Raj Mistry's world

Me,my stories and world around….

“લોચા”માં લોચો…….!

1 Comment

સુરત મા જવાનું થાય એટલે મિત્રો જરૂર થી આગ્રહ કરે કે – સુરત ની પ્રખ્યાત વાની- “લોચા” નો સ્વાદ જરૂર લેવો…….આમ તો એક સ્વામિનારાયણ સત્સંગી તરીકે- બહાર ની ખાણી-પીણી પ્રત્યે મને નારાજગી છે….પણ “પાપી પેટ કા સવાલ…” નોકરી એવી છે કે- બહાર જમવું જ પડે……પણ જમવાનું કોઈ સારી જગ્યા એ હોય……શુધ્ધ જૈન/સ્વામિનારાયણ  જમવાનું હોય….તો જ જમવાનું….બાકી…પેકેજ્ડ ફૂડ થી ચલાઈ લેવાનું……ટ્રેન મા તો ભૂલ થી યે નહી ખાવાનું….!

તો વાત ચાલતી હતી લોચાની……લોચામાં જૈન વેરિયન્ટ પણ મળે- આથી હું અને મારો એક મિત્ર- કે જે જૈન છે-સુરત નો જ છે– એ શહેર ના પ્રખ્યાત સિટીલાઇટ એરિયા મા – “ગોપાલ નો લોચો” ત્યાં આગળ -આ રેસ્ટો ની ખ્યાતી સાંભળી ગયા……લોચા નો ટેસ્ટ પણ કર્યો .. એ પછી તો મે પ્રખ્યાત “જાની નો લોચા ” નો પણ સ્વાદ લીધો અને બા-કાયદા એક પોસ્ટ પણ લખી..(.જુઓ.. જાની નો લોચો  .)…પણ આ સમયે- જયારે સુરત ગયો ત્યારે- એ જૈન મિત્રે દુઃખી સ્વરે સમાચાર આપ્યા કે- “ગોપાલ-લોચા” વાળા એ લોચા માર્યા………સમાચાર પત્રો ની વાત જો માનવા મા આવે તો- ગોપાલ લોચા વાળો- એના લોચા મા ઈંડા નો ઉપયોગ કરતો હતો………..આ સાંભળી ને તો મારા રદય ના પણ ટુકડા થઇ ગયા…………! ગોપાલ વાળા એ- લોચા મા…”લોચા” માર્યા….! એકવાર તો સમસમી ઉઠ્યો …….થયું કે- ગોપાલ વાળા ને ત્યાં જઈને- જરા “ચોપડાઇ” આવીએ….પણ અફસોસ…….હાથ હેઠા પડ્યા……આઈડિયા પડતો મુક્યો,,,,,,,

ભગવાન એને ક્ષમા કરે……..અને એની સજા રૂપે- પશ્ચાતાપ રૂપે- હવે સુરત મા કોઈપણ જગ્યા એ – સુરતી લોચો ખાવા મા નહી આવે…….! ઈચ્છા થાશે તો ઘરે જ બનાવી એનો સ્વાદ લેવામાં આવશે……અને બહાર નાસ્તા પર હવે ધીરે ધીરે સખ્તાઈ વધારવા મા આવશે…….

પદાર્થપાઠ –

  • જેમ બંને એમ શક્ય હોય તો ઘરે જ બધી વાનગીઓ બનાવી ને સ્વાદ-વેડા કરવા……જીભ ના ચટકા ને શાંત કરવા- સ્વાસ્થ્ય-ધર્મ-નિયમ ને કોરાણે નહી મુકવાના……
  • ચળકે એટલું બધું “સોનું” નથી હોતું……
  • ઘર ની સ્ત્રી ઓ ને વિનંતી- થોડીક તકલીફ લો….પણ પોતાના ઘરના સભ્યો ના સ્વાસ્થ્ય -નિયમ-ધર્મ ની જાળવણી કરવા ની જવાબદારી તમારી પણ છે…….ઘરનો સાદો-પણ ચોખ્ખો ખોરાક – બહાર ના “ટેસ્ટી” પણ ઘટિયા ગુણવત્તા ના ખોરાક થી લખ દરજ્જે સારો….
  • બહાર ફરવા ની નોકરી કરતાં લોકો- શક્ય હોય તો શુધ્ધ , સાત્વિક પણ સાદું ભોજન લેવા નો જ આગ્રહ રાખો….રેસ્ટોરન્ટ હમેંશા વિશ્વાસુ-સારી- શુધ્ધ શાકાહારી હોય -માત્ર શાકાહારી ભોજન પીરસતી હોય ત્યાં જ જવાનો આગ્રહ રાખો…..ફળફળાદી-દૂધ -જ્યુસ પણ શક્ય હોય તો ઇમરજન્સી મા ચાલે……

દયા કરો મહારાજ……..!

રાજ

Advertisements

One thought on ““લોચા”માં લોચો…….!

  1. આપણાં દેશમાં જ જો ભોજનમાં જાણીને આટલાં ‘લોચા’ હોય છે, તો વિદેશમાં જ્યાં શાકાહાર એ શું એની ખબર જ નથી ત્યાં કેટલાં ‘લોચા’ અજાણે વાગતાં હશે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s