Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૩/૦૬/૨૦૧૩

Leave a comment

“….વળી શ્રીજી મહારાજે કૃપા કરી એમ વાર્તા કરી જે…”મુમુક્ષુ ને ઉત્કૃષ્ટ ગુણ ની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાન ની કથા વાર્તા સાંભળ્યા માં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગત નો અભાવ થાય તથા કામ,ક્રોધ,લોભાદિક દોષ નો નાશ થાય.અને જો કથા વાર્તા માં જેને આળસ હોય તેની કોર ની એમ અટકળ કરવી જે…”એમાં મોટા ગુણ નહિ આવે” અને શાસ્ત્ર માં નવ પ્રકાર ની ભક્તિ કહી છે તેમાં શ્રવણ ભક્તિ ને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યંત સર્વ ભક્તિ ના અંગ એને પ્રાપ્ત થશે…..”

—— ઇતિ વચનામૃતમ-ગઢડા અંત્ય-૨૪——

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ઘણીવાર હરિભક્તો ને કહેતા કે..” સદાયે કથા વાર્તા ચાલુ જ રાખવી….” અને ગઢડા મધ્ય ૪૯ માં સ્વયમ શ્રીજી કહે છે કે….એમને તો ભગવાન ની કથા,કીર્તન કે વાર્તા ..એમાં થી કોઈ કાલે મન ની તૃપ્તિ થતી જ નથી……” અને આ જ કથા વાર્તા નો ઈશક છે કે જેને કારણે આજે આપણો સંપ્રદાય નવપલ્લિત છે…..આગળ વધતો જ છે……દ્રઢ છે. રવિસભા- એ પણ કથાવાર્તા નું એક માધ્યમ છે-અને એના કારણે જ હું એને “મન-હૃદય-આત્મા નું રીચાર્જ” કહું છું……તો આજની રવિસભા આના પર જ હતી…..

આજે છે- અક્ષર પૂર્ણિમા અને ખગોળશાસ્ત્ર ની દ્રષ્ટી એ આજે “સુપર મુન” ની ઘટના ઘટી રહી છે…જેમાં આપણી પૃથ્વી થી સામાન્યતઃ 3,65000 કિમી દુર રહેલો ચંદ્રમાં આજ રાત્રી એ ૩,૫૬૦૦૦ કિમી પર આવવા નો છે અને લગભગ ૮% વધુ મોટો અને ૧૭% વધુ તેજસ્વી  લાગવાનો છે- તો પછી આજ નો દિવસ અને આજની રાત્રિ અને અલબત્ત આજની સભા ને સામાન્ય થોડી કહેવાય??? શ્રીજી નો રાજીપો પણ આજે અનંત ઘણો રહેવાનો જ……તો- આજે સમયસર મંદિરે પહ્નોચ્યો અને સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન કરવામાં આવ્યા…….આશ્ચર્ય ની વાત એ થઇ કે- ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ ને નવો ઓપ -અને વચ્ચે ના શિખર માં બિરાજમાન- અક્ષરપુરુષોત્તમ અને મહામુક્ત ની મૂર્તિઓ ને પણ નવો ઓપ આપવામાં આવ્યો છે……તો દર્શન અદ્ભુત થયા…..તમે પણ કરો…..

આજના દર્શન....

આજના દર્શન….

1013439_537587219612584_1772055537_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે- અમેરિકા ના યુવાન- યોગી દ્વારા અત્યંત મધુર સ્વર માં સ્વામીનારાયણ મહામંત્ર ની ધૂન થઇ રહી હતી…….ભગવાન અને એમને ધારણ કરનાર ગુણાતીત પરંપરા – એ સાચા અર્થમાં ભવતારણ છે એ ડગલે ને પગલે અનુભવાય છે……ત્યારબાદ- સંતકવિ અને ગવૈયા દેવાનંદ સ્વામી દ્વારા રચિત..”ઘનશ્યામ સાજન સુખકારી….” રજુ થયું…….શ્રીજી નું નામ- હરપળ-હરઘડી સુખ કારી જ છે…….જીવન માં એ જ એક સુખ છે જે- અસીમ છે….અનંત છે……કાયમ છે……..

ત્યારબાદ સભામાં- એક નવો પ્રયોગ થયો- કિશોરમંડળ ના કિશોરો માટે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન- રોજીંદી ચેષ્ટા ઓ પર આધારિત એક ક્વીઝ રાખવામાં આવી……સ્વામી કયા હાથે ગોળી ગળે છે કે- દંડવત કરતી વખતે કયો પગ આગળ કરે છે……એવા અનેક સુક્ષ્મ સવાલો પૂછવામાં આવ્યા……અદભુત પ્રયોગ હતો…..આપણે ભગવાન અને સત્પુરુષ ના દર્શન રોજ કરીએ છીએ પણ ઝીણવટ પૂર્વક નથી કરતા…એ હકીકત છે, અને આજે ઘણી નવી વાતો જાણવા મળી…..શીખવા મળ્યું……દર્શન નો માર્ગ મળ્યો……-સાથે સાથે આ ક્વીઝ માં વિવિધ ફોટા, અને કીર્તન ની ટયુન વગાડવા માં આવી…..સમગ્ર સભા ને અદ્ભુત લાભ મળ્યો….

કેદારનાથ-ઉત્તરાખંડ માં આજકાલ- જાણે કે આફત ના પર્વતો તૂટી પડ્યા છે-હજારો લોકો માર્યા ગયા છે તો હજારો હજુ લાપતા છે- આ સંજોગો માં અમદાવાદ થી ગયેલા ૨૬ સત્સંગીઓ નું એક ગ્રુપ મહારાજ-સ્વામી અને પ્રમુખ સ્વામી ની દયા થી કેવી રીતે આબાદ-નિર્વિઘ્ન બચી ગયા એનો અનુભવ એક હરિભક્તે કર્યો……..સાચી વાત છે- ઘણીવાર જીવન માં અમુક સંજોગો વખતે જ – મનુષ્ય ને પોતાની પામરતા અને શ્રીજી ની દયા નો અનુભવ થતો હોય છે….સવાલ છે- આપણે એમાંથી શું શીખી એ છીએ?

અંતે- સંતો દ્વારા -પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા મુજબ -સમગ્ર મંદિરો માં- રવિસભા ઓ માં- સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય- એ પીડિત લોકો  ની શાંતિ માટે કરવા માં આવી…..

ત્યારબાદ-પુ.પ્રિય સ્વરૂપ  સ્વામી એ એમના રસપ્રદ અંદાજ માં – વચનામૃત ના ગઢડા અંત્ય-૨૪ પર આધારિત પ્રવચન કરતા કહ્યું  કે…..

  • અખંડ કથા વાર્તા-હરિનામ-જીવ નો આધાર છે…..સ્વયમ શ્રીજી મહારાજ-ગુણાતીત પરંપરા એ અનેક વાર કહ્યું છે…..
  • જીવને- વિષય થી મુક્ત કરી- હરિ સાથે જોડવામાં- કથા વાર્તા જ અદભુત અને સહજ સાધન છે- પણ મોટાભાગ ના લોકો માટે  એ થોડુક કઠીન છે.પણ એના સિવાય છૂટકો જ નથી.
  • પૂર્વાશ્રમ માં ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી અનેક ગાઉં ચાલી ને રોજ રાત્રે -કથાવાર્તા માટે ભેગા થતા…….તો સ્વયમ શ્રીજી મહારાજ મધરાત્રે, બપોરે કે વહેલી સવારે…અરે બીમાર હોય છતાં પણ કથા વાર્તા કરતા રહેતા…..સંવંત ૧૮૬૧-૬૨, એમ એક વર્ષમાં- શ્રીજી મહારાજે- પ્રાગજી પુરાણી દ્વવારા સાત સાત વાર ભાગવત નું પારાયણ કરાવ્યું હતું…તો ગુણાતીતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિર માં ૮-૮ પુરાણી રાખ્યા હતા કે જે- અખંડ કથા વાર્તા નું સુખ ભક્તો ને આપ્યા કરતા……
  • આપણા શાસ્ત્રીજી મહારાજે તો એમની પાછલી અવસ્થા માં ડોક્ટર્સ ની સલાહ ને અવગણી- બાબુ કોઠારી ને કહ્યું હતું કે..” શ્રીજી મહારાજ ની વાતો કરતા આ દેહ જાય તો આ દેહ લેખે લાગે…….”
  • ભક્તચિંતામણી અને શ્રીહરિ લીલામૃતમ માં લખ્યું છે કે- જેમ પાણી મેલ ને દુર કરે છે એમ કથાવાર્તા હૃદય ના દોષ દુર કરે છે અને અંતઃકરણ શુદ્ધ કરે છે……..” જે જીવ ના કલ્યાણ નું કારણ બને છે…..

તો- હે સર્વ હરિજનો……..ભગવાન ની કથા વાર્તા નું અખંડ સુખ મેળવી લેવું…….અને એ જ પળ સાચું જીવન છે – એ યાદ રાખવું…..

ત્યારબાદ- ધોરણ- ૧૦ અને ૧૨ માં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરેલ તેજ્સ્વી વિદ્યાર્થી ઓ નું સન્માન થયું…….ગર્વ ની વાત છે કે- નવી પેઢી- સ્પષ્ટ છે…..સમજદાર છે…….અને અધ્યાત્મિક છે…….

ત્યારબાદ અમુક જાહેરાત થઇ…….

  • મોટી જાહેરાત- આવનારી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી-બોચાસણ માં થવાની છે…કોઈ એ સારંગપુર ન જવું……ગુરુ ની આજ્ઞા છે…..
  • આવતા રવિવારે- બાળમંડળ  માં થી કિશોર કે યુવક મંડળ માં પ્રવેશ માટે ની માહિતી આપતો- સાંસ્કૃતિક પ્રોગ્રામ આવતા રવિવારે શાહીબાગ મંદિર એ રાખેલ છે- સભા નો સમય…..માટે સર્વ એ હાજર રહેવું…..
  • ભગવાન સ્વામીનારાયણ ના જીવન પર અંગ્રેજી બુક પ્રગટ થઇ છે…..Bhagwan swaminarayan- A life saga…પ્રગટ થઇ છે….

તો- આજની સભાનો એક જ સાર- આ જીવ નું કલ્યાણ કરવું  હોય તો- એમાં જગત ની વાતો ન ઘાલવી……એમાં ભગવાન ને જ જોડવા…..સતત કથા વાર્તા, કીર્તન…..કે હરિ નું ધ્યાન – એ જ જીવ ના કલ્યાણ ના સાધન છે……ગોખી રાખવું…..

તો આજના “સુપર મુન” સાથે આપણા હૃદય ના પૂર્ણ ચંદ્ર -શ્રીજી ને દ્રઢ પણે  સાથે રાખવા……..

રાજી રહેશો….

જય સ્વામીનારાયણ

રાજ

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s