Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા તા-૦૧/૦૯/૨૦૧૩

1 Comment

“…..પછી આનંદાનંદ સ્વામી એ  પૂછ્યું જે …”પૂર્વ ના સંસ્કાર મલીન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા….જે..”અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલીન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષ નો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઇ જાય……”

———— વચનામૃતમ ગઢડા પ્રથમ-૫૮———–

…એક અદ્ભુત સત્ય……બ્રહ્મ સત્ય ની વાત….મુક્તિ ની વાત…એ પણ સહજ શબ્દો માં…! સ્વયમ શ્રીહરિ કહે છે કે – જીવ ને સુખિયા થવાનો માર્ગ કયો છે? જવાબ- શબ્દો દ્વારા નહિ…પણ આપણા સંપ્રદાય ના અગણિત પ્રસંગો દ્વારા મળે છે……..હું તો પળેપળ આ વચન ની સાતત્યતા નો અનુભવ કરું છું……આપણા થી મોટું સુખી કોણ…??? “..રે શ્યામ તમે સાચું નાણું……..” એ પદ- આ સંપ્રદાય નો રંગ દર્શાવે છે….કે જ્યાં ભક્તો માટે – ભગવાન જ સાચું સુખ છે અને સામે- ભગવાન પણ પોતાના ભક્તો ના સુખાકારી માટે સતત હાજર રહે છે…..! આજ ની રવિસભા આ જ વચન પર હતી……..

આજે સમયસર રવિસભા માં પહોંચી જવામાં આવ્યું…..પણ ગાડી ના પાર્કિંગ માટે ફરવું પડ્યું…..છેવટે- બધું યથાયોગ્ય થયું અને શ્રીજી ના મનભરી દર્શન કરવામાં આવ્યા…..કાર્યકરો ના અધિવેશન- પરીક્ષા ને કારણે આટલી ભીડ હતી….વળી, શ્રાવણ માસ ની છેલ્લી રવિસભા….પછી એકાદશી…….પછી બાકી શું રહે?…….તમે પણ કરો આજના મનમોહક દર્શન…..

1233635_173525022835678_1185288386_n

સભાની શરૂઆત થઇ સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય દ્વારા…….અને ત્યારબાદ બેક તું બેક- બે કીર્તન- એ પણ અદ્ભુત અવાજમાં….. પંડિત ઓમકારનાથ એવોર્ડ વિજેતા- કલ્કાર યુવાન- બલરાજ શાસ્ત્રી દ્વારા…..શબ્દો હતા… “તમારા હૃદય આકાશ માં પંખી બની ઉડ્યા કરું….” મને જ્ઞાત છે ત્યાં સુધી- બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા માટે કોઈ પરમ ભક્તે આ કીર્તન રચેલું……ત્યારબાદ એ જ મધુર સ્વર માં…” શ્યામ રે છબી જાદુગરી……..” બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન રજુ થયું…..અને પલભર માટે તો એ શ્યામલી મુરત જાણે કે હૃદય માં છવાઈ ગઈ…..! થેન્ક્સ બલરાજ…!

ત્યારબાદ પુ.યજ્ઞપ્રિય સ્વામી એ સ્ટેજ પર સ્થાન લીધું અને યજમાનો દ્વારા આજની પારાયણ અને વ્યાસપીઠ ની પૂજા થઇ….અને ત્યારબાદ- આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ દ્વારા  રચિત- શ્રીહરિ લીલામૃતમ ના પ્રસંગો પર આધારિત અને વચનામૃત ના ગઢડા પ્રથમ-૫૮ ને આધારે- પુ.યજ્ઞપ્રિય સ્વામી એ કહ્યું કે….

  • ભગવાન અને સંત ની લીલાઓ -ચરિત્રો અદ્ભુત હોય છે……..મનુષ્ય સમજણ માં એ સામાન્ય લાગે પણ અધ્યાત્મ ની દ્રષ્ટિ એ ખુબ જ ગહન હોય છે…..”..રે સખી સમજણ માં ઘણું સુખ છે….” જેવી વાત છે…..
  • અલૈયા ખાચર, મોકા ખાચર , મામૈયા પટગર, નો પ્રસંગ હોય કે આજ ના જમાના માં – પરમ ભક્ત જીતુભાઈ( સુરત) નો પ્રસંગ હોય……બધા જ એ વાત ના દ્યોતક છે કે – જે લોકો હરિ અને સંત ની લીલા-ચરિત્ર સમજ્યા છે-એ કલ્યાણ ને પામ્યા છે…….સુખી થયા છે…….
  • જરૂર છે- સંત અને ભગવાન ના વચનો માં દ્રઢ વિશ્વાસ…..આજ્ઞા પાલન અને સતત એ વાત નું સ્મરણ કે- શ્રીજી- સ્વામી કે સાધુ રાજી કઈ રીતે થાય…?
  • બસ -આ સમજાય – અને સંત અને ભગવાન ના રાજીપા માટે જીવાય- તો આ જીવ ના સર્વે દોષ નાશ પામે- અને જીવ -અક્ષરધામ ને પામે….

વિવિધ -રસપ્રદ પ્રસંગ દ્વારા સ્વામી એ સમજાવ્યું કે- શાશ્વત સુખ નો માર્ગ શું છે…??? વાંચો- સમજો અને જીવન માં ઉતારો….

ત્યારબાદ- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના અમદાવાદ માં વિચરણ સમય નો એક સુંદર વિડીયો રજુ થયો……સ્વામીશ્રી હાલ સારંગપુર છે…અને સર્વ હરિભક્તો- નિરંતર પ્રાર્થના કરતા રહે છે કે – સ્વામીશ્રી જલ્દી થી સ્વસ્થ થઇ જાય અને સર્વ ને દર્શન નું સુખ મળે…….

ત્યારબાદ અમુક જાહેરાતો અને સંસ્થા ના નવા વિવિધ પ્રકાશનો નું ઉદ્ઘાટન થયું …….ખાસ જાહેરાત માં…આવતા રવિવારે- બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ માં- રક્તદાન નો કેમ્પ રાખવા માં આવ્યો છે………

તો આજ ની સભા- મોક્ષ ના સહજ માર્ગ ના જ્ઞાન માટે હતી…..મોટા પુરુષ અને ભગવાન ના રાજીપા ના જ્ઞાન ની હતી…….તો સાથે સાથે આ સભા- એ શ્યામલી મુરત ને હૃદય-આત્મા માં વસાવવા ની હતી…..

બસ, આમ જ સત્સંગ કરતા રહેજો……….વ્હાલા ને રાજી કરતા રહેજો…….

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા તા-૦૧/૦૯/૨૦૧૩

  1. Marvellous , swami bapa khub raji thase. Pl continue

    Sent from my iPhone dr Bharat panchal

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s