Raj Mistry's world

Me,my stories and world around….

અધૂરા સવાલો ….પૂર્ણ જવાબો….

Leave a comment

જીવન હવે મધ્યાહને પહોંચતું જાય છે અને એની મધ્ધમ ગતિ મા ફેરફાર નજરે ચઢે છે….પણ આમ જોઈએ તો જાણે કે જીવન કશું બદલાય જ નથી……સવાલો ..એ જ અધૂરા….અટુલા…..તેજાબી…..ખર્રાશ વાળા …..એમ જ ઉભા છે……..પણ એના સંતોષકારક  જવાબો…..જે હજુ નથી મળ્યા……છતાં પૂર્ણ લાગે છે …..પૂર્ણતા ની નજીક લાગે છે………પણ મનાતા નથી….!

જીવન ની શરૂઆત જ એક પ્રશ્ન થી થાય છે….અને એ પ્રશ્ન જ સમગ્ર જીવન સાથે જ રહે છે…….જવાબ જેને મળે છે…..એ પુરુષ બીજો જન્મ જ ધારણ નથી કરતો- એ આપણા શાસ્ત્રો કહે છે……તમે જુઓ- ગીતા હોય કે રામાયણ…..કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાય નું વચનામૃત……..જે ભગવાન અને શિષ્ય-ભક્ત વચ્ચે ના સવાલ-જવાબ પર જ રચાયા છે……તો પછી સવાલો- જવાબો થી ભાગવું શ માટે?

સવાલો ની આ ધોધમાર મા- મોટાભાગ ના સવાલો- લૌકિક નજરે વાહિયાત લાગે છે…….પણ એના જવાબ જો શોધવામાં આવે તો – તત્વજ્ઞાન ના છુપા ખજાના સમાન ભાસે છે…….દાખલા તરીકે……એક સવાલ? ફૂલો ને આટલા બધા રંગીન કોણે બનાવ્યાં હશે?…….બાળક …ઊંઘમાં હસે છે શું કામ? કે પછી…….આપણા કર્મ સારા હોવા છતાં આપણ ને દુઃખ શા  માટે આવે છે?………વગેરે વગેરે……….

?????????????

ઘણીવાર – રૂમ ની બારી મા થી બહાર ડોકાઈ ને બાહ્ય જગત ને જોવું છું તો લાગે છે કે- આ સૃષ્ટિ આવી જ કેમ છે?…….બધા આટલી બધી ભાગંભાગી શા માટે કરે છે? જો આપણે એક કલાક પછી કે એક પળ પછી શું થવાનું છે? એ નથી જાણતા તો આટલું બધું ભેગું કેમ કરે રાખીએ છીએ?…………આ પરથી મને મહાભારત નો એ પ્રસંગ યાદ આવ્યો કે જેમાં દ્રેત વન ના જળાશય ને કિનારે- ધર્મરાજ યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે સવાલ-જવાબ થાય છે………સવાલો ઘણા અને જવાબ પણ એટલા જ લાંબા છે…પણ એક સવાલ મને ગમ્યો……….યક્ષ પૂછે છે…… જગતનું મોટામાં મોટું આશ્ચર્ય શું છે? ધર્મરાજ યુધિષ્ઠિર ઉતર આપે છે કે……… રોજે રોજ લોકો મર્યા કરે છે છતાં બાકી રહેલા લોકો પોતે મૃત્યુ પામવાના જ નથી એ રીતે વર્તે છે એના કરતાં વધારે આશ્ચર્યજનક બીજું શું હોઈ શકે?

ખેર….સવાલો કો સવાલ હી રહેને દો……..જોઈએ અમુક અટપટા-આધા અધૂરા સવાલ……..પૂર્ણ જવાબ ની રાહ જોવાય છે………

  • તમે એક પલ વિચારો કે- તમે આ સૃષ્ટિ ના જ નથી……અને આ પૃથ્વી પર ભૂલ થી “ટપકી” પડ્યા છો……..તો કલ્પના ન કરી હોય એવા…..હાલતા- ચાલતા-દોડતા-લડતા આ અજીબ જીવો ને જોઈને શું લાગે? ખાસ તો વૃક્ષ જગત ને જોઈને કેવી લાગણી થાય? …….એમની ડીઝાઈન-રચના…..વર્તન……કેટલું અજીબ લાગે? એના રચનાકાર કોણ હશે?
  • તમે કોણ છો? આ હાલે ચાલે એ દેહ કે- દેહ નું સંચાલન કરતી શક્તિ?…….”તમારી” વ્યાખ્યા શું?
  • ધારો કે તમને ખબર પડે કે- પુનર્જન્મ એક વાસ્તવિકતા છે…..અને તમે ગયા જનમ મા શું હતા….ક્યાં હતા….એ એક વાસ્તવિક પણે જાણી શકાય તો……તમે શું કરો? તમારા જીવન મા શું ફર્ક પડે?
  • ધારો કે- તમે સામે ની વ્યક્તિ ના મન મા ઘુસી- એનો ભૂત-વર્ત-ભવિષ્ય કાળ જોઈ શકતા હો તો…..તમે શું કરો?  અને ધારો કે સહદેવ જેવી શરત પણ તમને લાગુ પડે છે- તો શું કરો?
  • તમને એક દિવસ માટે- એવું વરદાન-શક્તિ મળે કે- તમે જે ઈચ્છો તે થાય…..તો તમે શું કરો? પણ આ વરદાન ની સાથે અમુક “શરતો ને આધીન” લખેલું હોય તો…?
  • અને ધારો કે તમને ખબર પડે કે-તમે માત્ર ૨ કલાક જ આ દેહ મા છો……..પછી એને છોડવા નો છે……..તો શું કરો?
  • અને ધારો કે- ખુદ..સાક્ષાત ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે……અને તમારી સમે બે ઓપ્શન આપે છે…….એમાં થી તમારે એક પસંદ કરવાનો છે…….જેમાં પ્રથમ- જગત નું બધું સુખ….ધન-ધાન્ય-નારી-નીરોગી -તા ……..અને બીજું- મન ની શાશ્વત શાંતિ……..તો તમે કયું પસંદ કરો? કેમ?

……………..ઉફ્ફ…….તો સવાલો- અધૂરા સવાલો નું લીસ્ટ ઘણું લાંબુ છે……અને પૂર્ણ જવાબો- કદાચ એના કરતાં પણ મોટા છે……કારણ કે જવાબ- ખુલ્લા છે…બાંધેલા નથી……..

બસ- ……રોજ એક નવો સવાલ પોતાની જાત ને કરતાં રહો……….અને એનો જવાબ શોધતા રહો………મજ્જાની લાઈફ…..! બરોબર ને…….કારણ કે- “જીજ્ઞાસા…..એક પ્રશ્ન…જ કલ્યાણ કે મોક્ષ નું સાધન બની શકે છે……..” પણ સાથે સાથે એક દાયિત્વ પણ જોડાયેલું છે…….જવાબ ને સ્વીકારવા નું…! પાછો એક સવાલ…….જવાબ સ્વીકારી શકશો ને??????

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s