Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૦૭/૦૭/૨૦૧૩

Leave a comment

  “…પછી વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું જે..”વિષય ની નિવૃત્તિ થયા નું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વર ને વિષે પ્રીતિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે…”એક તો વિષય ની નિવૃત્તિ નું કારણ આત્મનિષ્ઠા છે  અને બીજું માહાત્મ્યે સહીત જે ભગવાન નું જ્ઞાન- તે છે……તેમાં આત્મનિષ્ઠા તો એવી રીત ની જોઈએ જે ..”હું ચૈતન્ય છું ને દેહ જડ  છે , અને હું શુદ્ધ છું ને દેહ નરક રૂપ છે,અને હું અવિનાશી છું અને દેહ નાશવંત છે…અને હું આનંદરૂપ છે અને દેહ દુખ રૂપ છે….એવી રીતે જયારે દેહ થકી પોતાના આત્મા ને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહ ને પોતાનું રૂપ માણી ને વિષય માં પ્રીતિ કરે જ નહિ…..”

—– ભગવાન શ્રી સ્વામીનારાયણ- સારંગપુર-૨—–

વરસાદી માહોલ ફરીથી જામ્યો છે અને સાથે સાથે ભક્તિ નો પણ….!  રથયાત્રા ને હવે બસ-ગણતરી ના દિવસો આડે રહ્યા છે અને જગત નો ધણી -એના ભક્તો ની ખબર કાઢવા સ્વયમ પોતે નગરયાત્રા એ નીકળશે અને હરિભક્તો ના મનોરથ પુરા કરશે……તો- આજની રવિસભા- આપણા શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ની એક લાક્ષણિકતા- ને લગતી હતી……અહિયાં- જ્યાં સત્સંગ અને સંસ્કાર -ગર્ભમાં થી જ બાળક ને મળે છે અને જે એના જીવન પર્યંત શ્રીજી-સ્વામી સાથે જોડી રાખે છે…….અદ્ભુત અદ્ભુત ……છે આ સત્સંગ….! તો આજે ગયા રવિસભા માં જાહેરાત થઇ એ મુજબ- બાળ મંડળ ની વિશિષ્ટ સિદ્ધિ ઓ ને બિરદાવતી સભા હતી……..યોગીજી મહારાજ દ્વારા શરુ થયેલી આ બાલ મંડળ ની પ્રવૃત્તિ- એ આજે દુનિયાભર માં અક્ષર પુરુષોત્તમ ના સિધ્ધાંત પ્રવાર્તાવા નું એક સબળ સાધન છે…સાથે સાથે આજે સત્સંગ શિક્ષણ પરીક્ષા પણ હતી…….તો- આજકાલ સત્સંગ નો માહોલ- વરસાદી માહોલ કરતા પણ ગહન જામ્યો છે……..ચાલો એમાં વિલાઈ જઈએ…..આજે રવિસભા નીચેના સભાગૃહ માં હતી…..

તો આજે સમયસર મંદિરે પહોંચી ગયા અને -સર્વ પ્રથમ આ જગત ના ધણી…..રુદિયા ના ધણી…મારા વ્હાલા ના વિસ્ફારિત નેત્રે દર્શન……..

1045048_542902119081094_773898819_n

સભામાં બેઠા- ત્યારે બાલ મંડળ દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય-કીર્તન થઇ રહ્યા હતા…..બાળકો નો મધુરો-મીઠો સ્વર જાણે કે સમગ્ર સભા ને બાંધી રહ્યો હતો….બ્રહ્માનંદ સ્વામી ના બે અદભુત કીર્તન- બાળકો દ્વારા રજુ થયા…….” અલબેલાજી મારે ઓરડે રે…આવો ને અલબેલા” અને “સુંદર શણગાર કરી ને સિંહાસન પર શોભે રે …….” રજુ થયું……..બધા ખુશ થઇ ગયા……વળી- આજે એક અદભુત સ્મૃતિ કરવામાં આવી….૭ મી જુલાઈ- ૧૯૯૮ , મંગળ વાર ના રોજ- ન્યુ યોર્ક ની લેનોક્ષ હોસ્પિટલ  ના ૧૦ માં માળે- પ.પુ.પ્રમુખ સ્વામી  મહારાજ ની સફળ બાયપાસ સર્જરી થઇ હતી……એ ઘટના ની યાદ માં- પુ.શુકમુની સ્વામી એ એક વિશેષ કીર્તન…” ઘણું જીવો હો જીવન આધાર…….નારાયણ સ્વરૂપ તમે…..” રજુ કર્યું…..! એક દમ સત્ય વચન…..પ્રમુખ સ્વામી મહારાજ ની લાંબી આવરદા માટે હરિભક્તો આજે પોતાના જીવન…પાથરી ને બેઠા છે….”પ્રગટ ને આધારે આપણો સત્સંગ” એ હકીકત છે…..અને આવા ગુરુ હોય- પછી આપણા મોક્ષ માં બાકી શું રહે?

ત્યારબાદ- આજે જે સત્સંગ શિક્ષણ પરીક્ષા થઇ- ( અમદાવાદ- ૧,૨,૩) તેમાં- હાજરી લગભગ ૯૨% નીઆસપાસ રહી……હરિભક્તો અને મુમુક્ષુ ઓ નો સત્સંગ પ્રત્યે નો લગાવ આના પર થી જ દેખાઈ આવે છે……સત્સંગ પરીક્ષા ના અઘરા સ્તરો- અને એની માટે ની તૈયારી – જ- આ ગહન પણ સહજ- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને સમજવા માટે ની એક સીડી પૂરી પાડે છે…..માર્ગદર્શક બને છે….

ત્યાર પછી- પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંતે- સારંગપુર -૧ ના વચનામૃત ને આધારે -વિસ્તૃત છણાવટ દ્વારા – સમજાવ્યું કે – દ્રઢ આત્મ નિષ્ઠા  અને વિષયો માં વૈરાગ્ય કઈ રીતે આવે? જોઈએ એના અમુક અંશ…..

  • ભગવાન ના સ્વરૂપ ને સમજવું…..એ પણ જ્ઞાન સહીત…તો જ એનો મહિમા સમજાય અને દ્રઢ સ્વરૂપ નિષ્ઠા..આત્મ નિષ્ઠા આવે…..અને એક ભગવાન માં જીવ જોડાય…….
  • પોતાને – ચૈતન્ય રૂપી આત્મા સમજવો…આ દેહ થી નોખો સમજવો……..પણ તે અત્યંત કઠીન છે……પણ જો સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ થાય….એનો સમાગમ થાય…તો જ આ” આત્મા” ના સ્વરૂપ નું જ્ઞાન થાય- અને તો જ પાંચ વિષય માં થી દુર જવાય….
  • કવિ દલપતરામ – જયારે ૮ વર્ષ ના હતા ત્યારે -૧૮૨૮ માં ગઢડા – પોતાના મામા સાથે ગયા હતા અને ત્યાં તેમણે- શ્રીજી મહારાજ નું એક અલ્ટકું અને એક વચન સાંભળ્યું હતું- જે એમના અંતર માં એવું તે જડાઈ ગયું કે- ૭૦ ૭૦ વર્ષ ના સંસારિક સુખ પછી પણ- એ લટકું..એ વચન..એ શબ્દો અને લહેકો…..એક દમ તાજા લગતા હતા……! આમ- ભગવાન ના દર્શન- એમના ચરિત્રો જો અંતર થી અનુભવવા માં આવે તો આજીવન- એ જીવ સાથે જડાઈ જાય છે- જે દ્રઢ આત્મનિષ્ઠા-સ્વરૂપ નિષ્ઠા નું કારણ બને છે…..અને એ જ દલપત રામે- શ્રીજી ના  એ પ્રેમ ને ખાતિર – એ આત્મ નિષ્ઠા ને ખાતિર પોતાના પરિવાર થી વિરોધ પણ સહન કર્યો છતાં- એ નિષ્ઠા માં ખોટ ન આવી…..બ્રહ્માનંદ સ્વામી દ્વારા ગવાતું..” સર્વે સખી જીવન જોવાને ચાલો રે…” અને ભૂમાનંદ સ્વામી દ્વારા -એમના પાંચ પર્શ્ન..( ભગવાન ના અવતાર ની જરૂર કેમ પડી? આગળ ના અવતાર પૂરતા ન હતા? અવતાર વગર આ કાર્ય ન થાય? નવા શાસ્ત્રો રચવા ની જરૂર શા માટે…શું આગળ ના શાસ્ત્રો ખોટા છે?….અને આ નિયમ ધર્મ વગર કર્મ કરીએ તો મોક્ષ ન થાય?) ના યથાર્થ જવાબ અપાયા……એ પ્રસંગો એ એમની નિષ્ઠા ઓર દ્રઢ કરી……
  • યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ- એમણે પોતાના શિષ્યો અને હરિભક્તો- ને આ જ સત્ય તરફ દોર્યા છે…..અને નિષ્કામ શુદ્ધિ કરી છે…હરિભક્તો ને એક ભગવાન માં જોડ્યા છે…

ત્યારબાદ- બાળ મંડળ દ્વારા તેમના સત્સંગ કૌશલ્ય નું પ્રદર્શન કરવામાં આવ્યું……લગભગ ૪૭૦ બાળ મંડળ ના હજારો બાળકો- આજે સત્સંગ માં એમનું અનેરું સ્થાન શોભાવી રહ્યા છે….૨૩ જેટલા બાળ મંડળો માં..” હું સ્વામી નો અને સ્વામી અમારા” વિષય પર અધિવેશન થયા ..અને આ જ બાળ મંડળો એ ઘરસભા જેવા અત્યંત અસરકારક પ્રયોગ ને અનેક ઘર સુધી પહોંચાડ્યો……એક પાર્થ મોદી નામના બાળકે ( કે જેણે ૭૦૦ થી વધુ પુસ્તકો વાંચ્યા છે અને મુખ્યમંત્રી મોદી દ્વારા “વાંચે ગુજરાત” માં બહુમાન પામ્યો છે) – “માં-બાપ નો આધાર” પર અદ્ભુત પ્રવચન એક વાર્તા દ્વારા કર્યું…….અત્યાર ના જમાના માં એક અત્યંત ધ્યાન ખેંચે એવો વિષય છે…..સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન અને છેવટે ઘર તૂટે અને વૃધ્દ માં-બાપ ને ઘર છોડવું પડે- એવું આજ ના કહેવાતા સત્સંગી ઓ ના ઘર માં પણ થાય છે…….યાદ રાખો- ” માં-બાપ ના અંતર દુખવી ને શ્રીજી ને ક્યારેય રાજી નહિ કરી શકાય….” આથી પહેલા શરૂઆત પોતાના ઘર થી કરો…..

ત્યારબાદ- વિવિધ બાળકો એ પોતાના મુખપાઠ, કીર્તન,બેપ્સ નો ઈતિહાસ કે પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પર અદભુત પ્રવચનો કર્યા………! હૃદય ખુશ થઇ ગયું…….અને સંતોષ થયો કે- આવનારી પેઢી ના હાથ માં આપણું ભવિષ્ય…આવનારું ભવિષ્ય સુરક્ષિત છે……

૧૦ મી- જુલાઈ એ – રથયાત્રા છે…..અને ત્યારબાદ- ગુરુ પૂર્ણિમા- જે બોચાસણ ખાતે થવાની છે……..રથયાત્રા ની ઉજવણી- આપણા શાહીબાગ મંદિર ના સ્થળે હમેંશ ની જેમ થશે……એવી આશા છે…..બાકી- આપણે તો ગુરુ મળ્યા…સ્વામી મળ્યા….શ્રીજી સાક્ષાત મળ્યા…પછી મનોરથ યાત્રા- કાયમ જ છે…….

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s