Raj Mistry's world

Me,my stories and world around….

કેરાલા ડાયરી-૨

Leave a comment

આમ તો કેરાલા થી પરત આવ્યે અમુક દિવસો વીતી ગયા છે પણ, કેરાલા-કુમારાકોમ-કોટ્ટયમ ની એ તંગ, ભીની ગલીઓ હજુ દિલોદિમાગ મા થી હટતી નથી. તો કેરાલા ડાયરી ના આ અંતિમ ભાગ મા શું જોઈશું???

  • કુમારાકોમ ના જલીય પ્રદેશ મા થી નીકળી લગભગ ૧૫ કિમી દુર એવા કોટ્ટયમ શહેર મા જવામાં આવ્યું કે જ્યાંથી અમદાવાદ માટે અમારી સીધી ટ્રેન ત્યાંથી હતી. કોટ્ટયમ મૂળ રીતે ટેકરા પર વસેલું શહેર છે અને સૌપ્રથમ શહેર છે- ભારત નું કે જ્યાં- ૧૯૮૬ મા જ ૧૦૦% સાક્ષરતા નો દર હાંસિલ કરવામાં આવ્યો હતો……આથી આ શહેર ને “સાક્ષર નગરી” પણ કહેવાય છે……મલયાલય મનોરમા ની હેડ ઓફીસ અહિયા છે……હવે એ ન પુછશો કે આ “મલયાલય મનોરમા” શું છે???? અહિયા ક્રિશ્ચયન સમાજ ઘણો મોટો છે અને ચર્ચ પણ ખુબ સારા છે…..જોવા લાયક છે…..તો આપણા હિન્દુઓ માટે- શબરીમાલા જેવું પ્રખ્યાત સ્થળ નજીક મા જ છે……
ગુડ શેફર્ડ ચર્ચ- કોટ્ટયમ

ગુડ શેફર્ડ ચર્ચ- કોટ્ટયમ

  • અહિયા પણ ગુગલ ભાઈ અમને કામ લાગ્યા…….પણ યાર એક વાત ની ખબર નથી પડતી….કે કેરાલા ની બજેટ હોટલ્સ મા- ટોવેલ અને બેડ શીટ કેમ આપવા મા નથી આવતી??? મારે તો રીતસર નો ઝઘડો કરી ને એ લેવી પડી………અજીબ લોકો છે આ તો….! તો- ગુગલ ભાઈ ની મદદ થી પ્યોર શાકાહારી હોટલ શોધવા મા આવી…..પણ ત્યાં પણ હલાળા…! એ લોકો ને અંગ્રેજી પણ ન આવડે ને હિન્દી પણ ન આવડે……હવે કઈ રીતે સમજાવવું કે- ભાઈ અમારે જમવામાં અમુક વસ્તુ જ જોઈએ છે? છેવટે કશું ન સુઝતાં ઢોસા( જેણે એ લોકો ઢોસાઈ….કહે છે) અને ઈડલી જ કામ મા આવી…..પણ હોટલ શોધતા  ચાલી ચાલી ને થાકી ગયા……
  • હોટ ચીપ્સ વાળા ઠેર ઠેર જોવા મળ્યા……પણ ભાવ તો આપણા અમદાવાદ કરતાં પણ વધારે…..આથી એ નશ્વર….કોપરા ના તેલ મા તળેલી વસ્તુ માટે ચિત્ત બગાડવા મા ન આવ્યું………
  • વળતી વખતે- ત્યાના રેલ્વે સ્ટેશને સારો અનુભવ થયો…..એની કેન્ટીન મા -અફલાતુન ઢોસાઈ….ઈડલી….વડાઈ……..વ્યાજબી ભાવે….આપણી અનુકુળતા મુજબ મળતાં હતા…..તે તેનો ભરપુર લાભ ઉઠાવવા મા આવ્યો…..સાથે સાથે ધોધમાર વરસાદ અને ગરમાગરમ કોફી…….! ( હા…કોફી…અહિયા સાર્વત્રિક મળે છે……..એ પણ સારી…)
  • બીજા દિવસે તો નિર્જળા એકાદશી હતી- આથી છે ક ઘર સુધી….પાણી કે અન્ય ખોરાક ની કોઈ માથાકૂટ ન હતી…….આભાર શ્રીજી….! જે હરીદયા થી હેમખેમ રીતે ઉજવાઈ….અને ઘરે પહોંચ્યા પછી તો સુખ જ સુખ…..જાણે કે બ્રહ્માંડ નું સુખ મારા દીકરા હરિ ના નિર્દોષ ખીલખીલાટ હાસ્ય મા જ સમાઈ ગયું…….હરિ જાણે કે પ્રગટ મળ્યા…..!

તો  હવે કેરાલા- વિથ ફેમીલી જવામાં આવશે…..પણ ટ્રેન મા આટલો બધો સમય બગાડવા મા નહી આવે…..અને આપણા અનુકુળ ભોજન મળી રહે એવો જ પ્રબંધ કરી ને જવામાં આવશે…….ત્યાં સુધી અલવિદા….કેરાલા….!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s