી ને – શ્રોતાઓ ને અધ્ય્તામિક ઊંડાઈ સુધી લઇ જાવા……તો ચાલો જોઈએ અમુક અંશ…..

  • ૨૧-૦૫-૧૯૫૦ ના રોજ- આંબલી વાળી પોળ માં – શાસ્ત્રીજી મહારાજે -૩૦ વર્ષીય તેજસ્વી નવજુવાન શાસ્ત્રી શ્રી નારાયણસ્વરૂપ દાસ ને શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા ત્યારે – તેમણે કહ્યું કે…”અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારેય પસ્તાયો નથી..ને આ કાર્ય માં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે……મારે પસ્તાવું નહિ પડે …તમે એના દેહ સામું જુઓ છો…….હું તેના જીવ સામું જોઉં છું……”- જે આજે સ્પષ્ટ દેખાય છે…૯૦૦ થી વધુ વિધવાન સંતો- ( ૧૮૦૦% નો વધારો- ૧૯૫૦ અને ૨૦૧૩ વચ્ચે સરખામણી કરીએ તો..) અને ૧૨૦૦ થી વધુ મંદિરો( અધધ..૨૨૦૦૦% નો વધારો…૧૯૫૦ થી ૨૦૧૩ વચ્ચે) – પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અસ્તિત્વ માં આવ્યા છે….એમાં શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ શક્તિ અને પ્રમુખ સ્વામી મહારાજ ની શિષ્ય ભક્તિ દેખાય છે……
  • ડો.અબ્દુલ કલમ હોય કે…આર.કે લક્ષમણ જેવા તદ્દન નાસ્તિક માણસ…..બીલ ક્લીન્ટન હોય કે અટલાદરા નો એક અંધ હરિભક્ત…દરેક ના હૃદય ને સ્વામીશ્રી સ્પર્શ્યા છે……અરે આર .કે. લક્ષ્મણ તો સ્વામી નો હાથ પકડી ને નાના બાળક ની જેમ રડી પડ્યા હતા…….એટલું એમનું હૃદય ઉભરાઈ ગયું હતું.
  • સ્વામીશ્રી હરિભક્તો ને હમેંશા હૃદય માં રાખે છે…..પણ એ માટે આપણે એ યોગ્યતા લાવવા ની છે..એમને રાજી કરવાના છે…..
  • સ્વામીશ્રી એ જે આજે સંસ્થા નો વિકાસ કર્યો છે..એ એમના પ્રેમ..સ્નેહ અને અધ્યાત્મિક દિવ્યતા ને આભારી છે. એ અધ્યાત્મિક દિવ્યતા અને હૃદય ની શુદ્ધ પવિત્રતા વગર આ શક્ય જ નથી……સ્વામીશ્રી પોતાના સઘળા કર્યો નું શ્રેય પોતાના ગુરુઓ ને જ આપે છે……અને દરેક કાર્ય માં એમને જ આગળ રાખે છે……
  • ગુરુ આજ્ઞા અને ગુરુ રાજીપા વગર કશું જ શક્ય નથી. ….પ્રમુખ સ્વામી ને આજે પણ એમની ઓળખાણ પૂછો તો કહેશે….” હું -યોગીજી મહારાજ નો શિષ્ય”…..અદ્ભુત..અદ્ભુત…નિર્માની પણું ….શિષ્ય પણું…..
  • આપણી આ સંસ્થા શ્રીજી ની સંસ્થા છે…..ગુણાતીત પરંપરા ની સંસ્થા છે…..શાસ્ત્રીજી મહારાજ-યોગીજી મહારાજ ની સંકલ્પ ની સંસ્થા છે…..પ્રમુખ સ્વામી મહારાજ ની “ગુરુભક્તિ” ની આ સંસ્થા છે…..
  • રઘુવંશ માં કવિકાલિદાસ કહે છે એમ- આજે પણ સ્વામીશ્રી ના દર્શન માત્ર થી હરિભક્તો ના દુખ માત્ર નાશ પામે છે…….મન ના વિકાર ટળી જાય છે……મન નિર્મળ થઇ જાય છે…….એ જ અધ્યાત્મિક દિવ્યતા છે….

ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ પણ આ જ કહ્યું…..ગઢડા પ્રથમ ૩૭ પ્રમાણે – એક ભગવાન ને જ કર્તાહર્તા જાણે……અને એમના સાકાર પણા ની દ્રઢ નિષ્ઠા સમજે એ સંત તો ભગવાન ને પણ અતિશય પ્રિય છે……અને એવા જ સત્પુરુષ આપણ ને મળ્યા છે…..એમને સેવી લેવા એ જ આપણા કલ્યાણ નું…મોક્ષ નું…પરબ્રહ્મ ને પ્રાપ્ત કરવાનું કારણ બને છે….

સભાને અંતે અમુક જાહેરાતો થઇ……

  • ધોરણ-૧૦ અને ૧૨ માં ઉચ્ચ પરિણામ ધરાવતા વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ નું સન્માન થવાનું છે…..તા-૨૧-બપોર ૧૨ વાગ્યા સુધીમાં -જરૂરી પત્રકો સાથે શાહીબાગ મંદિર નો સંપર્ક કરવો…..
  • IAS-IPS જેવી ઉચ્ચ કારકિર્દી બનાવવા માંગતા યુવાઓ માટે- ઉચ્ચ અધિકારીઓ કે જેમણે આ પડવી હાંસિલ કરી છે -તેમના દ્વારા માર્ગદર્શન- આવતા શનિવારે -શાહીબાગ મંદિર કહતે સાંજે ૬-૮ – રાખવામાં આવેલ છે……
  • આર્ષ-ગાંધીનગર અક્ષરધામ ખાતે ૨૨/૬/૧૩  ના રોજ- સાંજે- ૪-૭ -પુ.બ્રહ્મવિહારી સ્વામી નું “તત્વજ્ઞાન-મનુષ્ય જીવનમાં” પર પ્રવચન છે…..

અંતે એક અદભુત લાભ સર્વ હરિભક્તો ને મળ્યો…….ફૂલડોલ ઉત્સવ પર સ્વામીશ્રી એ રંગ છાંટી ને પ્રસાદી ના કરેલ માળા ઓ ના મણકા સર્વ હરિભક્તો ને સ્વામીશ્રી ના સ્મૃતિ ફોટા સાથે -બધા ને આપવા માં આવ્યા…………..

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

પ્રસાદી નો મણકો અને સ્મૃતિ ચિત્ર

અંતે સ્વામીશ્રી ના પ્રમુખ વરણી દિન ની સારંગપુર ખાતે ઉજવણી નો વિડીયો બતાવવા માં આવ્યો…….

પ્રમુખ વરણી દિન ઉત્સવ-સારંગપુર

આજ ની રવિસભા- સાચા અર્થમાં ગુરુ ભક્તિ ના મહિમા ની સભા હતી…….પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની સભા હતી…….અને આ માટે જ…આપણા એ ગુરુ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન…….કે જેમણે આપણ ને શ્રીજી ની પ્રાપ્તિ- અક્ષરધામ ની પ્રાપ્તિ સહજ કરાવી…..બસ હવે ગુરુ-સ્વામી-શ્રીજી ને રાજી કરવા ના છે…..

શુભ રાત્રી……શ્રીજી ની ચેષ્ટા ના પદો સાથે…..

જય સ્વામીનારાયણ….

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s