Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૦૬/૧૦/૨૦૧૩

2 Comments

“પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્‍સંગી કહેવાય. તે ત્રણ વાનાં તે કયાં ?તો એક તો પોતાને ઇષ્‍ટદેવે જે નિયમ ધરાવ્‍યાં હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઇ દિવસ ત્‍યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્‍વરૂપનો જે નિશ્વય તે અતિશે દ્રઢપણે હોય પણ તેમાં કોઇ સંશય નાખે તો સંશય પડે નહિ, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહિ, એવો ભગવાનનો અડગ નિશ્વય હોય, અને ત્રીજો પોતાના ઇષ્‍ટદેવને ભજતા હોય એવા જે સત્‍સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા, બાપ, દીકરા, દિકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે. અને જેમ સ્‍ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે. તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્‍સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢાં આગળ આવીને બેસતો હોય ત્‍યારે બીજાને એમ જણાય જે, ‘એ મોટેરો સત્‍સંગી છે.’ પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે, ગૃહસ્‍થ હોય તે તો પોતાનું જે સર્વસ્‍વ તે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્‍સંગને અર્થે માથું દેવું હોય તો દે. અને જે ઘડીએ પોતાના ઇષ્‍ટદેવ આજ્ઞા કરે જે, ‘તું પરમહંસ થા.’ તો તે તત્‍કાળ પરમહંસ થાય. એવાં જેનાં લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો”

———-ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય-૬૧—————-

ઉપરોક્ત વચનામૃત વાંચો…ધ્યાન થી વાંચો…..અને એમાં જે રહસ્ય છુપાયું છે તેને સમજો…….અને એક સવાલ પોતાની જાત ને પૂછો…આપણે એવા સત્સંગી છીએ?  આપણા સંતો આપણ ને કહે છે…..સ્વામીશ્રી પણ કહેતા રહે છે…અને સ્વયમ શ્રીજી મહારાજે પોતાના બ્રહ્મ વાક્યો માં કહ્યું છે……તો આપણ માં ખોટ ક્યાં રહે છે? એ સમજવાનું છે. આ ગહન વચનામૃત….સર્વોપરી સત્સંગી નું વચનામૃત- આજની રવિસભામાં – એક નાના બાળ ભક્ત દ્વારા કહેવામાં આવ્યું…એ જ મોટી વાત હતી……અને આ બાળકો…બાળ મંડળો અને તેમની પ્રવૃતિઓ – સંસ્કારો- ઉત્સાહ જોઇને લાગે છે કે- આપણો ધર્મ..આપણી સંસ્કૃતિ—-આપણું ભવિષ્ય યોગ્ય માર્ગ પર જ છે….ઉજ્જવળ છે ..આ માટે- ગુણાતીત પરંપરા ના ચરણો માં- કોટી કોટી વંદન…..

તો આજની રવિસભા- બાળકો દ્વારા- સૌને માટે હતી….હું જરા મોડો પહોંચ્યો….પણ મંદિરે  પહોંચી ને સર્વ પ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…

1390688_183492725172241_2018919402_n

સભામાં ગોઠવાયો ત્યારે- બાળ ગાયકો દ્વારા એક કીર્તન – શાસ્ત્રીજી મહારાજ માટે થઇ રહ્યું હતું…..ત્યારબાદ થોડોક ચિતાર મળ્યો- બાળ મંડળ દ્વારા થયેલી પારાયણ વિષે…..લગભગ ૩૯ જેટલી પારાયણ આ બાળકો દ્વારા અમદાવાદ માં થઇ છે……અદ્ભુત..અદ્ભુત..! જ્યાં આજકાલ યુવાનો ને સત્સંગ ની એક મિનીટ ની વાત માટે કરગરવું પડે છે ત્યાં…૩૯-૩૯ પારાયણ …ચમત્કાર જ કહેવાય..! ત્યરબાદ- એ ઈતિહાસ નું પુનરાવર્તન કરતા હોય એમ- એક નાના બાળક દ્વારા “ભક્તચરિતમ ” પર સંવાદ -નૃત્ય-કથા દ્વારા પારાયણ થઇ……સમગ્ર સભા પ્રભાવિત થઈ ગઈ…જોઈએ એના અમુક અંશ ..ટૂંક માં…..

  • શરૂઆત થઇ લાધા ઠક્કર ના પ્રસંગ થી…..એમણે શ્રીજી મહારાજ ને પૂછ્યું કે- તમે સ્વયમ કોની માળા ફેરવો છો?…જવાબ અદ્ભુત હતો….”અમારા ભક્ત ની…” જ્યાં ભક્ત – ભગવાન માટે એક ડગ ચાલે છે તો હરિ એના માટે હજાર  ડગ ચાલે છે..એવો આ ભવ્ય સંપ્રદાય છે……ગર્વ છે આવા અદ્ભુત સત્સંગ સુખ માટે……
  • ઉપરોક્ત વચનામૃત- ગઢડા મધ્ય ૬૧ – ના આધારે સાચા સત્સંગી ના લક્ષણો નું – નિયમ-નિશ્ચય અને પક્ષ – એમ ત્રણ ગુણો નું વિવિધ પ્રસંગો -નાટક-સંવાદ દ્વારા રજૂઆત થઇ…….રજૂઆત એટલી અસરકારક હતી કે- બધાની સમજ માં આ ગહન વચનામૃત -સહજ આવી ગયું……પછી ભલે ને એ સંવાદ  જોબન પગી નો હોય કે- શામત પટેલ નો…….ભક્તિ નો નિયમ- અને નિશ્ચય- દ્રઢ પણે જોવા મળ્યો……કે જ્યાં “શિર સાટે નટવર ને ભજીએ……” સાર્થક દેખાયું……નૃત્ય રજુ થયું…..”અમે તો બહુ મોટા ભક્ત બનવાના……”

20131006_175047

  • તો એક અદ્ભુત સંવાદ રજુ થયો જેમાં- બાળકો ને – ભણવા માં નંબર ૧ અને સાથે સાથે ભક્તિ માં નંબર ૧ – કેમ થવું..કઈ રીતે થવું એ સમજવવા માં આવ્યું…..આવું અદ્ભુત જ્ઞાન – ગમ્મત સાથે ક્યાં  મળે? આ લોક અને પરલોક બંને નું સાચવવું – એ અહી જ શીખવા મળે….

ત્યરબાદ અમુક જાહેરાતો થઇ…જેમાં – Live for BAPS – બાળકો માટે જે અધિવેશન થયું હતું..એમાં અમદાવાદ ના બાળક-બાલિકા ઓ ને ઇન્નામ આપવામાં આવ્યા……બાલિકા ઓ નું પરફોર્મન્સ – બાળકો કરતા સારું હતું…..એ જાણી ને બમણો આનંદ થયો…..

સાથે સાથે એ પણ જાહેરાત થઇ કે- આવતા રવિવારે- હરિભક્તો( કે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે…અને જો બાકી હોય તો કરાવી દેવું) માટે એક શિબિર – પૂજ્ય ડોક્ટર સ્વામી ની નિશ્રામાં થવાની છે…..સ્થળ- શાહીબાગ મંદિર- સમય- સવારે ૭.૪૫ ( મંગલા આરતી કે શણગાર આરતી માં પહોંચી જવું….) થી સાંજે ૫ સુધી….વિષય- આપણું જીવન મંગળ બનાવીએ………! અવશ્ય લાભ લેવો….જો કે- હું બહાર છું- આથી એનો લાભ નહિ મળે- એ અફસોસ છે…હરિ ઈચ્છા….!

તો બસ- શ્રીજી ના ચરિત્રો સંભાળતા……ચેષ્ટા ના પદ ને સ્મરતા..ઉચ્ચારતા વિદાય લઈએ…અને પ્રાર્થના કરીએ કે- આપણ ને બળ મળે કે- આપણે સાચા સત્સંગી બની શકીએ….

જય સ્વામીનારાયણ……

2 thoughts on “BAPS રવિસભા- ૦૬/૧૦/૨૦૧૩

  1. Jay Swaminarayan Rajbhai, aapni post khub sunder rite saras shbdo ma vani ne aap khub saras seva karo chho e mate bapa raaji thase. Aapni post thi amone Satsang nu saachu nd saras gnan male chhe. Aap ni jaan mate k aapni last post na vachanamrut (niyam, nishchay& pax) j g.m.61 chhe pan bhul thi g.p.61 type thayu chhe. Raaji rehjo…bharuch thi Ramkrushna Patel na sasneh sah Jay Swaminarayan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s