Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- તા ૩૦/૦૬/૨૦૧૩

Leave a comment

                                          “યુવકો તો મારું હૃદય છે……………………………………………………………….”

—- બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ—–

જેમ ગઈ રવિસભા માં જાહેરાત થઇ હતી એમ -આજ ની રવિસભા એ નવયુવાનો ને સમર્પિત હતી કે જે આજે- બાળ/કિશોર મંડળ માંથી યુવક મંડળ માં પ્રવેશ કરી રહ્યા હતા……ધોરણ- ૮ માં થી ધોરણ ૯ માં પ્રવેશ કરી રહેલા આ નવયુવાનો – આપની ગુણાતીત પરંપરા ના સંસ્કારો છે….આદર્શો છે…..કે જે સમજણ નો એક ઓર સીમાડો સર કરવા જઈ રહ્યા છે…..

આજે રવિસભામાં જરા મોડો પહોંચ્યો…..મેઘરાજા અમદાવાદ માં જરા રિસાઈ ગયા છે , આથી ગરમી હજુ પણ યથાવત છે …એસી ની ધ્રુજારી હજુ પણ સંભળાય છે…..મંદિરે સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન હૃદય ભરી ને કરવામાં આવ્યા…..છતાં સંતૃપ્તિ થતી જ નથી…ઈચ્છા થાય છે કે- દર્શન બસ કર્યા જ કરીએ…….પુ.શાસ્ત્રીજી મહારાજ અને પુ.યોગીજી મહારાજ ની મૂર્તિઓ રીનોવેશન ના કારણે વિસ્થાપિત કરવામાં આવી છે……જે ટૂંક સમય માં પુનઃ સ્થાપિત કરવામાં આવશે……તમે પણ કરો આજના દર્શન…..

આજ ના દર્શન....

આજ ના દર્શન….

સભામાં બેઠા ત્યારે- સંતો અને યુવકો દ્વારા ધુન્ય અને કીર્તન થઇ રહ્યા હતા -પુ.યોગીપ્રેમ સ્વામી ના સ્વરે કીર્તન..” પ્રાણી સ્વામિનારાયણ ગઈ એ રે…..” ચાલી રહ્યું  હતું…..અને માહોલ હરિમય બની રહ્યો હતો . ત્યારબાદ- યુવક મંડળ ના એક યુવક -વ્રજ શાહે- આપણી ગુણાતીત પરંપરા ના યુવકો પ્રત્યે ના સ્નેહ-પ્રેમ ના અનેક ઉદાહરણો-પ્રસંગો સભા ને સંભળાવ્યા….યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ માટે તો યુવકો જ એમનું હૃદય છે…એવા અનેક કિસ્સા અઆપને સાંભળ્યા છે- અનુભવ્યા છે. યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ- એમણે યુવકો ને પોતાના નિર્માની, નીસ્વાદ, નિર્મોહી અને નિષ્કામી , નિર્લોભી સ્વભાવ થી – પોતાની સાધુતા થી આકર્ષ્યા અને હરિ માં જોડ્યા…….પોતાના ભીડા અને તકલીફો સામે એમણે જોયું જ નથી……બસ એમણે યુવકો ને કલ્યાણ માટે નો સેતુ બનાવ્યા અને કલ્યાણ ના…શ્રીજી ના રાજીપા ના અધિકારી બનાવ્યા……..ઈતિહાસ આ પ્રસંગો નો સાક્ષી હમેંશા રહેશે………..

ત્યારબાદ તૈતરીય ઉપનિષદ પર આધારિત -યુવાની ની વ્યાખ્યા ને સુસંગત- એક નાટક પ્રસ્તુત થયું……વાસુદેવ ટાંક દ્વારા લેખિત- અદ્ભુત નાટિકા- “યુવાનો નો હાથ…પ્રમુખ નો સાથ” રજુ થયું……બાળમંડળ માંથી યુવક મંડળ માં પ્રવેશ કરી રહેલા એક કિશોર ને “સમય પુરુષ” એક અદ્ભુત ઉપદેશ આપે છે ..માર્ગ દર્શન આપે છે કે- યુવાની નો મતલબ શું? યુવાની નો ધ્યેય શું? ……જોઈએ એના અમુક અંશ…..

  • જીવન માં ૮ – “પ” અગત્ય ના છે……જે યુવાની નો એક અભિન્ન હિસ્સો છે- જે નક્કી કરે છે કે- યુવાની માં જીવન નો ઢાળ..કેવો હશે?  એ છે- ૧) પરિવર્તન- અર્થાત જુવાની માં..નવી સમજણ માં…સત્સંગ માં પરિવર્તન ૨)પ્રાપ્તિ- જીવન ના કયા પગલે- કયા પુરુષ ની પ્રાપ્તિ થઇ છે….. ૩)પ્રવેશ- અર્થાત- સત્સંગ પ્રવેશ…જીવન માં નવા વિચારો નો પ્રવેશ…. ૪) પુરુષાર્થ  ૫)પોષણ- હૃદય માટે…આત્મા માટે……૬) પ્રેમ- આપણા ગુરુઓ નો……અઢળક પ્રેમ જીવન ને ડગલે ને પગલે મળતો જ રહે છે……૭) પ્રસન્નતા- જીવન માં એક શ્રીજી અને સત્પુરુષ ની પ્રસન્નતા નો વિચાર જીવાય- એટલે કશું બાકી ન રહે……૮)પ્રચાર- પોતાને જે મળ્યું છે એને દુનિયામાં વહેંચવું….અર્થાત- આપણ ને મળેલું અક્ષર પુરુષોત્તમ નું અદ્ભુત સર્વોપરી જ્ઞાન- દુનિયાભર માં ફેલાવવા નું છે…એ જ પ્રતિજ્ઞા ડભાણ ખાતે- પ્રમુખ સ્વામી મહારાજે લેવડાવી હતી અને એ જ વાત શ્રીજી મહારાજે ગઢડા   ના વચનામૃતો માં ઘણી જગ્યા એ કહી છે…….
  • યુવાની ની પળો ને જો- યોગ્ય દિશા મળે…..પ્રવાહ મળે – તો એ પળો આત્મા ના કલ્યાણ માટે……જનકલ્યાણ માટે નું સાધન બને છે……

ત્યારબાદ- મારું પ્રિય ભજન- “સ્વામિનારાયણ….સ્વામીનારાયણ………” પર એક નૃત્ય યુવકો દ્વારા રજુ થયું……બાળ મંડળ  અને યુવકો  દ્વારા રજુ થયેલા આ નૃત્ય થી સમગ્ર સભા ડોલી ઉઠી………એક વાર તો મને પણ ઈચ્છા થઇ ગઈ કે- ચાલો આપને પણ સ્ટેજ પર જઈએ……અને આ અનંત યાત્રા નો- ભક્તિ નો એક હિસ્સો બની જઈએ……

ત્યારબાદ- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ -પ્રસંગોચિત ઉદબોધન કર્યું……..મૂળ શાસ્ત્રીજી મહારાજ દ્વારા શરુ થયેલો- યુવા પ્રવૃત્તિ નો એક વિચાર( આફ્રિકા વાલા મગનભાઈ ના સુપુત્ર- હરિકૃષ્ણ ભાઈ એ એક વાર સભામાં આ કહ્યું હતું……આંબલીવાળી પોલ એનું સાક્ષી છે) – યોગીજી મહારાજે અમલ માં મુક્યો અને એમણે ખુબ દાખડો  લઇ ને આ યુવા પ્રવૃત્તિ શરુ કરાવી………શરુ શરુ માં ઘણા ભીડા પડ્યા પણ યોગીજી મહારાજ ની સાધુતા અને પ્રેમ ની આગળ વશ થઇ- યુવાનો એ પોતાનું સર્વસ્વ એમને અર્પણ કર્યું…….આજે સંસ્થા માં ૯૨૦ થી વધુ સાધુઓ- આં પ્રેમ-સ્નેહ ના જ સાક્ષી છે…….! આ ગુરુઓ ને પોતાનો કોઈ અંગત સ્વાર્થ ન હતો- એમણે તો આ યુવાનો નું ભલું જ વિચાર્યું હતું……..આથી બાળપણ થી જ સત્સંગ ને જોડી રાખવો…… આજે આપણો યુવાન- એક આદર્શ કહેવાય છે……એના નૈતિક મુલ્યો બધા સ્વીકારે છે…….એ જ આ વાત નો સાક્ષી છે કે- યુવા પ્રવૃત્તિ સફળ છે…..આથી આપની કારકિર્દી ની સાથે સાથે સત્સંગ ને પણ જીવન માં અતુલ્ય સ્થાન આપવું…….

ત્યારબાદ- પુ.ઈશ્વરચરણ સ્વામી એ- એક ઓડીઓ સીડી- સંત વ્યાખ્યાન-૩ ને લોન્ચ કરી…..ઉદ્ઘાટન કર્યું……સાથે સાથે એમણે એ પણ વિનંતી કરી કે- આવતા રવિવારે સત્સંગ શિક્ષણ ની પરીક્ષા છે- તો બધા એ ખુબ તૈયારી કરી ને આવવું…….મહારાજ સ્વામી અને ગુરુ ને રાજી કરવા……

એક અન્ય જાહેરાત માં……

  • અમદાવાદ માં આજે- ૨૨૫ થી વધારે બાળ મંડળ ચાલે છે- એમાંથી ૧૦૦૦ જેટલા બાળકો- વિવિધ સત્સંગ પરીક્ષાઓ માં જોડાયા હતા…અને એમાં થી ૨૭૦ જેટલા બાળકો ઉતીર્ણ થયા……તો એમનું સન્માન આજે થયું હતું……એ બાળકો આવતા રવિવારે સત્સંગ-કીર્તન નો કાર્યક્રમ આપવા ના છે…..( આની સત્યતા ચકાસી લેવી…મંદિર માં સંપર્ક કરવો…)

તો- આજ ની સભા- જીવમાત્ર ના કલ્યાણ ની હતી……..યુવાની ના પગરવ ને અધ્યાત્મિક કાનો દ્વારા સાંભળવા ની હતી…….બસ – આપણે યુવાનો આમ જ સર્વોપરી અક્ષર પુરુષોત્તમ ઉપાસના અને સિધ્ધાંત માટે પોતાના જીવન ને આ પ્રવાહ માં જોડી દઈએ- એટલે શ્રીજી- સ્વામી અને આપણા ગુરુ રાજી થાય…..

સાથે રહેજો…….જય સ્વામિનારાયણ…

રાજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s