Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ- ૨૬/૦૯/૨૦૧૩

Leave a comment

મેઘરાજા ની બીજી ઇનિંગ – એક જ મેચ  માં ચાલી રહી છે અને ધુંઆધાર બેટિંગ થઇ રહી છે……બીલકુલ જીવન ની જેમ……! એકવાર સ્વાદ ચાખી ગયા પછી જો બીજી વાર એ જ….. વાની ને ચાખવા નો મોકો મળે તો શું થાય? તો આવા ધોધમાર વરસાદ વચ્ચે શું ચાલી રહ્યું છે/

  • વાદળો એટલા ગાઢા છે કે- સુરજ દાદા ના દર્શન થયે -૪ દિવસ વીતી ગયા છે……વરસાદી ઝાપટા થોડા થોડા અંતરાલે – ઝાપટા મારી ને એમ કહે છે કે- ભૂલે ચુકે ય અમારે ઝપટે ન ચડતો……નહીતર તારી ખેર નથી..! તો ભેજ લગભગ- ૮૦-૯૦% આસપાસ છે અને બીમારીઓ ઘર આંગણે રાહ જોઇને ઉભી છે….છતાયે ઠંડા પાણી એ ન્હાવા નું હમેંશ ની જેમ ચાલુ છે….અને ચાલુ રહેશે…સિવાય કે- વિપરીત સંજોગ ન આવે તો..! 🙂
  • ભારત નું “ભવિષ્ય” મોદી સાહેબ કહી રહ્યા છે કે- આગામી ચૂંટણી – કોંગ્રેસ નહિ પણ સીબીઆઈ વર્સીસ ભાજપ ની હશે……! તથ્ય તો લાગે છે જ ….! એક કહેવત છે કે…” સત્તા ના સહુ ગુલામ” અને સીબીઆઈ ના કિસ્સા માં તો સ્પષ્ટ દેખાય છે…મુલાયમ…માયાવતી…અને લાલુ પણ એના દ્વારા ક્લીન ચીટ મેળવી છૂટી ગયા છે કે જાશે……૧૯૮૪ ના શીખ હુમલા ના બધા દોષીઓ છૂટી ગયા…ક્વોત્રોચી જેલ બહાર મરી ગયો…..વાડ્રા- જમાઈ રાજ બહાર – લડ્ડુ-ગુલાબજાંબુ ખાઈ રહ્યા છે…અને ઇશરતબેન જેવા “દેશ ભક્ત(?????) ” ના એન્કાઉન્ટર કેસ માં- સીબીઆઈ ને એટલો બધો રસ પડ્યો છે કે- રોજે રોજ કૈંક ને કૈંક નવું નવું શોધી લાવે છે…….! જોઈએ…..મોદી સામે આ પાલતું તંત્ર કેટલું ટકે છે?
  • મોબાઈલ માં એક નવું એપ્પ નાખવા માં આવ્યું છે…”speed test” નાખ્યા-ચલાવ્યા પછી કહાબ્ર પડી કે- BSNL 3G તો માત્ર નામનું જ છે………સ્પીડ જુઓ તો માત્ર- ૩૦૦-૪૦૦ કેબી પર સેકંડ ની……અને એની સરખામણી માં- વોડાફોન નું 3G જોયું તો – ૫-૬ mbps ની સ્પીડ…! હે ભગવાન……BSNL ને ક્યાં સુધી વેઠવા નું? નક્કામું તંત્ર…નઘરોળ-આળસુ કર્મચારીઓ…..અને કસ્ટમર કેર માં ડોશીઓ….જે તમને- ટેબ્લે ટેબલે ફેરવે……..અને પછી કોંગ્રેસ ની ખાઉધરી સરકાર- ૨૦૧૪ ની ચૂંટણી ને ધ્યાન માં રાખી……આવા ૮૦ લાખ નિકમ્મા કર્મચારીઓ ને- નવા પગાર પંચ હેઠળ- મોટો પગાર આપવા ની છે…..! શું કહેવું? “ખાંડણીયા માં માથા રામ…….તમ તમારે ઝીંકે રાખો……” એમના પેટ પણ અમારે જ ભરવા ના છે ને……!
  • મારા દીકરા – હરિકૃષ્ણ ના ચરિત્રો વધતા જાય છે……..જે પ્રમાણે એને છાપાઓ- ચોપડીઓ -જોવામાં- ફાડવા માં રસ પડે છે – એ જોઇને એવું લાગે છે કે…એ મોટો થઈને- કોઈ બૌદ્ધિક -લેખક-પત્રકાર-શિક્ષક કે છેવટે નેતા તો બનશે જ…! હે હરિ……..! અને વળી- એના સુવાના -જાગવાના  સમય માં બદલાવ ના કારણે- મારી અને રીના ની હાલત- કોઈ ઉપવાસે ચઢેલા સમાજ સુધારક જેવી થઇ ગઈ છે……..!

બસ- તો આ પલ- આ સમય-આ બદલાવ અને આ મિર્ચ મસાલા ને માણતા રહો……….

રાજ

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s