Raj Mistry's world

Me,my stories and world around….

આજકાલ- ૨૫/૧૦/૨૦૧૩

Leave a comment

જીવન સતત છે…..ગતિશીલ છે……પરિવર્તન શીલ છે……થકાવી નાખનારું છે…..તો આહલાદક પણ છે…! તો વાત કરી એ ગતિ ની…..સફર ની…એક યાત્રા ની….જેને તમે જીવન કહી શકો…તો આ યાત્રા કે વિચરણ -કેવું ચાલેછે…..? જોઈએ…

  • ગયા ચાર  પાંચ દિવસ- ચીપલુંન ખાતે ગયા…..આમ તો ઓફિસિયલ કામ હતું પણ મજા અંગત હતી……મુંબઈથી ગોવા હાઈવે પર બસ થી જાઓ તો ૬-૭ કલાક મા -અને ટ્રેન મા ૪-૫ કલાક મા તમે અહીં પહોંચી શકો……એકદમ મસ્ત-શાંત-ભીડભાડ વગર ની જગ્યા…….સહેજ પણ ઘોંઘાટ નહી…..પ્રદુષણ નહી….! અમે તાજ ના જુના એક રિસોર્ટ મા રોકાયા…..રૂમ્સ અને લોકેશન અદભૂત હતા…..અને સવાર તો જાણે કે સ્વર્ગ મા જ ઉગતી હતી……વાદળો આપણ ને અડી ને જાય એવું સ્પષ્ટ દેખાતું હતું……! તો જલસા કરવામાં આવ્યા….પણ સાથે સાથે રીના- હરિકૃષ્ણ ને મિસ કરવામાં આવ્યા……..પણ પાછો આવ્યો એટલે – હરિ ના ઉત્સાહી કુદકા અને હાસ્ય એ -મારું એ દુઃખ- પરમ સુખ મા બદલી નાખ્યું……
  • ચીપલુંન સારી જગ્યા છે – અને આસપાસ ઘણા મંદિર છે- ૨૦૦ થી ૫૦૦ વર્ષ જુના…..તો સમય મળતાં- પરશુરામ મંદિર, મા વિન્ધ્યાવાસીની મંદિર…..ડેરવણ મા શિવાજી મહારાજ નું મંદિર છે…..એની મુલાકાત કરવા મા આવી……સ્થળ સારા હતા પણ રોડ્ઝ ખરાબ લાગ્યા…..એમાં સુધારો વધારો થઇ શકે……..પણ ટૂંક મા- જવા જેવું ખરું……જો કે ઘણું બધું છૂટી ગયું…સમય ના અભાવે- પણ હવે ફરીથી આવશું- એટલે દેખા જાયેગા…..ફોટા- ફેસબુક પર મુકવામાં આવ્યા છે…..
  • ઘરે- ફર્નીચર નું કામકાજ ચાલે છે- આમ તો ફ્લેટ લીધો ત્યારે એનું ફર્નીચર-રંગરોગાન બધું પૂરું કરી ને રહેવા આવ્યા હતા……પણ હવે હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત પધાર્યા છે……આથી એમની ઊછળકૂદ ને ધ્યાન મા રાખી- એમાં સુધારા વધારા જરૂરી હતા……! જોઈએ- કારીગરો કેટલા દિવસ મા- કેટલા રૂપિયા મા કામ પૂરું કરે છે?
  • દિવાળી – આ વખતે ભારે લાગે છે……મોંઘવારી નું વજન બધે જ છે………આથી ખિસ્સા લાગણી- લોક-લાગણી ને માન આપી ને- દિવાળી શકય હોય એટલી સાદાઈ થી મનાવવા મા આવશે……..તમારું કેમનું છે?
  • ફરવા જવા નું -કોઈ પ્લાન્નીંગ નથી……..કદાચ થાય તો- નજીક નજીક મા જઈ ને બધા ને ખુશ કરવામાં આવશે……..એ બધા રાજી તો -આપણે રાજી……

તો- બસ રાજી રહેજો…..વિચરણ કરતાં રહેજો……….હરિ સાથે જ છે……બસ એને અનુભવતા રહેજો……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s