Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-તા ૦૪/૦૮/૧૩

1 Comment

..પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો જે…” હે મહારાજ..! જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું સાધન કયું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે…”જયારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંત ની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, અને પછી તેને એક ગામ નું રાજ્ય આવે અથવા પાંચ ગામ નું રાજ્ય આવે અથવા પચાસ ગામ નું રાજ્ય આવે અથવા સો ગામ નું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વી નું રાજ્ય આવે તોપણ સંત ની આગળ જેવો કંગાળ હતો ને દિન આધીન રહેતો  તેવો ને તેવો જ પ્રીતિ યુક્ત થકો દિન આધીન રહે ;તેમજ  ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક નું રાજ્ય પામે તો પણ સંત ની આગળ  tતેવો ને તેવો જ દિન આધીન રહે . અને ત્યાગી હોય ને જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંત ની ટેલ-ચાકરી કરતો હોય , તેવ ને તેવી જ પોતામાં ભગવાન જેવા  એશ્વર્ય આવે તોપણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહિ ને બરોબરિયા પણું કરે નહિ……એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે…….”

————————- વચનામૃતમ -ગઢડા મધ્ય ૨૫ ———————

એક ગહન પ્રશ્ન……….સત્સંગ માં મોટેરો કોને કહેવાય?  જવાબ સ્વયમ શ્રીજી એ આપ્યો છે…ગઢડા પ્રથમ ના ૨૮, ૫૮ ,૭૬ માં શ્રીજી એ કહ્યું છે કે – જે સત્સંગ માં દાસાનુદાસ , અતિ નિર્માની પણે વર્તે છે….એ જ મોટેરો છે…….તો આજની રવિસભા આ બ્રહ્મ સાર પર જ હતી……આ દિવ્ય સત્સંગ છે…અક્ષર સત્સંગ છે- જ્યાં માન -મોટયપ -કપટ કે વિષય વાસના ને સ્થાન જ નથી……તો- બસ આ જ સાર ને જીવન માં પકડી રાખવો…..તો જ સત્સંગ માં ટકી રહેવાય…

તો આજે …હરિકૃપા થી આકાશ ચોખ્ખું હતું અને સુરજ ના ઝળહળતા દર્શન થયા…..અને મંદિરે પહોંચ્યા બાદ હિંડોળા માં ઝુલતા મારા વ્હાલા ના દર્શન……વિસ્ફારિત….નેત્રે કરવામાં આવ્યા……

હિંડોળે ઝૂલે મારો નાથ.....

હિંડોળે ઝૂલે મારો નાથ…..

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય-કીર્તન સંતો ને મુખે થઇ રહ્યા હતા…..”તમે મારા થયા..હું તમારો થયો…….આવો આવો સહજાનંદ સ્વામી…” શરણાગતિ નો અદ્ભુત ભાવ દર્શાવતું કીર્તન મેં પ્રથમ વાર જ સાંભળ્યું અને ગમ્યું……

ત્યારબાદ- જેમ બધા ને જ્ઞાત છે તેમ- રવિસભા એ જ્ઞાન સભા છે…તો પછી તન ની જાળવણી નું જ્ઞાન પણ કેમ ન હોય?  પ્રખ્યાત વૈદ્ય -મહેન્દ્ર વ્યાસ કે- જે શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ -અમદાવાદ- ના આયુર્વેદિક ડીપાર્ટમેન્ટ “નિરામય” સાથે સંકળાયેલા છે- તેમણે – ગ્રીષ્મ( જેઠ,અષાઢ) અને વર્ષા( શ્રાવણ, ભાદરવો)  ઋતુઓ માં- શું ખાવું-પીવું…..શું ધ્યાન રાખવું એના પર સ્લાઈડ્સ દ્વારા પ્રસ્તુતિ કરી……ઘણા બધા સંશયો દુર થઇ ગયા…દાખલા તરીકે….તમે જાણો છો કે- પાકું પપૈયું – ખાવા માં ઠંડુ હોય? દીવેલ…ગરમ હોય? ……ત્યારબાદ- આજકાલ આધુનિક પેઢી ને નડતા સર્વ સામાન્ય પણ જીવલેણ રોગો…બીપી, ડાયાબીટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ પર એમણે છણાવટ કરી…….એન્ટી ડાયાબીટીક ગોળીઓ લઈને- મીઠાઈ ઓ ઝાપટતા હરિભક્તો..ચેતો…ચેતો…!

ત્યારબાદ સંતો ના મુકે અન્ય એક કીર્તન સાંભળવા મળ્યું……” આવ્યો શ્રાવણ માસ અનુપ …હિંડોળો માંન્ચ્યો રે…..”..પ્રેમસખી દ્વારા રચિત આ કીર્તન- શ્રાવણ માસ કે જે બુધવાર થી શરુ થઇ રહ્યો છે – એના સ્વાગત માટે જ સર્જાયું-ગવાયું હોય એમ લાગ્યું…….બાકી હરિ ને હિંડોળે ઝુલતા જોવા- એ એક મહા ઉત્સવ થી વિશેષ કઈ નથી…..!

ત્યારબાદ સત્સંગ મધ્યસ્થ કાર્યાલય માં યુવા પ્રવૃત્તિ ની જવાબદારી સંભાળતા પુ.વિવેક મુની સ્વામી એ – ઉપરોક્ત વર્ણવ્યા મુજબ- વચનામૃત ના ગઢડા મધ્ય -૨૫ ………પર આધારિત પ્રવચન દ્વારા સમજાવ્યું કે…..

 • સત્સંગ માં મોટેરો એટલે કે- દાસાનુદાસ વર્તે- અને જે અત્યંત નિર્માની હોય…..
 • સત્સંગ માં આપણો પ્રવેશ- શ્રીજી અને સત્પુરુષ ના રાજીપા અને પ્રસન્નતા માટે જ થયો છે……આથી એમની આજ્ઞા ને વશ રહેવું….વર્તવું…
 • મુક્તાનંદ સ્વામી કહે છે એમ- આ જીવ ને “હું” ભાવ ટળે એટલે હરિ નિકટ જ છે……
 • પાકા સત્સંગી નું લક્ષણ- એટલે કે દાસાનુદાસ પણું……દાસ પણું -એ સત્સંગ નું માધ્યમ છે…જે હોય તો જ આગળ વધાય……
 • દાસ ભાવ હોય તો નમ્રતા આવે- અને સત્સંગ માં મોટેરા- એમની નમ્રતા થી ઓળખાય……આપની ગુણાતીત પરંપરા ને જોઇલો……યોગીજી મહારાજ કે આજે પ્રમુખ સ્વામી મહારાજ…….અતિ વિનમ્ર હમેંશા રહ્યા છે…..દાસ ભાવે- સર્વ હરિજનો ની સેવા પણ સ્વયમ કરેલી છે…..સાષ્ટાંગ દંડવત કરેલ છે….

ત્યારબાદ- સભા એના અંત તરફ આગળ વધી અને અમુક જાહેરાતો થઇ…..

 • બેપ્સ હર્બલ્સ દ્વારા નીમ અને ફ્લેક્ષ -ઓઈલ ની કેપ્સૂલ્સ લોન્ચ થઇ છે…..
 • આવતા બુધવાર થી- શ્રાવણ માસ ચાલુ થઇ રહ્યો છે…..અમદાવાદ શાહીબાગ મંદિરે રોજ સવારે- ૮-૯.૧૫ -કથાવાર્તા નો લાભ રોજ મળશે……
 • બાળ પારાયણ -પણ ધર્મ સદન ના પ્રથમ માળે શરુ થવાની છે…..તો બાલિકા પારાયણ- ૧૧-ઓગસ્ટ ના રોજ- બપોરે ૧૨ વાગ્યે શરુ થશે……સ્થળ- નીચેનો પ્રમુખ સ્વામી મહારાજ ઓડીટોરીયમ -સભા ગૃહ…..

તો- આજ ની આ બ્રહ્મ સભા- જ્ઞાન સભા…..તન-મન-જીવ ના કલ્યાણ ની સભા હતી…….શ્રીજી મહારાજ ના વચનો ને જો શિર મોર માનતા હોય તો- સત્સંગ માં દાસાનુદાસ રહેવું…….અત્યંત નિર્માની પણે…નમ્ર ભાવે વર્તવું…….યાદ રાખો- આપણે તો એક શ્રીજી ને રાજી કરવા છે……સત્પુરુષ ને રાજી કરવા છે…..

જય સ્વામિનારાયણ………સર્વ સત્સંગીઓ ને- સાષ્ટાંગ દંડવત સાથે……………

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા-તા ૦૪/૦૮/૧૩

 1. નમસ્કાર!
  આપનો બ્લોગ ”RAJ MISTRY’S WORLD” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s