Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ-૦૫/૦૭/૨૦૧૩

Leave a comment

આજે ઘર થી…..મારા હૃદય થી  લગભગ ૨૭૦ કિમી દુર બેઠો છું……અને હોટલ ની બારી મા થી ડોકાતા હાથ વડે…વરસતી બુંદો ને અનુભવવા નો પ્રયત્ન કરી રહ્યો છું પણ……કદાચ એ મને ભીંજવી શકતી નથી…….ખેર..! જીવન નો અ પણ એક લય છે…રંગ છે…….તો આજકાલ…..દિવસો કેવા જાય છે?????

  • વરસાદી મહોલ હવે ખરેખર જામ્યો છે…….ગુજરાત માટે અને – ઉત્તરાંચલ ને છોડી ને -દેશ ના બાકી ના ભાગ માટે -ખુશી ના સમાચાર છે…….પણ ઉત્તરાંચલ ની યાત્રા મા- કુદરતી હોનારત નો ભોગ બનેલા યાત્રિકો માટે…..શ્રીજી ને પ્રાર્થના કરતો રહીશ……! એક સવાલ- આપણી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ- અને પોસ્ટ-કેલામીટી ( અર્થાત હોનારત પછી ની ) સિસ્ટમ- આટલી “ગરીબ” કેમ છે? ૧૧૦ કરોડ લોકો ના દેશ ને બસ ભગવાન ભરોસે જ છોડી દેવાનો?????? પ્રજાએ હવે ભીખ માંગવા ને બદલે…..સહાય ની રાહ જોવાને બદલે- જાતે લડતા શીખી  જવું પડશે……
  • નેટ-મોબાઈલ નેટવર્ક- બતાવે છે કે આપણે વિકાશશીલ દેશ નથી પણ ત્રીજી દુનિયા ના અતિ પછાત દેશ છીએ……..કંપની ઓ લખે કે ૩.૧ MBPS      ની સ્પીડ મળશે…..પણ ૩૦-૧૦૦-૧૫૦ કેબી થી વધતી જ નથી………યાર….આપણ ને સાચું  બ્રોડ-બેન્ડ ક્યારે મળશે????
  • મમ્મી નો આજે જન્મ દિવસ હતો……સવારે ફોન કરવામાં આવ્યો……અને શ્રીજી ને હૃદય પૂર્વક પ્રાર્થના કરવામાં આવી……એક જમાનો એવો હતો કે- બધા સાથે હતા…..ઉત્સવો-સાથે થાતા…….ઉજવણી સાથે થતી…….પણ હવે જોઈ શકો છો એમ સંબંધો- મોબાઈલ-નેટ પૂરતા જ સિમટી ગયા છે………..આપણે ખરેખર વિકાસ કર્યો છે કે પતન…????    સવાલ ઉભો છે……જવાબ ની રાહ જોવાય છે……
  • સુરત મા એક દુકાન છે……મારા સહકર્મી એ કહ્યું કે- ત્યાના “સરસીયા ખાજા પ્રખ્યાત છે……તીખા-મોળા-મેંગો ફ્લેવર ના ખાજા પર મરી-લીંબુ નાખી ને ખાવા ના…….બસ જલસા જ જલસા………..યાર….! આ સુરતી ઓ શું શું ખાય છે???? ખેર….લાસ્ટ ટાઈમ  અમે ગયા ત્યારે એ દુકાને ભયાનક લાઈન હતી…..આથી પાછા ફર્યા પણ આ સમયે- અમારું કામ થઇ ગયું અને -મરીવાલા તીખા ખાજા લેવામા  આવ્યા……….અને વરસાદી માહોલ વચ્ચે…( અને હા આ ખાજા માત્ર વરસાદ પડે ત્યારે જ મળે છે…..) લીંબુ નીચોવી ને એનો સ્વાદ લેવામાં આવ્યો……સાચું કહું તો- એ મને તીખા લાગ્યા………..જોઈએ રીના ને એ કેવા લાગે છે?     હવે ડુમ્મસ ના ટામેટા ભજીયા બાકી છે……..જોઈએ ક્યારે મેળ પડે છે? આ સિવાય- ગોપાલ નો લોચો( સીટી લાઈટ), સાઈનાથ ના ઢોસા( જુના બજાર-ટીમલીયા વાડ) નો ટેસ્ટ કરવામાં આવ્યો……..
સરસીયા ખાજા.......

સરસીયા ખાજા…….

  • રામપુરા ના -વડતાલ ગાદી દ્વારા સંચાલિત સ્વામિનારાયણ-લક્ષ્મીનારાયણ મંદિર ની મુલાકાત લેવામાં આવી…….સારા દર્શન થયા…….હરિભક્તો પણ ઉત્સાહી લાગ્યા……..અને આપણો દિવસ-સમય સુધરી ગયો…….સાથે સાથે પ.ભક્ત અરદેશર ઈરાની નો પાઘ વાળો પ્રસંગ…અને શ્રીજી મહારાજ ના સુરત વિચરણ ના પ્રસંગો યાદ કરવામાં આવ્યા………જય સ્વામિનારાયણ……..!
  • આજકાલ સારંગપુર મા પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ- ભરપુર સ્વાસ્થ્ય વચ્ચે…..સંતો-હરિભક્તો ને દર્શન  નો લાભ અઢળક આપી રહ્યા છે……એકવાર સારંગપુર જવાની ઈચ્છા છે………પણ સમય????
  • મારા દીકરા- હરિકૃષ્ણ ના દૈનિક રૂટીન મા હવે બદલાવ આવતો જાય છે…….તોફાન વધતા જાય છે…..હું અને રીના કન્ફયુઝ છીએ…….પણ ગુગલ ભાઈ મદદ મા છે….આથી માનસિક પરિવર્તન માટે તૈયાર છીએ……….જોઈએ….હરિકૃષ્ણ…અમારી કેવી પરીક્ષા લે છે?

તો- બસ- હવે તો આ શબ્દો…..આ કી-પેડ રૂપી કલમ…હૃદય….જીવ…..ઘર-રીના-હરિકૃષ્ણ તરફ જ દોડી રહ્યું છે…….કામ પૂરું થાય એટલી વાર……..પછી- પૃથ્વી ના એ છેડા ને આંબી જવું છે……..બાકી પછી શ્રીજી ની મરજી…..!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s