Raj Mistry's world

Me,my stories and world around….

સદ.નિર્ગુણદાસ સ્વામી- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના લડવૈયા

4 Comments

“અહોહોહો…! સ્વામી નિર્ગુણ દાસ સ્વામી ને….આપ તો મહત્કૃપા પાત્ર છો ને ..આપને રુવાંડે રૂંવાડે અક્ષર પુરુષોત્તમ ની નિષ્ઠા ની વૃદ્ધિ કરવાની ધગશ છે. અક્ષર પુરુષોત્તમ ને રાજી કરવા જ આપે આખી જિંદગી અર્પણ કરી છે . મને પણ શૂરવીરતા થી  હિંમત ને ટેકો આપનાર આપ છો…”

————- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ ——–

શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણીવાર કહેતા કે- આજે જે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું પ્રવર્તન દેશ-વિદેશ માં થયું છે એમાં ૧૨ આની ફાળો- સ્વામી શ્રી નિર્ગુણદાસ જી ને જાય છે……૧૨ આની એટલે કે- ૭૫% જેટલો…….! તો આ મહાપુરુષે એવું તે શું કર્યું હશે- આ સર્વોપરી સિધ્ધાંત માટે- કે સ્વયમ- ગુણાતીત પુરુષો આવું નિવેદન આપી રહ્યા છે???  તો જોઈએ એનો જવાબ……પણ એ પહેલા આ મહાપુરુષ નો સંક્ષિપ્ત માં પરિચય મેળવી લઈએ…..

સદ.નિર્ગુણ દાસ સ્વામી

સદ.નિર્ગુણ દાસ સ્વામી

——————

નામ- સદગુરુ નિર્ગુણ દાસ સ્વામી

પૂર્વાશ્રમ નું નામ- જેઠાભાઈ કિશોરભાઈ પટેલ ; ગામ- પીજ પણ જન્મ સ્થળ- મહેળાવ ( જ્યાં શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા હતા….)

જન્મ તારીખ- ૨૫-૫-૧૮૭૬ , ગુરુવાર ( વિક્રમ સંવંત-૧૯૩૨-જેઠ સુદ-૨)

અભ્યાસ- BSc(ઓલ્ડ)- કેમેસ્ટ્રી -વડોદરા-મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી (સં.૧૯૫૦-૫૧)

પ્રથમ નોકરી- બોમ્બે હોલેન્ડ ટ્રેડીંગ કંપની- માં કેમિકલ એનાલીસ્ટ

પાર્ષદી દીક્ષા- સંવંત- ૧૯૫૩, ચૈત્રી પૂર્ણિમા-આચાર્ય વિહારીલાલજી મહારાજ દ્વારા -નામ પડ્યું- જેઠા ભગત

ભાગવતી દીક્ષા- સંવંત-૧૯૬૨( ૧૯-૦૧-૧૯૦૬) માં- વઢવાણ ખાતે- આચાર્ય કુંજ વિહારી પ્રસાદ દ્વારા….- નામ પડ્યું- નિર્ગુણ દાસ સ્વામી…

અક્ષરધામ ગમન- ૩૦/૫/૧૯૫૦( જેઠ સુદ ૧૪-સંવંત ૨૦૦૬) -આણંદ

———————————

એવું કહેવાય છે કે- નિર્ગુણ દાસ સ્વામી ને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત પ્રવર્તન નો એટલો બધો ઈશક હતો કે- એમણે હરિભક્તો ને લખેલા પત્રો નું જો વજન કરવા બેસો તો- ૨૮ મણ થાય….!!! અરે…આફ્રિકા ના સત્સંગ મંડળ માં- હરમાનભાઈ અને મગનભાઈ પર- ૧૫૦-૧૫૦ પાનાં ના પત્ર લખતા….અને એ પણ બધા જ સંદર્ભો-પુરાવા સાથે….રાત્રે-૪ વાગ્યા વાગ્યા સુધી એક ટમટમતા દીવડા ની જ્યોતે- આ પત્રો લખતા અને એમના પત્રો એટલી જોરદાર અને સચોટ દલીલો સાથે હોય કે- વાંચનાર પ્રભાવિત થયા વિના રહે જ નહિ.  વચનામૃત- શાસ્ત્રો નું અગાધ જ્ઞાન ધરાવતા હતા અને મંદિર-વહીવટ કામકાજ માં એમનો જોટો જડે તેમ નહોતો અઆથી જ આચાર્ય વિહારીલાલ જી મહારાજે સ્વયમ વડતાલ મંદિર ના- અને અન્ય બધા જ મંદિરો ના નાણાકીય વહીવટ માં એમને લીધા હતા….મુંબઈ- ભોઈવાડા માં આવેલા મંદિર ના કોઠારી તરીકે ની પણ ફરજ એમણે બજાવેલી…..પણ શ્રીજી મહારાજ ને સર્વોપરી અને ગુણાતીતાનંદ સ્વામી ને મૂળ અક્ષર – એ સિધ્ધાંત ની અસીમ લગની ને કારણે-એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ ની સેવા માં છેક છેલ્લે સુધી રહ્યા અને ત્યારબાદ- અત્યંત તેજસ્વી એવા- શાસ્ત્ર્જી મહારાજ સાથે એવા તે જોડાયા કે- વડતાલ મંદિર નો- સંસ્થા નો ત્યાગ કરી ને- અસહ્ય ભીડા વેઠીને પણ  શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયેલા રહ્યા…….અને સર્વોપરી સિદ્ધાંત નું પ્રવર્તન દુનિયાભર માં કરતા રહ્યા……

એ અનેક પ્રસંગો માં પોતે સ્વીકારે છે કે- એમનો ઝોંક રજોગુણી વધારે અને શાસ્ત્રીજી મહારાજ ના અમુક નિર્ણયો એમને ન ગમે….પણ શાસ્ત્રીજી મહારાજ માટે- એમના હૃદય માં એવો ઊંડો ભાવ કે- શાસ્ત્રીજી મહારાજ જો એમનું જાહેર માં અપમાન કરે તો એ – એ ખમી લે….પણ શાસ્ત્રીજી ને છોડે નહિ….એક પત્ર માં એ લખે છે કે…” હું કોઈ મોટા રાજાધિરાજ થી પણ ડરું એવો નથી, પણ પૂજ્ય સ્વામીશ્રી આગળ સહેજે જ દાસ ભાવ રહે છે ને કાઈ બોલી શકતો નથી….તેમની આજ્ઞા બે હાથ જોડી શિર પર ચઢાવું છું….આ પુરુષ ને ઓળખી લેવા એ જ આ જીવન નું સાર્થક્ય છે……” …

બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાથે નિર્ગુણ સ્વામી નો એક અલભ્ય ફોટો

બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાથે નિર્ગુણ સ્વામી નો એક અલભ્ય ફોટો

શાસ્ત્રીજી મહારાજ ને રાજી કરવા એમણે ધૂળ-માટી-વાસીદા-ઉકરડા પણ સાફ કર્યા છે….તો હરિભક્તો ને રાજી કરવા- સતત એમના સંપર્ક માં રહેતા……સરકારી કામકાજો માં હરિભક્તો ની સમસ્યા ઓ ઉકેલવા ભલામણ પણ કરી આપતાં…….એ સ્વામિનારાયણ સંપ્રદાય ના પ્રથમ સાધુ હતા કે જેમને અંગ્રેજી લખતા-બોલતા ફાવતું- આથી- એમના પ્રભાવ આગળ અંગ્રેજ અધિકારીઓ પણ ઝુકી જતા….આફ્રિકા માં સત્સંગ -ને એ પણ પત્ર દ્વારા જ જમાવવા ની અદ્ભુત-વાત- એમના દ્વારા જ શક્ય બનેલી…….આથી જ જયારે પણ આફ્રિકા ના સત્સંગ ની વાત આવે ત્યારે- સ્વામી નિર્ગુણ દાસ ના આ અદ્રિતીય ફાળા ની- ભીડા ની નોંધ જરૂર લેવાય છે……અને આ અદ્રિતીય પ્રયત્નો- ને સેવાઓ એમના છેલ્લા શ્વાસ સુધી રહેલી……એમને કેન્સર હતું અને ઘણા પ્રયત્નો-દવાઓ કે ઓપરેશન પછી પણ એમાં સુધારો ન થયો- એ બાદ પણ- એમણે પત્ર લખવા નું..હરિભક્તો ને શાસ્ત્રીજી મહારાજ માં જોડવા નું બંધ કર્યું ન હતું…….”ઉત્તમ પુરુષ ની આ જ નિશાની….મૃત્યુ શૈયા પર લખે આગવી કહાની…” જેવા અદ્ભુત કાર્યો એમણે કર્યા…..અને આજે- એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ….

ગઢડા માં ટેકરા પર- આરસ નું મંદિર કરવા નો શાસ્ત્રીજી મહારાજ નો સંકલ્પ જોઈ- નિર્ગુણ સ્વામી એ પોતાનો બધો આત્મા આ કાર્ય ને- સંકલ્પ ને સિદ્ધ કરવા રેડી દીધેલો…..અને ગઢડા નું મંદિર આજે એમના પ્રયાસો થી જ ઉભું છે…. આ પ્રયાસો ને બિરદાવતા- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજે- એમના માટે લખેલું કે…. “આપનું સાચું સ્મારક તો  આજે ગઢપુર અક્ષર પુરુષોત્તમ મંદિર, ઘેલા તીરે આરસ નું બને તે જ છે…”

તો- આવા પરાક્રમી પુરુષ- અક્ષર પુરુષોત્તમ ના લડવૈયા- એવા સ્વામીશ્રી નિર્ગુણ દાસ સ્વામી ના ચરણો માં કોટી કોટી વંદન……અને પ્રાર્થના કે- આપણ ને પણ -આ સર્વોપરી ઉપાસના અને આ સર્વોપરી સિધ્ધાંત ને જગત માં ફેલાવવા નું બળ મળે…..

જય સ્વામિનારાયણ…….જય જય અક્ષર પુરુષોત્તમ…….

રાજ

——————–

( માહિતી સ્ત્રોત- સ્વામીશ્રી નિર્ગુણદાસજી – compilation-P. Vivekpriy swami-BAPS)

Advertisements

4 thoughts on “સદ.નિર્ગુણદાસ સ્વામી- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના લડવૈયા

  1. અલભ્ય ફૉટો જોઇને ખુબ આનંદ થયો.

  2. આ બ્રહ્મવિદ્યા આપણે પણ કઈ રીતે આત્મસાત્ કરી શકીએ?, આ પરબ્રહ્મ કોણ?, આ અક્ષરબ્રહ્મ કોણ?, આ અક્ષરબ્રહ્મ કે પરબ્રહ્મનું આપણી સાધનામાં કેવું સ્થાન છે?, યથાર્થ રીતે આપણે આ બ્રહ્મવિદ્યા સંપાદન કરીએ તો કેવાં કેવાં ફળ મળે

    • @Harshadbhai- Kindly visit my Facebook page for your queries on Akshar brahm-Parbrahm and their importance in kalyaan….Thanks. jay Swaminarayan

  3. Thanks ravi aaje hu amdavad ma nathi pan aa page ne laine ravi sabha chek Sydney sudhi pahochadva badal hruday purvak jay swaminarayan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s