Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૧૯

1 Comment

મેં છેલ્લી પોસ્ટ લગભગ ૮ દિવસ પહેલા લખી હતી…….તો ટૂંક માં- કહેવા નું એ કે- આજકાલ વિચારો નું શબ્દીકરણ ઘટતું જાય છે…..કારણ- ભાગમભાગ…..જીવન એટલી ઝડપ થી ભાગી રહ્યું છે કે કેમેરા ના લેન્સ પણ એને ફોકસ નથી કરી શકતા…..નવરાત્રી- કયારે આવી અને કયારે ગઈ….ખબર જ ન પડી…..અને આમ ને આમ – હરિ નું તેડું આવી જશે..ત્યારે પણ ખબર નહિ પડે…..અને લાગશે કે- બસ- આપણે તો વેડફાઈ ગયા…..! શું કહો છો?

ઠીક છે…તો- આ ઝડપી જીવન ને ક્યાંક અલ્પવિરામ મળતા- આસપાસ -એક કેમેરા ના નેપથ્ય પર ઝીલાઈ ગયું……તો ચાલો કરીએ…”ગમતા નો ગુલાલ….’

શરૂઆત……

કેળ -જોડિયા ..... :-)

કેળ -જોડિયા ….. 🙂

નવો શબ્દ- કેળ- જોડિયા…….કેમ ન હોય? જુઓ…..ડબલ મઝા…..! જે વેપારીઓ નંગ પર કેળા વેચે છે- તેને એક કેળા નું નુકશાન થઇ શકે છે….પણ આપણ ને ડબલ મઝા..! જીવન આવું જ છે….દેખાય- એક જ..પણ એમાં અનેક જીવન એક સાથે જીવાતા હોય છે……ડીટ્ટો તેરી-મેરી કહાની ની જેમ..!

બ્રહ્મ સત્ય....

બ્રહ્મ સત્ય….

મનુષ્ય અટપટો છે- કારણ કે એનો સ્વભાવ એનાથી વધુ અટપટો છે…..હરિ ને પામવા તો બધા ને છે….પણ પોતાની સગવડો સાથે….પોતાની ઈજ્જત સાથે..! અને ત્યાં જ ભૂલા પડાય છે….”હરિ નથી મળતો સસ્તામાં…’ ….કારણ કે એ રસ્તામાં નથી પડ્યો..કે જેને તમારા કરોડો રૂપિયા….પાવર….વીઆઈપી સગવડો….લાગવગો…..નથી મેળવી શકતી ! “કે નાથ મારો તુલસી ને પાંદડે તોળાયો…….” જેવી ગહન વાત છે….હરિ ને રાજી કરવા શુદ્ધ હૃદય ના અતિ શુદ્ધ-પરી શુદ્ધ ભાવ જોઈએ…..બાકી- દર્શન નું પણ સુખ નહિ આવે- એ ગેરંટી..! અધ્યાત્મ અને ભક્તિ માં- તો- દાસ ના દાસ થાય એ જ જીતે…..! આથી જયારે ભક્તિ ની વાત કરો તો- આ જરા ધ્યાન માં રાખજો….!

મજ્જા ની વાત..!

મજ્જા ની વાત..!

થેન્ક્સ ઈશિતા……! તારી એલચી ઓ થી અમારી ચા ગુલાબી થઇ રહી છે એ બદલ..!  ખેર…ઉપર ના શબ્દો વાંચો…કૈંક બનવા માટે કૈંક ગુમાવવું પડે છે- એવું કૈંક તમને લાગશે…! હકીકત છે- નથીંગ કમ્સ ફ્રી…! આથી સુખ અને દુખ એકબીજા સાથે અભિન્ન પણે જોડાયેલા જ હોય છે…એ બ્રહ્મ સત્ય છે…..મજ્જા નું સત્ય છે……જો- તમે સદાયે- સુખી રહેવા માંગતા હો…..તો- સહજ- આનંદ જરૂરી છે……! થોડા માં ઘણું સમજો…..!

તમારી ચામડી કઈ?

તમારી ચામડી કઈ?

એક સણસણતો સવાલ…….તમારી ચામડી કઈ? ….પટેલ ની? વાણીયા ની?…..અંગ્રેજ ની? ..પશુ ની?……….કે કોઈ નેતા ની? ……….વિચારો….વિચારો……….

સાથે રહેજો…

રાજ

 

 

 

 

Advertisements

One thought on “રસપ્રદ ફોટા-૧૯

 1. માનનીય શ્રી,

  ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.

  સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
  ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

  ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.

  આભાર,
  ગુજરાતીલેક્સિકોન ટીમ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s