Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા-૨૧/૦૭/૨૦૧૩

1 Comment

“गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवोमहेश्वर 

गुरुसाक्षात् पर:ब्रह्म तत्समैश्रीगुरुवे नम: “

“गुणातीतं गुरुम प्राप्य ब्रह्म रूपं निजत्मन :

विभाव्य दास भावें स्वमिनारायानम भजे “

તો આજે બે રવિવાર ના અંતરાલ બાદ- રવિસભા માં જવાનો અદ્ભુત મોકો મળ્યો…..સંસાર અને એની ઝંઝાળ- હરિનામ માં રુકાવટ બનતી જાય છે- પણ આપણે રહ્યા ગૃહસ્થ આથી સંસાર માં રહી ને જ હરિ ને ભજવા ના છે અને તેથી જ આવા પડકાર નીતનવા આવ્યા જ કરવાના…..! પણ આજે ઘરે મહેમાન હોવા છતાં- બધું સમુસુતરું પાર ઉતર્યું અને હું મંદિરે પહોંચી ગયો……મારા સદનસીબે- આજે રવિસભા- આવતીકાલ ની ગુરુ પૂર્ણિમા ની પ્રતિક રવિસભા સ્વરૂપે હતી….આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે- અર્થાત- આપણા જીવ ના ઉધ્ધારક…આપણ ને કલ્યાણ નો..મોક્ષ નો માર્ગ બતાવી આપણ ને તારનાર…હરિ ની પ્રાપ્તિ કરાવનાર …. ગુરુ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરવા નો  મહાઉત્સવ…..! તો આ પ્રસંગે- આપણા ગુરુહરિ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ચરણો માં સહસ્ત્ર સહસ્ત્ર વંદન……બસ સ્વામીબાપા આમ જ રાજી રહેજો…..અને અમે તમને રાજી કરી શકી એ એવા આશીર્વાદ આપજો…….

તો સૌપ્રથમ મંદિરે, પહોંચ્યા બાદ મારા વ્હાલા ના દર્શન…..અને પ્રાર્થના- મારા ગુરુ….મારા તારણહાર ના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના……..

આજના દર્શન....

આજના દર્શન….

સભામાં ગોઠવાયા ત્યારે યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય- અલગ અંદાજ માં જ ગવાઈ રહી હતી…..જે હૃદય ને સ્પર્શનાર હતી…..ત્યારબાદ એક યુવક દ્વારા અદ્ભુત અવાજ અને રાગ માં- મારું એક પ્રિય પદ ગાવવા માં આવ્યું…..”બડા વિકટ યમઘાટ……ગુરુબીન કૌન બતાવે ઘાટ…” …..અદ્ભુત વચન…..સત્ય વચન…ગુરુ ની જરૂરીયાત શું?  પોતાની જાતે જ શાસ્ત્રો વાંચી ને- અહંબ્રહ્માસ્મિ  ન થવાય? શક્ય જ નથી…..અધ્યાત્મ નો પથ અત્યંત વિકટ છે…….માત્ર શાસ્ત્રો જ એમાં કામ નથી લાગતાં……..એમાં સદગુરુ ના આશીર્વાદ..માર્ગદર્શન ભળે તો જ આ માર્ગ સમજાય છે…..ધ્યેય સુધી પહોંચાય છે…….! ત્યારબાદ વિવિધ સંતો દ્વારા “ગુરુ મહિમા” વિષે સુંદર છણાવટ વિવિધ પ્રસંગો દ્વારા કરવામાં આવી……જોઈએ અમુક અંશ…..

  • પુ.યોગીનંદન સ્વામી એ કહ્યું કે….આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના વિવિધ પ્રસંગો દ્વારા સમજાવ્યું કે- સ્વામીશ્રી માટે- એક ભગવાન જ બધાના કર્તાહર્તા છે..આથી જ એ વિકટ સ્થિતિ ઓ માં પણ સ્થિર રહી શકે છે ..ભગવદ ગીતામાં ભગવાને કહેલી- સ્થિતપ્રજ્ઞતા સ્વામી માં દેખાય છે- કારણ કે સ્વામી માને છે કે- આ બધું ભગવાન માટે જ થાય છે…..ભગવાન દ્વારા જ થાય છે…..તો પછી ફિકર કાય કી???
  • પુ.વિવેકશીલ સ્વામી એ કહ્યું કે- દરેક સ્થિતિ માં “સમત્વ” એ સ્વામીશ્રી નું ખાસ લક્ષણ છે…..ભલે ને એ કોઈ હરિભક્ત હોય કે- કોઈ માંન -અપમાન ની સ્થિતિ…..સ્વામીશ્રી સદાયે સ્થિર જ રહ્યા છે…..સહેજે ડગ્યા જ નથી- કારણ કે એમને- શ્રીજી પર સંપૂર્ણ વિશ્વાસ છે…..

ત્યારબાદ સંતો ના મુખે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું એક પદ ગવાયું….. “એનું નામ અમર થાશે….ઈતિહાસ માં ગવાશે….પ્રમુખ સ્વામી ગુરુ મારા…” ને સભાએ પણ એની સાથે તાલ મેળાવ્યો……આજે ઈતિહાસ માં સોનેરી અક્ષરે દર્જ થઇ રહ્યું છે કે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજે- પોતાના ગુરુ ઓ ના સંકલ્પ ને સાકાર કરી બતાવ્યા છે…….શ્રીજી ના નામ ને દિગંત માં ગજવ્યું છે……

  • પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ – ભગવાન અને ગુરુ પાસે -શરણાગતિ ના અદભુત ભાવ વિષે- છણાવટ કરી….એમણે ૪ મુદ્દા કહ્યા…કે સ્વામીશ્રી ના જીવન માં એ સુપેરે દેખાય છે… ૧) પ્રાર્થના- મુશ્કેલી કે વિપરીત પરિસ્થિતિ માં સ્વામીશ્રી એ હમેંશા ભગવાન ને પ્રાર્થના …..ને જ સાધન ગણાવ્યું છે…..અને એ જ આજ્ઞા કરી છે…. ૨) ભગવાન રક્ષા કરશે જ- એવો દ્રઢ વિશ્વાસ……એ હશે તો શ્રીજી જરૂર પડખે રહેશે… ૩) જીવન ના દરેક કાર્ય-ક્રિયા માં – એક ભગવાન ને જ પ્રધાન પણું – આ અગત્ય ની વાત છે- તમે પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન જુઓ…..ભગવાન સિવાય એમના જીવન માં કઈ જ દેખાશે નહિ…… બધું એની સાક્ષી એ જ થાય છે…… ૪) ભગવાન માટે અનન્ય દાસત્વ પણું – સ્વામીશ્રી એ આ નિયમ- જીવી જાણ્યો છે…..પોતાને હમેંશા “શ્રીજી ના દાસ” તરીકે જ ઓળખાવ્યા છે……….
  • પુ.ધર્મતીલક સ્વામી- સ્વામીશ્રી – ભગવદ ગીતા માં વર્ણવેલા-ઉપનીષદો માં વ્યાખ્યાયિત અને શ્રીજી દ્વારા દર્શાવેલા -પાયા ના નિયમ- “કંચન કામિની” થી મુક્ત- ત્યાગી જીવન પળેપળ જીવ્યા છે……એની ખુમારી આજે એમના જીવન પર આપણ ને દેખાય જ છે……..કોઈ લોભ લાલચ નહિ…સ્વાર્થ નહિ…..કોઈ અનુરાગ નહિ…..બસ- એક હરિ ..અને એના રાજીપા માટે જ જીવી ગયા છે…..

ત્યારબાદ એક અવિસ્મરણીય વિડીયો રજુ થયો….પ્રમુખ સ્વામી મહારાજ ના જુના વિડીઓ પ્રવચન નો એક ભાગ- જેમાં સ્વયમ તેમણે- પોતાના ગુરુઓ ના અમુક પ્રસંગો કહ્યા- તે રજુ થયો…….મને ખુબ ગમ્યો…..સ્વામીશ્રી ની નિર્દોષતા…નિખાલસતા…ગુરુ આજ્ઞા…..ખુબ જ પ્રભાવક હતી….. ! શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા હોય કે- પુ.યોગીજી મહારાજ ની આજ્ઞા- સ્વામીશ્રી એ એ નિભાવી જ છે……આથી જ એ બંને ગુરુઓ નો રાજીપો- એમના પર સદાયે રહ્યો છે…….એક આદર્શ શિષ્ય તરીકે- સ્વામી શ્રી આપણ ને શીખવે છે કે- શિષ્ય કઈ રીતે થવાય……??? હવે જવાબ આપણા હાથ માં છે……

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ……..

  • ગુરુ પૂર્ણિમા ની ઉજવણી- બોચાસણ પુ.મહંત સ્વામી અને અન્ય સદગુરુ સંતો ની હાજરી માં થવાની છે…….સારંગપુર માં કોઈ જ ઉજવણી નથી……
  • પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ઉદ્બોધિત – વચનામૃત નો ઓડીઓ સંગ્રહ- mp3 ફોર્મેટ માં- અમૃતવાણી સંપુટ- ૧૬ -તરીકે પ્રગટ થયો છે…..જે ખરીદવામાં આવ્યો……
  • તો “સોનેરી અવસર આવ્યો રે…” -એક mp3 રજુ થઇ- જેમાં- અત્યાર સુધી ના વિવિધ ઉત્સવો ના કીર્તન ગાન સંગ્રહિત છે…..

તો- બસ આજની સભા ના અંતે- શ્રીજી સ્વામી ને પ્રાર્થના કરીએ કે- આપણા ગુરુ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના રાજીપા માટે જીવી શકીએ…..એમની આજ્ઞા એ વશ થઇ વર્તીએ..એમણે આપેલા નિયમો નું પાલન કરી- શ્રીજી સુધી પહોંચી શકીએ….એ જ પ્રાર્થના….

“શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો……

શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભય ની કૃપા તણું પાત્ર છો…..

ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો….

નારાયણ સ્વરૂપ દાસ ગુરુ ને સ્નેહે જ વંદુ અહો……..”

આપણ ને મળ્યા- એ ભગવાન અને ગુરુ પરંપરા સર્વોચ્ચ જ છે………બસ હવે આપણે એમનાં રાજીપા માટે જીવવા નું છે.

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા-તા-૨૧/૦૭/૨૦૧૩

  1. Jay swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s