Raj Mistry's world

Me,my stories and world around….

કેરાલા ડાયરી-૧

Leave a comment

માર્કેટિંગ મા નોકરી કરવા ના ઘણા ફાયદા-ગેર ફાયદા છે……પણ આપણે આજે નકારાત્મક વાત નહી કરીએ અને માત્ર એક સકારાત્મક દ્રષ્ટિ થી જ જીવન ને…..આ રંગભુમી ને….કર્મ ભૂમિ ને નિહાળવા નો પ્રયત્ન કરીશું.  તો વર્ષ ૨૦૧૩ મા – આ વખતે જો પ્રથમ કોઈ દુર નો પ્રવાસ થયો હોય તે તે છે- કુમારાકોમ-કેરાલા નો પ્રવાસ. જ્યાં ભારત ની ભૂમિ ને મેઘરાજા સર્વ પ્રથમ સ્પર્શ કરે છે…….જ્યાં જીવન નદીઓ- નાળીયેરી ના ઉંચા વૃક્ષો વચ્ચે જીવાય છે…….એવી અદભૂત ભૂમિ પર નો આ પ્રવાસ -જગ્યા યોગ્ય હતો પણ સમય કદાચ ખોટો હતો…….કેમ? તો જોઈએ આ ડાયરી ના અમુક પાનાં…..

કેરાલા...કુમારાકોમ....આહા..જિંદગી......

કેરાલા…કુમારાકોમ….આહા..જિંદગી……

20130714_143948

  • કેરાલા જવું હોય તો સારામાં સારો સમય કયો? લગભગ મે થી શરુ કરી ને ઓક્ટોબર સુધી નો કહી શકાય…..અને જો કુદરત ની મજા લેવી હોય….જીવન ના રંગ માણવા હોય તો- ટ્રેન નો જ પ્રવાસ કરવો…….એ પણ સારા મા સારા કેમેરા સાથે….શોર્ટ્સ સાથે……બાકી અમદાવાદ થી કોચી/અર્નાકુલમ/કોચીન ની ઢગલાબંધ ફ્લાઈટ છે……તો અમે પકડી ટ્રેન…….
  • જયારે ટ્રેન મા નીકળ્યા ત્યારે અમદાવાદ કોરુંકટ હતું, પણ મુંબઈ-વલસાડ,સુરત તરબોળ હતા…..આથી સ્વાભાવિક છે એમ- અમે ૬ કલાક સુધી- અમદાવાદ સુરત વચ્ચે પડી રહ્યા…….આથી ઉત્સાહ જરા કરકરો થઇ ગયો…….પણ ટ્રેન વાળા એ લાજ રાખી અને અને અમે બીજા દિવસ ની મધ્ય રાત્રિ પર બે-ત્રણ કલાકે- અર્નાકુલમ ના ટાઉન સ્ટેશન પર ઉતર્યા ત્યારે- માત્ર ૩ કલાક જ – ટ્રેન લેટ હતી………
  • એક ખાસ વાત- આટલા લાંબા રુટ ની ટ્રેન હોવા છતાં- ટ્રેન ની પેન્ટ્રી-ફૂડ એક દમ બકવાસ હતા…..અને મારા જેવા વૈષ્ણવ-સ્વામિનારાયણ નિયમ ધર્મ નું પાલન કરતાં વ્યક્તિ માટે તો ઉપવાસ જ મોટું સાધન હતા…..થેન્ક્સ ટુ રીના- કે જેણે નાસ્તો ભરી આપ્યો હતો આથી બે દિવસ એના સહારે ચાલ્યા……..કોફી-ચા મળી એટલે જરાક ટેકો રહ્યો…….આથી જાગો- મુસાફરો જાગો….આ ઘટિયા બકવાસ રેલ્વે મેનેજમેન્ટ ને સુધારો……
  • ટ્રેન મા લેપટોપ અને મોબાઈલ ચાર્જીંગ માટે ના પોઈન્ટ માત્ર ગણતરી ના હતા…..અને એ પણ માત્ર ઉચ્ચ એસી ક્લાસ મા જ……હવે આ લોકો ને કઈ રીતે કહેવું કે- ભાઈ- લેપટોપ-મોબાઈલ ચાર્જીંગ વગર આજનો મુસાફર કઈ રીતે જીવી શકે????
  • ખેર….કેરાલા નું વાતાવરણ અદભૂત હતું…..અર્નાકુલમ થોડોક આરામ કરી ને -પછી- રિસોર્ટ ની ગાડી અમને કુમારાકોમ લઇ જવા આવી હતી……તો નીકળ્યા…….અને રસ્તા સાંકડા પણ લીલોતરી- નદીઓ-બોટ હાઉસ એટલા બધા કે- દિલ બાગ બાગ થઇ ગયું…….અને એથી પણ સારો અનુભવ થયો- રિસોર્ટ મા- The Zuri resort and spa- અદભૂત રિસોર્ટ છે…….જેણે રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય કક્ષા એ અનેક એવોર્ડ મળેલા છે…….જે એની સર્વિસ- સ્થળ-સગવડ જોઈને જ સાર્થક લાગ્યું……….એક દમ શાંતિ-મન ની શાંતિ નો ગાઢ અનુભવ થયો……….થેન્ક્સ શ્રીજી……આવી પળો આપવા બદલ….!
  • અમારા માટે રિસોર્ટ અને અમારી એક એજન્સી તરફ થી કેરાલા ની પ્રખ્યાત માર્શલ આર્ટ – કલાયારીપત્તું કે કલારીપયાત્તું – નું આયોજન થયું હતું……જાણી ને આનંદ થયો કે આ માર્શલ આર્ટ ના ઉત્તર પંથ મા થી- ચીન ની હાલ ની માર્શલ આર્ટસ નો જન્મ થયો હતો……..ચીને એ વિકસાવી અને આપણે????  મોહિની અટ્ટમ ને કથકલી ના નૃત્ય પ્રોગ્રામ જોઈને- ગર્વ થયો કે- આપણે ભારતીયો- કળા-સાહિત્ય મા કેટલા આગળ છીએ…….બસ જરૂર છે- દુનિયા ના દરેક ખૂણે એને પહોંચાડવા નું…….
  • શ્રીજી માટે- એમને એક પળ પણ વિસરવા મા ન આવ્યા…..અને ક્યારેય નહી આવે- એ બ્રહ્મ સત્ય હવે જીવન ના પળેપળ મા વણાઈ ગયું છે……..રસ્તા મા- ધોધમાર વરસાદ વચ્ચે- ટ્રેન ની બર્થ પર- સ્વામી શ્રી નિર્ગુણ દાસ- પુસ્તક વાંચવા મા આવ્યું……..પૂ. વિવેક્પ્રીય સ્વામી દ્વારા લિખિત-સંકલિત પુસ્તક ના એક એક પાના જેમ જેમ ખુલતા ગયા…એમ એમ……સર્વોપરી શ્રી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત,ભગતજી મહારાજ,  શાસ્ત્રીજી મહારાજ, શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા……ના અદભૂત ઇતિહાસ…..નિર્ગુણ સ્વામી ના અદભૂત ..અકલ્પનીય ભીડા……જ્ઞાન…..નિષ્ઠા નો અનુભવ થતો ગયો……અને ખ્યાલ આવ્યો કે- જે સંસ્થા સાથે આપણે સંકળાયેલા છીએ એ કઈ જેવી તેવી સંસ્થા નથી……એ સ્વયં એક સિદ્ધાંત છે…..એ સ્વયં પ્રગટ હરિ નું જ્ઞાન સ્વરૂપ છે……..થેન્ક્સ અગેઇન શ્રીજી….સ્વામી- નિર્ગુણ સ્વામી…….! શત્ શત્ વંદન….આ મહાપુરુષ ને……..
  • આ ફાઈવ સ્ટાર- રિસોર્ટ મા માત્ર એક વાત ખૂંચી……..અહિયા જૈન કે સ્વામિનારાયણ ફૂડ- ની કોઈ ને સમજણ જ નથી પડતી…….આથી શેફ ને મળવામાં આવ્યું- ૧૦-૧૫ મીનીટ સમજાવવા મા આવ્યું…..અને પછી જઈને- મનગમતું ફૂડ મળ્યું……..

તો હજુ એક બે દિવસ કુમારાકોમ- કોટ્ટયમ મા જ છીએ…….પછી- પુનર્ગમન- ધરતી ના છેડા તરફ…..મારા હૃદય તરફ…….જ્યાં કોઈક મારી રાહ જુએ છે…….ઉંબરે ઉભું ઉભું…………….! હરિ-હરિકૃષ્ણ- મારા થી એક પળ પણ જુદા નથી થયા………..એ સત્ય કાયમ રહશે……

સાથે રહેજો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s