Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૧૭

Leave a comment

બામુલાયજા હોશિયાર…….ફોટોનામાં ની સવારી પુનઃ આવી રહી છે……આ છે દુનિયા ને કેમેરા ની નજરે અને પોતાના  હૃદય થી સ્પર્શવા નો એક અખતરો…….તો- પછી વધુ કશું કહ્યા વગર બસ – આ અખતરો ચાલુ કરીએ…….

ગાંધી નું ગુજરાત :-)

ગાંધી નું ગુજરાત 🙂

આપણા લોકો ની એક ખાસિયત…..સરકાર -નવી નવી સેવાઓ શરુ કરી દે છે પણ – સમયાંતરે મેન્ટેનન્સ ની..કાળજી ની વાત આવે એટલે – એ સેવાઓ નો સરવાળો- શૂન્ય….! વોલ્વો બસ શરુ કરી પણ હાલ માં- તેની સીટો કે બાહ્ય પડખાં જુઓ તો ખબર પડે કે- એનું મેન્ટેનન્સ ક્યાં થાય છે…કરોડ-દોઢ કરોડ ની ગાડી..બિચારી….”bad non stop bar” જેવા ટીખળી અપભ્રંશ નામ પર આવી અટકી જાય છે. ( જો મેન્ટેનન્સ યોગ્ય રીતે કરવામાં આવે તો સરકારી બાબુ ઓ ને કમાવા ક્યાંથી મળે???) નોન સ્ટોપ બાર- અને એ પણ બેડ…! યાર અહિયાં કમસેકમ બાર ને તો ગુડ કરો……! 🙂

"અત્તરિયો" પંખો....

“અત્તરિયો” પંખો….

હમણાં રાજકોટ એક કોન્ફરન્સ માં જવાનું થયું……ત્યાં આગળ બફારો સખત, અને હવા ની કોઈ આવનજાવન નહિ…પણ એક અજીબ યંત્ર જોયું…પહેલા તો- એ પેલા રૂટીન ધમધમાટ પંખા લાગ્યા( જે કોઈ જમણવાર કે સભામાં જોવા મળે છે) ઉપરનો ભાગ તો સરખો જ પણ નીચે એક ટેંક ફીટ કરેલી, ટેંક માં ગુલાબજળ ભરેલું… અને એક છેડો પંપ સાથે જોડી ઉપર પંખા ની આસપાસ ઘૂમતી એક નળી માં ફીટ કરેલો કે જેના અનેક છિદ્રો દ્વારા ગુલાબજળ બહાર ફેંકાય અને પંખા ના પવન થી ચારેબાજુ જાય…..! યાર આઈડિયા ગમ્યો…….તેની આગળ ઉભા રહી ને- ગુલાબજળ ની ઝીણી ઝીણી બુંદો ના છંટકાવ ને માણવા માં આવી……દિલ બાગ બાગ થઇ ગયું….આઈડિયા તો આપણા ગુજરાતીઓ નો જ ને…! કે’વું પડે બાપુ…….લાયા….બાપુ…લાયા………

ગુજરાતી ભાષા નું ખૂન...??

ગુજરાતી ભાષા નું ખૂન…??

આજકાલ ની ટેકનોસેવી પેઢી- અંગ્રેજી માં sms કરે કે , whatsapp પર ચેટીંગ કરે……દરેક શબ્દ ને કાપકૂપ કરી ને ટૂંકો કરી નાખે…….અંગ્રેજી ભાષા અજીબ છે..આ બધી સગવડો એમાં મળી શકે પણ ગુજરાતી ભાષા માં કાપકૂપ શક્ય છે??  અને ધારો કે સમય-જગ્યા બચવવા કાપકૂપ થાય તો એનું પરિણામ શું આવે???  જુઓ ઉપર…….ભળતા-અર્થ થી જાણે કે આપની સમજણ પણ ટુંપાઈ જાય………! આથી- અનિચ્છનીય પ્રયોગ ન કરવા માં જ આપણું શાણપણ છે……કલ્યાણ છે….

સાર- જીવન ને સરળ રાખવું…નવા નવા પ્રયોગો કરવા પણ મૂળ તત્વ ને ભૂલી ન જવું….ભલે ને એ જીવન હોય કે સામાન્ય અખતરો…”આખરે હેતુ શુદ્ધ હોય તો જ કાર્ય સફળ થાય છે” એ યાદ રાખવું……અને જીવન ને સતત કેળવતા રહેવું……કારણ કે નવું શીખવામાં..જીવન ને કેળવવા માટે કોઈ ઉમર નથી હોતી…….કેળવાયેલું  જીવન જ ઉત્તમ…..

તો સત્સંગ ચાલુ જ રહેશે…….સાથે રહેજો…….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s