Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૨૨/૦૯/૨૦૧૩

Leave a comment

“અક્ષર પુરુષોત્તમ માટે આપણે શ્વપચ ને ઘેર વેચવું પડે તો પણ ઓછું છે. માટે તન મન અને ધન થી મહારાજ અને સ્વામી ની સેવા કરવી….હરિભક્તો ની સેવા કરવી….એ જ સ્વયમ સહજાનંદ સ્વામી ની સેવા છે એમ માનવું……”
———————————————————-
બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી શ્રી યજ્ઞપુરુષ દાસ

આજ ની રવિસભા એ મહાન પુરુષ- આપણા આદિ ગુરુ -બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ ના સ્મૃતિ પર્વ ની ઉજવણી માટે હતી…..તો આજના દિવસે- કોટી કોટી વંદન એ મહાપુરુષ ના ચરણ માં- કે અક્ષર પુરુષોતમ સિધ્ધાંત ને પ્રવર્તાવી ને જન માત્ર ના કલ્યાણ નો માર્ગ સહજ કર્યો……

સાથે સાથે આજે મેઘરાજા ની પધરામણી ધામ ધૂમ થી થઇ અને પ્રથમ વાર જ મારા દીકરા હરિકૃષ્ણ ને રવિસભામાં લઇ જવાનો પ્રયોગ કરવામાં આવ્યો…જે મહાદ અંશે સફળ રહ્યો……તો સાથે સાથે અમદાવાદ બાળ મંડળ માટે આજે આનંદ મેલા નો ઉત્સવ હતો…..આથી ટૂંક માં- આજે બસ અક્ષરધામ પર્વ પુર જોશ માં હતો……અને ભક્તિ નો રંગ પણ…!

સભાની મંગળ શરૂઆત હમેંશ ની જેમ મારા વ્હાલા ના દર્શન થી……..

આજના દર્શન....

આજના દર્શન….

સભામાં સ્થાન ગ્રહણ કરીએ એ પહેલા હરિ ને લઈને- આનંદ મેળા માં થોડુક ફર્યો પણ અફસોસ- કે હરિ હજુ નાનો છે અને એના માટે કોઈ ગેમ ન હતી….વાંધો નહિ- બેટર લક નેક્સ્ટ ટાઈમ….હરિ ઇચ્છા બળવાન છે.  સભાની શરૂઆત – ધુન્ય દ્વારા થઇ ત્યાર્રબાદ- યુવકો દ્વારા- ભક્ત કવિ રસિક ના અમુક પદો- કે જેમાં અક્ષર પુરુષોત્તમ મહિમા અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મૌક પદ ગવાયા….”સ્વામીજી તો મહા પ્રતાપી..એનું ધાર્યું થાય……”…મોટા પુરુષ ના ચરિત્રો અને લીલાઓ જ અલગ હોય છે….જો નિર્દોષ ભાવ રાખી ને ભક્તિ કરવામાં આવે ..એમની આજ્ઞા પાળવા માં આવે તો – એ રાજી થાય છે અને જીવ ને  હરિ ની પ્રાપ્તિ કરાવે છે….

ત્યારબાદ- સભાના આશ્ચર્ય વચ્ચે- એક નાના બાળક -સોહમ દ્વારા- શાસ્ત્રીજી મહારાજ ની ભક્ત વત્સલતા( ભક્તરાજ  મોતીભાઈ ના ઘર ને આગ થી બચાવવા પોતાના હાથ ની પરવા ન કરી..) અને નીડરતા ( બાળપણ નો પ્રસંગ….રાત્રે ખેતરે એકલા જવાનો પ્રસંગ) -એની આગવી શૈલી માં રજુ થયો…..બધા રાજી થઇ ગયા….ત્યારબાદ બે યુવક( સચિન પટેલ અને જસપાલ સોલંકી) દ્વારા- શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત માટે કેવા ભીડા સહન કર્યા….કેવા અપમાનો સહન કર્યા……એ પ્રસંગ  રજુ થયા…સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ નું નિષ્કામી પણું- ધન ના ત્યાગી…જેવા લક્ષણો કેટલા અદ્ભુત હતા..અને વડતાલ ના મહાન કોઠારી ગોરધન ભાઈ એ – અદેખા ખુશાલ ભગત ને- આ વાત કેવી ડંકા ની ચોટ પર કરી હતી- એ પ્રસંગ રજુ થયો…..! કહેવાનું એટલું કે- જે વ્યક્તિ ના સુલક્ષણો ની શાખ એના દુશ્મનો પણ લેતા હોય- એ વ્યક્તિ કેવી હશે???  ધન્ય ધન્ય..શાસ્ત્રીજી મહારાજ..!

ત્યારબાદ- પુ. શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત દ્વારા – પુ. શાસ્ત્રીજી મહારાજ ના અનેક જીવન પ્રસંગો નું વર્ણન થયું…..જોઈએ એના અમુક અંશ….

  • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ- એક ઈતિહાસ બનાવવા માટે જન્મ્યા હતા..પ્રગટ થયા હતા…….અને એ કાર્ય એમણે પૂર્ણ કર્યું…જેના માટે આવનારી પેઢીઓ એમની સદાયે ઋણી રહેશે…..
  • બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ- એ સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય માં જાણે કે “એકમેવ” સંત હતા……અત્યંત વિધવાન..ચતુર….ખુબ જ સારા વક્તા…..શુરવીર ભક્ત…જમીન ની વાત હોય કે એક બળદ ખરીદવા ની વાત હોય…શિલ્પકળા હોય કે કથાવાર્તા હોય….એમનો જોટો જડે એમ ન હતો…….જયારે ૧૯૦૫ માં વડતાલ છોડ્યું- ત્યારે ઘણો વિરોધ થયો પણ – પોતાના જ્ઞાન- વિદ્વતા આગળ મોટા મોટા હરિભક્તો અને સંતો ને ઝુકાવ્યા….મોટા મોટા મંદિરો બાંધ્યા…..અને શીરજી સ્વામી ના સર્વ સંકલ્પો પુરા કર્યા…….સૌથી મોટું કાર્ય- પ્રમુખ સ્વામી મહારાજ ની અ સંસ્થા ને ભેટ…….અનંત કાલ સુધી નું સુખ એ હરિભક્તો ને આપતાં  ગયા…….
  • અજાતશત્રુતા….( પોતાના વિરોધીઓ ને પણ માફ કર્યા…..) , ત્વરિત નિર્ણય શક્તિ અને અડગતા…એમના જીવન માં ડગલે ને પગલે જોવા મળતી……અને જો- શાસ્ત્રીજી મહારાજ ન હોત તો- સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ન હોત……અને આ હજારો મંદિરો- લાખો હરિભક્તો – પ્રમુખ સ્વામી મહારાજ જેવા મોટા પુરુષ ની પ્રાપ્તિ ન હોત……

પ્રવચન બાદ અમુક જાહેરાતો થઇ…..

  • આવતા રવિવારે- શ્રીજી મહારાજ ની સ્મૃતિ સભા છે- કીર્તન- કથા નો લાભ વિધવાન સંતો દ્વારા મળશે…..
  • આયુર્મિક્ષ -૧ અને ૨ -મુખવાસ ની બે વેરાયટી રજુ થઇ છે……
  • ગાંધીનગર અક્ષરધામ માં ચાલતા- આર્ષ ( AARSH) પ્રવચન માળા ની શ્રુંખલા માં- પુ. શ્રુતિપ્રકાશ સ્વામી અને અન્ય સંતો દ્વારા – “કપિલ ગીતા” પર એક પ્રવચન છે- તારીખ- ૨૮/૯- સ્થળ- અક્ષરધામ- સમય- ૪ થી ૭ સાંજે.
  • નવરંગપુરા- સોલા- અને બાપુનગર માં કાલ થી પારાયણ ચાલુ થાય છે….સમય મહદઅંશે- સાંજ નો હશે- તપાસ કરી લેવી…બાપુનગર માં પુ.અક્ષર વત્સલ સ્વામી- ૨૭ મી સુધી પારાયણ નો લાભ આપવાના છે….
  • અમદાવાદ મંદિર માં આવતીકાલ થી સાંજ ની આરતી ના સમય માં પરિવર્તન થયું છે…..૧૫ મિનીટ વહેલી આરતી થશે…..

સભાના અંત માં- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શાસ્ત્રીજી મહારાજ ની સ્મૃતિ માં થયેલા વિવિધ પ્રસંગો નો વિડીયો દર્શન થયો…….સંતો ને દૂધપાક જમાડવા થી માંડી ને- એમણે દૂધપાક થી નવડાવવા સુધી નું સુખ- સ્વામીશ્રી એ આપ્યું હતું..એ જોઇને- મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી ના પ્રસંગો યાદ આવી ગયા…….

બસ- આ સુખ નો લાભ લઇ જ લેવો…એક પલ પણ આ ચરિત્રો ને ભૂલવા નહિ…તો જ ભક્તિ કાયમ રહે- હરિ રાજી રહે……અને સહજ -આનંદ કાયમ રહે…..

રાજી રહેજો…..જય જય અક્ષર પુરુષોત્તમ……..

જય સ્વામીનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s