Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૨૮/૦૭/૨૦૧૩

Leave a comment

“મહારાજ ની કહેલી વાત કરી જે …મહારાજ કહે જે…” કરોડ વહાણે કરી ને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવાર્યું ભરવી છે એટલા જીવ નું કલ્યાણ કરવું છે. તે એટલા જીવ નું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો જે , અમારું દર્શન કરે તેનું કલ્યાણ…….વળી એમ વિચાર કર્યો જે , અમારું દર્શન તે કેટલાક જીવ ને થશે? માત્ર એ અમારા સાધુ ના દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો જે , સાધુ નું દર્શન પણ કેટલાક જીવ ને થાશે? માટે અમારા સત્સંગી નું દર્શન કરે તેનું પણ કલ્યાણ ; ને સત્સંગી ને જમાડે , ને એનું જમે , ને સત્સંગી ને પાણી પાય, ને એનું પાણી પીએ તે સર્વ નું કલ્યાણ કરવું છે….”

———— મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો- ૧/૭૨——-

અદભુત…….અદભુત………આપણે કેટલા સદભાગી છીએ કે- આપણ ને મળ્યા …આપણા ધણી….સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામીનારાયણ ભગવાન જીવ માત્ર ના કલ્યાણ નું કેટલું બધું વિચારે છે?  એક સત્સંગી ના દર્શન માત્ર થી જો કલ્યાણ નો કોલ મળતો હોય તો એનાથી મોટા ભાગ કયા???  કોટિ કોટિ દંડવત …મારા વ્હાલા ને……! તો આજ ની રવિસભા નો- આજનો મુખ્ય સાર આ જ હતો……જીવમાત્ર નું કલ્યાણ…….અને એના માર્ગ..!

આજે મેઘરાજા ની ઝરમર ધીમી ધારે ચાલુ જ હતી અને અમદાવાદ ના માર્ગો પર પાણી ભરાયેલા હતા….છતાં ભીંજાતા ભીંજાતા યે મંદિરે સમયસર પહોંચવામાં આવ્યું…..અને શ્રીજી-સ્વામી અને હિંડોળા ના અદ્ભુત દર્શન કરી ને- હૃદય ખીલી ઉઠ્યું……હિંડોળા કેટલા પ્રકાર ના બની શકે? કલાત્મકતા ની સાથે સાથે હૃદય ના ભાવ પણ એમાં ભળે તો- મારો હરિ- એમાં જરૂર ઝૂલે….! તમે પણ કરો આજ ના દર્શન…..

ફૂલન કે હિન્ડોરે.....ઝૂલે ધર્મ કુમાર....

ફૂલન કે હિન્ડોરે…..ઝૂલે ધર્મ કુમાર….

સભામાં આજે વરસાદી મૌસમ ને કારણે હરિભક્તો ની સંખ્યા જરાક ઓછી હતી, પણ સભાનો માહોલ એજ ઉત્સાહિત હતો….હમેંશ ની જેમ યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થયી અને ત્યારબાદ મને ગમતુ એક કીર્તન..” કે આવો મારા મોહન મીઠડાલાલ …કે જોઉં તારી મૂર્તિ રે લોલ…” એક અલગ જ અંદાજ અને રાગ માં ગવાયું…….”હરિ કથા…..” કોઈપણ રાગ માં હોય પણ એ હૃદય ને ગમે છે.  ત્યારબાદ એક અન્ય કીર્તન – બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત- રજુ થયું…..” આજ મેતો દીઠા રે અલબેલો આવતા રે લોલ……” એ પણ એટલું જ ગમ્યું.

ત્યારબાદ- પુ.શ્રીજી ચરણ સ્વામી કે જે અત્યારે પુ.નિખિલેશ સ્વામી સાથે યોગીજી મહારાજ હોસ્પિટલ ના સંચાલન માં સેવા ઓ આપી રહ્યા છે – તેમના મુખે સ્વામી ની વાતો- પ્રકરણ ૧/૭૨ પર પ્રવચન- થયું….શૈલી રસાળ હતી…જોઈએ એના અમુક અંશ….

  • શ્રીજી મહારાજ અને સત્પુરુષ કે જે એમને અખંડ ધારે છે- એમના અવતરણ નો મુખ્ય હેતુ- જીવમાત્ર ના કલ્યાણ નો છે…….
  • સર્વ ધર્મ, સંપ્રદાય ,પંથ કે માર્ગ નો હેતુ છે- મોક્ષ…જીવ માત્ર નો મોક્ષ…..અને એના માટે ભગવાન જ એક કર્તા છે….સંત કવિ કબીરજી ને એમની માતા એ ઉપદેશ માં કહ્યું કે- જેમ ઘંટી ના મધ્ય માં રહેલા દાણા- એ ખુંટી ના સહારે પીસાતા બચી જાય છે તેમ- જે જીવ હરિ ને પકડે છે – એ આ સંસાર ના અસહ્ય ભીડા માં થી બચી જાય છે…..એમનું કલ્યાણ થાય છે…..
  • અડાલજ ની વાવ- જોઇને- શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી ને કહ્યું હતું કે-  આ વાવ બનાવનારી માત્ર રુડીબાઈ જ નહિ- પણ જે જે લોકો આ વાવ ના સંપર્ક માં આવશે- કે જે જીવ આ વાવ પર થી પસાર થશે- એમનું પણ કલ્યાણ થશે- એવો સંકલ્પ કરવો…..અને એ જ રુડીબાઈ -મહારાજ ના સમય માં કુશળકુંવર બાઈ તરીકે ધર્મજ માં જન્મ્યા અને ધરમપુર પરણ્યા…જ્યાં એમને શ્રીજી મહારાજ ને તેડાવ્યા અને શ્રીજી ના સત્સંગ થી- સંતો ના પગલા થી એમનું કલ્યાણ થયું……
  • આમ ગુણાતીત પુરુષ નો સંગ જ જીવ ને હરિ સાથે જોડે છે અને તેનું કલ્યાણ સહજ બનાવે છે……

ત્યારબાદ પુ.શુકમુની સ્વામી એ -શ્રીજી મહારાજ ના દિવ્ય ચરિત્રો પૈકી નું એક ચરિત્ર કે જેમાં શ્રીજી એ બ્રહ્માનંદ સ્વામી અને હરિભક્તો નો પીછો છોડાવવા -કાણોદર માં સ્ત્રી વેશ ધારણ કર્યો હતો- તેનું વિવરણ કર્યું  અને તેની સાથે જ – બ્રહ્માનંદ સ્વામી એ -શ્રીજી ના અદ્ભુત ચરિત્ર પર જે પદ લખ્યું હતું- તેનું ગાન થયું…..”વાતલડી રહો ને રાતલડી …..મારા વ્હાલા પૂછું એક વાતલડી……” …ખરેખર ભગવાન ના ચરિત્રો અદ્ભુત છે, પણ જો મનુષ્ય ભાવ એમાં પરઠાય તો મોક્ષ ન થાય……આથી શ્રીજી ના ચરિત્રો સમજવા- માહાત્મ્ય યુક્ત જ્ઞાન ની જરૂર પડે….સત્પુરુષ નો સંગ અને રાજીપો જોઈએ……

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી દ્વારા સ્વામી ની વાતો ને આધારે “સંત કહે તે ઉત્તમ ….મનધાર્યું કરવું તે કનિષ્ઠ” એ બ્રહ્મ ઉપદેશ પર રસપ્રદ ઉદાહરણો સાથે વિવરણ કર્યું…..એનો સાર….

  • આ જીવ ને બસ પોતાના મન નું ધાર્યું કરવા ની જ ટેવ છે- જેને છોડવી અઘરી છે- પણ જો એક વાર આ મન નું ધાર્યું કરવા ની આ ટેવ છૂટે તો- સત્પુરુષ માં પ્રીતિ થાય અને સત્સંગ માં સમજણ આવે…..જે અંતે મોક્ષ નું કારણ બને….દુર્યોધને પોતાના મન નું કર્યું અને ૪૦ લાખ લોકો મહાભારત ના યુધ્ધમાં મરાયા……………………એવી જ રીતે વડતાલ નો એક સાધુ -આચાર્ય વિહારીલાલજી ના સમય માં- એક નવા સાધુ ના આસન માટે એક વેંત જગ્યા આપવા ને બદલે- વડતાલ જ છોડી ને ચાલ્યો ગયો…..તો- મન નું મુકવું….એ જ કલ્યાણ…
  • આપણા સત્સંગ માં – શ્રીજી અને સ્વામી કહે છે એમ- જો જીવ નિયમ ધર્મ માં દ્રઢ પ્રવર્તે તો ચાર આની સત્સંગ કહેવાય……એની સાથે જો ઇન્દ્રિયો ને વશ  કરી ને વર્તે તો- આઠ આની સત્સંગ કહેવાય…..એનાથી ઉપર જો- મન-ને વિષે નિર્દોષ બુદ્ધિ રાખે તો બાર આની સત્સંગ કહેવાય પણ- સોળ આની અર્થાત- ૧૦૦% સત્સંગ તો ત્યારે જ કહેવાય જયારે જીવ પોતાને આત્મ સત્તારૂપ સમજે અને વર્તે……
  • યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ……અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ – આ સત્પુરુષ ની શ્રેણી માં આવે છે કે- જેમની આજ્ઞા માં રહેવાય તો આ જીવ નું કલ્યાણ અચૂક થાય….અને જો મન નું જ મનાય તો- દુખ સો ટકા આવે…….
  • શાંતિ….શાશ્વત શાંતિ નો રાજમાર્ગ- એટલે કે સત્પુરુષ ની આજ્ઞા માં રહેવું…ભગવાન અને સંત ને રાજી કરવા……

અદ્ભુત…..અદ્ભુત…..વચન…! આ સત્સંગ….સંતો-ગુરુ-ગુરુ પરંપરા અને આપણા ઇષ્ટદેવ સર્વોપરી છે…….અહી જીવન ની હર એક પલ સત્સંગ જ છે- જો સમજાય તો……..! ત્યારબાદ પુ. આદર્શ જીવન સ્વામી રચિત “પ્રેમ સરવાણી” કે જેમાં પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ઉપદેશો નો સંગ્રહ છે તેનું વિમોચન થયું…….અને “ભજી લે ભગવાન” ચોસર રચના ને દર્શાવતી ઓડીઓ સીડી નું પણ વિમોચન થયું…..

તો- બસ- આજ ની રવિસભા નો સાર એટલો જ છે કે- આપણ ને જે સત્સંગ મળ્યો છે -ગુરુ મળ્યા છે- હરિ મળ્યા છે એ સર્વોપરી છે……હવે આપણા જીવ નું કલ્યાણ કરવું કે કેમ? એ આપણા હાથ માં છે……બસ હરિ ના…ગુરુ ના રાજીપા માટે જીવી જાઓ…..મન નું ધાર્યું મુકો અને એમની આજ્ઞા ને વશ વર્તો……પોતાને આત્મ સત્તા રૂપ સમજો- એટલે અક્ષરધામ પાકું……!

રાજી રહેજો…..

જય સ્વામીનારાયણ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s