Raj Mistry's world

Me,my stories and world around….

પૂ.વિજ્ઞાનદાસ સ્વામી- અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ના લડવૈયા

Leave a comment

અક્ષર રૂપ થઇ ને એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી” …આ બ્રહ્મ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તરીકે ઓળખાય છે…..સમજાય છે……અને આ સિદ્ધાંત એ બ્રહ્મસત્ય નો સાક્ષી છે કે- અક્ષર રૂપ થયા વગર- પુરુષોત્તમ અર્થાત ભગવાન ની પ્રાપ્તિ શકય જ નથી…..તો અક્ષર રૂપ થાવું એટલે શું??? આપણા સંપ્રદાય મા – ગુણાતીતાનંદ સ્વામી ને અનેક વિદ્વાનો એ- સદગુરુઓ એ-હરિભક્તો એ  અને બધા થી ઉપર- સ્વયં શ્રીહરિ એ અનેક વાર – અક્ષર તરીકે ગણ્યા છે…..આ અક્ષર અર્થાત- સર્વોચ્ચ ભક્ત કે જ્યાં- ભગવાન સ્વયં નિવાસ કરી ને રહે છે……ધામી તરીકે રહે છે……અને  જેમ શાસ્ત્રો, વેદો-ઉપનીષદો કહે છે એમ જયારે ભગવાન કોઈ ચોક્કસ હેતુ સાથે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે પોતાની સાથે પોતાના રહેવાનું ધામ.અને મુકતો …ને સાથે લઇ ને જ આવે છે………..આમ ભગવાન શ્રી સ્વામિનારાયણ નું અવતરણ થયું ત્યારે એ- પોતે પોતાના ધામ- અર્થાત મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને મુકતો ની મંડળી ને લઇ ને આવ્યા…….આજે પણ આ સત્ય – આપણી આંખો સામે આપણે જોઈ શકીએ છીએ……..

તો આ થયો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત- અને આ એક સિદ્ધાંત ના જાણપણા-પ્રસાર-પ્રચાર અને તેના થકી અનંત જીવો ના કલ્યાણ હેતુ…….સ્વયં મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, પ્રાગજી ભક્ત, શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ, યોગીજી મહારાજ…….અને વર્તમાન કાળે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજે અનેક અપમાનો ,ભીડાઓ, કષ્ટો સહન કર્યાં….પણ જણ જણ સુધી આ બ્રહ્મ સત્ય પહોંચાડ્યું………..અને પરિણામે- આજે સમગ્ર દુનિયામાં- આજે  સર્વોપરી અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ના ડંકા ગુંજી રહ્યા છે……..આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના અનેક લડવૈયા ઓ મા શિરમોર લડવૈયા મા જો કોઈનું નામ લેવું હોય તો- જાગા ભક્ત, બાલમુકુન્દ દાસ સ્વામી, સાધુ વિજ્ઞાનદાસ, નિર્ગુણ દાસ સ્વામી, પ્રભુદાસ કોઠારી, બેચર ભગત, શંકર ભગત વગેરે ના નામ પણ લઇ શકાય અને એમનું યોગદાન…….એમણે કરેલા ત્યાગ અદ્રિતીય હતા……..આપણે બધા વિષે, આપણે પછી જાણીશું…….પણ આ વખતે વાત કરવી છે…….બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત ના પરમ શિષ્ય- સાધુ વિજ્ઞાન દાસ વિષે………

સાધુ વિજ્ઞાન દાસ અર્થાત ઠાસરા ના ગીરધરભાઈ….વડતાલ ના ૪-૪ પેઢી ના આચાર્યો ને પાસ કોઠારી રહી ચુકેલા -કોઠારી ગોરધન દાસ ના ભત્રીજા હતા……આથી વડતાલ સંસ્થામાં એમનાં માન-પાન વિશેષ હતા…..પણ જીવ પહેલે થી જ મુમુક્ષુ- આથી બાળપણ થી જ વચનામૃત ના ઊંડા અભ્યાસી……! ગોવર્ધન ભાઈ એ ઘણીવાર-એમને સંસ્થા ના વહીવટ મા ખેંચવા પ્રયત્ન કર્યો પણ એમનો જીવ તો એક હરિ મા જ રહ્યો……વડતાલ નું ૧૯ મુ વચનામૃત -એમને સ્પર્શી ગયું……એમાં જણાવ્યા મુજબ-જયારે- જીવ પૃથ્વી પર અવતરે છે ત્યારે ભગવાન ના અવતાર કે ભગવાન ના સાધુ આ પૃથ્વી પર વિચરતા હોય છે- જો જીવ ને એમની ઓળખાણ થાય તો એનું કલ્યાણ થાય…….” અને મન મા એક જ લગની લાગી કે -આજે ભગવાન ના એવા ભક્ત કોણ? અને આ જવાબ શોધવા- એ સંપ્રદાય ના અનેક મોટા-મોટા મંદિરો-મોટા સાધુ ઓ ને મળ્યા….પણ એમને સંતોષ ન મળ્યો…છેવટે- વડતાલ મંદિર પરત ફર્યા અને હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ સમક્ષ એક પગે ઉભા રહી રોજ જપમાળા-તપ શરુ કર્યું……ઘણા સમયબાદ- હરિકૃષ્ણ મહારાજે  સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું કે- તમે જે સાધુ ને શોધો છે- એ તો મહુવા ના પ્રાગજી ભક્ત છે…એના દ્વારા જ હું પ્રગટ છું……….પણ ગીરધરભાઈ ને એ માનવા મા ન આવ્યું અને હરિકૃષ્ણ મહારાજ ની વાત ની ખરાઈ કરવા- પુનઃ હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ આગળ જ તપ-માળા શરુ કરી……અને શ્રીજી એ પ્રગટ થઇ એ જ જવાબ આપ્યો…….અને આ સત્ય એમનાં મનો-હૃદય પર એવું તો જડાઈ ગયું કે- એ ભગતજી મહારાજ ની ભક્તિ અને નિષ્ઠા મા એકદમ ખોવાઈ ગયા……ભગતજી મહારાજ…..ભગતજી મહારાજ……બસ એક જ લગની લાગી…….અને એમની આજ્ઞા થી સાધુ થયા અને છડેચોક ભગતજી ને રાજી કરવા નો યત્ન કરવા લાગ્યા……એકવાર તો ભગતજી ના દર્શન કરવા -બોરીયાવી સ્ટેશન પર પોતાના ઉપવસ્ત્ર ભૂલી ને દોડ્યા……..અરે…કૌમુદી સિદ્ધાંત જેવા અઘરા વિષય ને મને-કમને- ભગતજી ની આજ્ઞા થી ભણ્યા……..એ પણ હૃદય થી…..સખત મહેનત થી……….! અત્યંત તીવ્ર વૈરાગ્ય ધરાવતા વિજ્ઞાન દાસ સ્વામી એ- ભગતજી ના મહિમા ની વાતો સર્વત્ર ફેલવવા ની શરુ કરી…….શાસ્ત્રીજી મહારાજ પણ વિગ્નાનદાસ સ્વામી પ્રત્યે એવા તે આકર્ષાયા કે આખા દિવસ ના સેવા કર્મ બાદ પણ- એમની વાતો સાંભળવા …..પ્રગટ સત્પુરુષ ની વાત સાંભળવા પીપળાવ થી સોજીત્રા -ચલતા ચલતા જઈ આખી રાત સત્સંગ કરતાં……..આમ કરતાં- શાસ્ત્રીજી મહારાજ અને વિજ્ઞાન દાસ સ્વામી ની મહાન જોડી બની અને સમગ્ર વડતાલ સત્સંગ મા -ભગતજી મહારાજ ના મહિમા ની વાતો છડેચોક ફેલાવા માંડી- જે વડતાલ સંસ્થા ને માફક ન આવ્યું…….અને છેવટે બંને ને અલગ કરવા ના હેતુ થી- વિજ્ઞાન દાસ સ્વામી ને દુર ખાનદેશ મા મોકલવા મા આવ્યા…..જ્યાં સત્સંગ ઘણો ઓછો અને ભગતજી ના દર્શન તો દુર્લભ થઇ ગયા…….વિજ્ઞાન દાસ સ્વામી ને તો જાણે કે હૈયું તૂટવા માંડ્યું…..અને એમણે પત્રો નો મારો- એમનાં જીવન પ્રાણ ભગતજી મહારાજ પર કરવા લાગ્યા…..પણ ભગતજી મહારાજ નો કોઈ જવાબ ન આવે ઉલટું….ભગતજી મહારાજ નો ક્યારેક એવો જવાબ આવે કે- (૧૨-૧૮૯૦)- “જોગ આપવો તે -સ્વામિનારાયણ ના હાથ મા છે……આચાર્ય ની આજ્ઞા મા રહેવું……..”.! વલોવાતા હૈયે પણ વિજ્ઞાન દાસ સ્વામી એ આખા ખાનદેશ ને ભગતજી ના મહિમા એ રંગી દીધો……અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના રંગે રંગી દીધા……….અને એવા તે રંગ્યા કે- ખાનદેશ ના હરિભક્તો- વહાણ દ્વારા મહુવા -ભગતજી ના દર્શન કરવા આવવા લાગ્યા……..વડતાલ સંસ્થા ના વહીવટ દારો જાગી ઉઠ્યા……આથી છેવટે- વિગ્નાનદાસ સ્વામી  ની બદલી છે ક છપૈયા કરવા મા આવી……જ્યાં એ ભગતજી નું સ્મરણ કરતાં…..કરતા…..અક્ષર પુરુષોત્તમ ની વાતો કરતાં કરતાં ધામ મા ગયા…….

ખાનદેશ – આજે પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને જીવે છે…..અને સારંગપુર ના મંદિર ના સુવર્ણ શિખરો માટે સુવર્ણ- ત્યાના હરિભક્તો એ દાન કર્યું હતું…..અને એ શિખરો આજે પણ વિજ્ઞાન દાસ સ્વામી ની ગુરુ ભક્તિ……..એમનાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે ના જીવન નું સાક્ષી છે…….

આપણી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ  સંસ્થા……આપણે હરિભક્તો…..સંતો…..આપણા ગુરુ…..ગુણાતીત પરંપરા અને સ્વયં શ્રીજી – સ્વામી વિજ્ઞાન દાસ સ્વામી ના આ અદ્રિતીય ભક્તિ ના સદાયે ઋણી રહેશે………….

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s