Raj Mistry's world

Me,my stories and world around….

હું, બક્ષી અને ગાંધી………

1 Comment

૨૦ મી ઓગસ્ટ, ૧૯૭૭ , વાર- શનિવાર – “શુભ” દિવસ હતો કે જયારે હું પ્રથમવાર જ આ જગ ને જોઇને રડ્યો હતો…અને મારી માં- છેલ્લીવાર મને રડતા જોઇને હસી હતી……!  અને આ જ દિવસ છે……૨૦ મી ઓગસ્ટ એટલે કે…..

  • આ દેહ….આ વપુ…કે જે હરપળ જન્મે છે…હરપળ મરે છે….એવા  આ ક્ષણભંગુર ખોળિયા નો જન્મદિવસ છે…….
  • મારા પ્રિય એવા- તેજાબી લેખક -ચંદ્રકાંત કેશવલાલ  બક્ષી ઉર્ફે બક્ષીબાબુ નો જન્મદિવસ……( વર્ષ-૧૯૩૨, પાલનપુર)
  • કોંગ્રેસ ના “પ્રિય” નેતા- સ્વર્ગસ્થ -રાજીવરત્ન ફિરોઝ ગાંધી નો જન્મ દિવસ… ( વર્ષ-૧૯૪૪, મુંબઈ)

હવે સરખામણી તો શક્ય જ નથી…….કારણ કે એક આમ આદમી ની સરખામણી- દિગ્ગજો સાથે -માત્ર જન્મદિવસ ના આધારે કરવી એ ના -ઇન્સાફી છે……બેઈમાની છે…..! પણ હા….દિલમાં હામ ખરી..એમને પણ વટાવી જવાની…! ખેર..એ તો હરિ ઈચ્છા પર જ છે..!  તો શું છે આજના દિવસે…આ અંતર ના…મન ના ભાવ-પ્રતિભાવો…..

  • જેમ હમેંશ કહેતો રહું છું…..૨૦ મી ઓગસ્ટ ના દિવસે જન્મવું- એ બક્ષીબાબુ ને જોઇને- ગર્વ ની વાત લાગે છે તો- રાજીવરત્ન ને જોઈ ને અફસોસ…….કારણ?…તમે જુઓ જ છો……! યાર- મને એ નથી સમજાતું કે માનનીય રાજીવ રત્ન એ એવું તે શું કર્યું કે….જે એવોર્ડ- મહાત્મા ગાંધી ને….સરદાર પટેલ ને નથી મળ્યો……એ એમને વણ-મહેનતે મળ્યો છે..?? બાય ધ વે- હું ભારત રત્ન ની વાત કરી રહ્યો છું…..! રાજીવ ને જેટલા લોકો આજે હૃદય થી યાદ કરે છે- એના કરતા તો હજાર ગણા લોકો- બક્ષી બાબુ ને એમની તીખી કલમ માટે યાદ કરે છે…….!  ખેર….”જિસકી લાઠી ઉસકી ભેંસ..”
  • રીના તરફ થી સર્વોપરી -અમુલ્ય….ભેટ મળી ચુકી છે……..હરિ અને હરિકૃષ્ણ…….અને આ જીવન તો ધન્ય જ થઇ ગયું છે…….હવે જે વાસના ઓ છે- એ આ દેહ ને છે….અંતર ને નહિ…..!
  • બપોરે અમદાવાદ ની હોટલે-હોટલે ધક્કા ખાવામાં આવ્યા…….કેમ? અલબત્ત પેટ ભરવા ….પણ અમારે એવી હોટલ માં જવું હતું કે જ્યાં… ૧)  કાર પાર્કિંગ હોય….અને એ પણ મારી કાર માટે થોડુક ખાલી હોય… ૨)  ખાવા માટે લાઈન ન હોય…..૩) શાંત હોય કે જ્યાં- હરિ..આરામ થી અમને થોડીક પેટપુજા કરવા દે…..- તો હોટલ..સહજ તો ન મળી…..અડધો કલાક લોંગ ડ્રાઈવ કરી- અને છેવટે બધું જ મળ્યું…..હરિ પણ “ડાહ્યો” અને શાંત  થઇ ગયો…..
  • ઈ મેલ્સ- ફોન કોલ્સ-વોટ્ઝએપ -સોશિઅલ સાઈટ્સ – આજે સ્નેહીઓ-સ્વજનો-મિત્રો-જિગરીઓ ના પ્રેમ થી- આશીર્વાદ થી ઉભરાઈ ગઈ……..અને પળભર તો લાગ્યું કે- જયારે પણ આ જગ છોડીશું ત્યારે- અફસોસ તો નહિ થાય…..કે યાર- કોઈએ યાદ પણ ન કર્યો…! આ માટે શ્રીજી ને…’થેન્ક્સ”
  • સૌથી મોટા આનંદ ની વાત- મારા ગુરુ…માર્ગદર્શક..તારણહાર પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ…..અનેક દિવસો ની માંદગી બાદ- નાદુરસ્ત સ્વાસ્થ્ય સાથે પણ- ડોકટરો ની સલાહ ને અવગણી ને -ઠાકોરજી ના દર્શન કરવા નિજ નિવાસ થી બહાર પધાર્યા……..! સમાચાર સાંભળી હૃદય પ્રફુલ્લિત થઇ ગયું……! હરિ નો ઈશક…..જ એવો છે…..જે જીવ એની સાથે જોડાયેલો હોય- તે દેહ ની પરવા કર્યા વગર પણ -હરિ ના એક દર્શન માટે તરસે છે……! આ લૌકિક દ્રષ્ટી એ નાનો પ્રસંગ છે…..પણ અલૌકિક દ્રષ્ટિ એ અદભુત છે…….! સમજે તે જાણે……

તો બસ- આજનો દિવસ…..બક્ષી ની એ તેજાબી કલમ……અને રાજીવ રત્ન ના છાપા માં આવતા-પબ્લિક ના ખૂન પસીના ના પૈસે -વણ પૂછ્યે છપાતા  વિશાળ ફોટા ઓ……..અને હરિ-હરિકૃષ્ણ ની અસીમ યાદો સાથે પૂરો થાય છે…..આવતીકાલ થી જીવન નો એ જ રંગ…એ જ લય …..અને એ જ ગતિ……! શો- ચાલુ છે યારો……..!

અમે તો આમેય અજરામર છીએ ……..જે નશ્વર છે…જે ક્ષણ ભંગુર છે…- એ તો આ દેહ છે………! આથી…..કભી અલવિદા ન કહેના….યારો….!

રાજ

Advertisements

One thought on “હું, બક્ષી અને ગાંધી………

  1. ખુબ ખુબ અભિનંદન . . . રાજભાઈ 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s