Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૨૭/૧૦/૨૦૧૩

1 Comment

” ‘આ સારૂં પદાર્થ છે, ને આ ભૂંડું પદાર્થ છે’ જેટલાં માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એકસરખાં જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો નરસો સહુ એક પાળમાં છે, તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખાં છે અને કાંઇક સારૂં નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારૂં લગાડવાને અર્થે કહીએ છીએ જે,……………………………… આ સારૂં ભોજન છે, આ સારૂં વસ્ત્ર છે, આ સારૂં ધરેણું છે, આ સારૂં ઘર છે, આ સારૂં ધોડું છે, આ સારાં પુષ્પ છે, તે ભક્તને સારૂં લાગે તે સારૂં કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્‍વરૂપનું જ ચિંતવન કરે; અને વાણી તે ભગવાનના યશને જ ગાય; અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે; અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે, એમ ભગવાનની ભકિત જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભકિત વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઇક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠસિંતેર વર્ષનો થાય, ને પછી તેનો દીકરો મરી જાય, ત્‍યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઇ જાય, તેમ અમારે પણ ખાતાં, પીતાં, ધોડે ચડતાં, રાજી, કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે. જે, ‘આપણ તો દેહ થકી પૃથક્ આત્‍મા છીએ પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્‍માને વિષે રખે રજોગુણ, તમોગુણ, આદિક કોઇક માયાનો ભાગ ભળી જાય નહિ, તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ, જેમ સાડાસોળવલું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઇ જાય, અને જો ધણીની લગારેક નજર ચુકે, તો સોની સોનું કાઢી લઇને તેમાં રૂપું ભેળવી દે. તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે, અને તેમાં માયારૂપી સોની છે. તે પોતે બેઠો થકો સંકલ્‍પરૂપી જે હથોડો તેના અખંડ ટચ ટચ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીનાં છોકરાં સ્‍ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઇક સોનું ચોરી જાય. તેમ ઇન્‍દ્રિયો, અંત:કરણ એ સર્વે માયારૂપ જે સોની તેનાં છોકરાં સ્‍ત્રી છે, તે કંચનરૂપ જે ચૈતન્‍ય તેને વિષે ત્રણ ગુણ તથા પંચવિષયમાં આસકિત તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, લોભાદિક એ રૂપ જે રૂપું, તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્‍યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે, અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો સોનું બારવલું થઇ જાય છે, અને પછી તે સોનાને તાવી તાવીને પાછું સોળવલું કરે તો થાય છે. તેમ આ જીવને વિષે રજ, તમ, આદિક જે રૂપું ભળ્‍યું છે, તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચનરૂપ જે એક આત્‍મા તે જ રહે, પણ બીજો માયિક ભેગ કાંઇ રહે નહિ. એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડયા છીએ, એ અમે અમારૂં અંગ છે તે કહ્યું”

———————————————————————

પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન-ઇતિ વચનામૃતમ- ગઢડા મધ્ય-૫૫

શ્રીમદ ભગવત ગીતા (-૧૮-૫૪)મા સ્વયં શ્રીજી કહે છે કે- “બ્રહ્મભુત: પ્રસંનાત્માં ન શોચતિ ન કાંઅક્ષતી; સમ : સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ……” અર્થાત- જે બ્રહ્મરૂપ થયો છે અને જેનું મન સદા પ્રસન્ન છે અને જે કોઈ પ્રકાર નો શોક કરતો નથી , તેમ કોઈ પદાર્થ ને ઇચ્છતો નથી, સર્વ ભૂત માં જેને સમભાવ છે, તે પુરુષ મારી પરા ભક્તિ ને પામે છે………! અને આજની સભા આ સાર આ જ હતો……સ્વયં શ્રીજી- પોતાના ચરિત્રો ની વાત કરતાં કહે છે કે- એમની સ્થિતપ્રજ્ઞતા કેટલી હદ સુધી હતી……અને ભક્તો ને ક્યાં સુધી પહોંચવા નું છે….! પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે- જો વચનામૃત ના એક એક શબ્દ ને ધ્યાન હતી વાંચવા મા આવે અને સમજવા મા આવે તો પણ- તમે બ્રહ્મ રૂપ થઇ જાવ……! એટલી બધી ગહન વાતો- શ્રીજી એ પોતાના ભક્તો ને કહી છે….

આજે સભા મા જરા મોડો પહોંચ્યો…..પણ પહોંચી ને ફટાફટ મારા વ્હાલા ના દર્શન મન ભરી ને કરવામાં આવ્યા……એની આંખે- કદાચ આ “જીવ” ચડી જાય અને જગત ના નાથ ને આ રંક પર દયા આવી જાય તો કલ્યાણ થઇ જાય- બસ એવી જ ભાવના…..! તો તમે પણ કરો આજ ના મનમોહક દર્શન….

1378045_193656167489230_100520220_n

સભામાં ગોઠવાયો ત્યારે પૂ. સંતો અને કિશોરો દ્વારા કીર્તન- ધૂન્ય ચાલતા હતા……”હો સહજાનંદ સુખદાયી…….” પ્રેમાનંદ સ્વામી ના પદ – એ બ્રહ્મ સત્ય ના દ્યોતક હતા કે- ભગવાન નું નામ – કોઈ પણ હોય…કોઈ પણ સમયે લો…..એ હમેંશા શાંતિદાયક…..સુખાકારી…..મોક્ષ દાયક જ હોય છે…..તો બસ- અખંડ – સ્વામિનારાયણ …સ્વામિનારાયણ ચાલુ રાખો…! ત્યારબાદ- યોગીજી મહારાજ ને કરુણામૂર્તિ ને તાદ્રશ્ય કરતુ એક કીર્તન પૂ. વિશ્વસ્વરૂપ સ્વામી દ્વારા રજુ થયું…….”મે તો ગ્રહી લીધું શરણું તમારું રે હે યોગી , કરી લો ને દ્રષ્ટિ અમારા ભણી……” અદભૂત હતું…….! જેનો એક ધબ્બો- અક્ષરધામ પહોંચાડતો હોય તો- એના મહિમા ની શી વાત કરવી…?

ત્યારબાદ- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના અમદાવાદ ખાતે ના અવિસ્મરણીય વિચરણ નો એક વિડીયો રજુ થયો……અદભૂત…અદભૂત…….ભક્તો ના આંખો મા છલકાતી ભક્તિ……અને લાગણી ઓ- આંસુ ઓ બની જે રીતે વહી રહી હતી અને છુપકે થી આ કેમેરો જે રીતે એને કેદ કરી રહ્યો હતો- એ અદભૂત હતું………ભક્તિ ની કદાચ આ જ પરિસીમા હોઈ શકે…..! અને પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની આંખો- જેણે નજદીક થી જોઈ હશે…તેને ચોક્કસ અનુભવ થયો હશે કે- એ આંખો જાણે કે સાક્ષાત હરિ ની છે……કરુણા અપરંપાર દેખી શકાય છે……..! અદભૂત..અદભૂત…….ગદગદ ભાવે થતી ભક્તિ..!

ત્યારબાદ પૂ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા- ગઢડા મધ્ય- ૫૫ પર એક જ્ઞાન નીય પ્રવચન થયું……..જોઈએ એના અમુક સારાંશ……

  • ભગવાન ના લીલા ચરિત્રો…….હમેંશા સંભારી રાખવા…..જીવ ને જો અંત કાળે પણ એમાં નું એક લીલા – કે ચરિત્ર યાદ આવી જાય તો એનું રૂડું થાય…….
  • અનેક વચનામૃત- ગઢડા પ્રથમ ૬, ૧૮;મધ્ય-૧૩,૩૩,૩૫….કારીયાણી-૧૦,૬ …..વગેરે મા અનેક જગ્યા એ શ્રીજી એ સ્વયં પોતાના સ્વભાવ ગત ગુણો ની વાત કરી છે….અને દાખલો કર્યો છે કે- પોતે આ લોક મા અવતાર ધારણ કર્યો એ મોર ના – એ પહેલા ના- આ જગત ના બાહ્ય સુખો થી અલિપ્ત હતા…..પણ જે જે ચરિત્રો કર્યાં…..એ કેવળ ભક્તો ને રાજી કરવા જ કર્યાં……..અને આમ જ સર્વ એ વર્તવું જોઈએ……કોઈ એ આ બાહ્ય સુખ મા ફસાવું ન જોઈએ….
  • અક્ષરધામ નું અખંડ સુખ લેવું હોય તો જગત ના વિષયો છોડી- કેવળ સત્સંગ મા જ રુચિ લેવી……..સત્સંગ  હશે તો સુખ જ સુખ છે…..
  • એક ભગવાન ના આશરા નું જ બળ રાખવું……એ જ જીવ ને નિર્ભય બનાવે છે……અને જીવન ની અનિશ્ચિતતા ઓ સામે ટકાવી રાખે છે……
  • પાંચ વિષય ના સુખો નો ત્યાગ કરો તો જ ભગવાન નું- આ સત્સંગ નું અખંડ સુખ અનુભવાય છે……

અદભૂત….અદભૂત…..એક શબ્દ શબ્દ વાંચો..સમજો…..તો સમજાશે કે – જીવ ના કલ્યાણ નો રાજ માર્ગ કદાચ આ જ છે…….બસ આપણી તૈયારી જોઈએ…..તૈયાર છો ને?

ત્યારબાદ- આપણા હરિભક્તો મા – કેટલી તેજસ્વીતા છે- એ સાબિત કરતો એક યુવક- સિદ્ધાર્થ રાઠોડ કે જેણે- પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સીટી મા ગોલ્ડ  મેડલ … મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી દ્વારા મેળવ્યો છે- તેનું સભામાં શ્રીહરિ સ્વામી દ્વારા સન્માન થયું…..! સંસ્કાર- અને તેજસ્વી કારકિર્દી – કદાચ અહીં જ સર્વત્ર જોવા મળે છે……ગર્વ ની વાત છે……

અને અંતે અમુક જાહેરાતો થઇ કે જેમાં- સંવંત ૨૦૭૦ નું નવું પંચાંગ બહાર પડ્યું છે……સ્ટ્રેસવિન સોફ્ટ જેલ નામની કેપ્સ્યુલ – મન ની શાંતિ માટે ખાસ બહાર પડી છે…..( લાગે છે કે- જીવન ની આ ભાગમભાગી મા મારે એની જરૂર પડશે…. 🙂 ) …..દિવાળી ના અન્નકૂટ ની  તૈયારી અને ખાસ મુહુર્તો……જુઓ નીચે નો ફોટો……..

1392019_589143751123597_834488005_n

તો – બસ – જીવન ની પળેપળ- શ્રીજી ના વચન- લીલા ચરિત્રો- સત્પુરુષ ની આજ્ઞા ઓ અને માર્ગ દર્શન- યાદ રાખજો……..તો અક્ષરધામ ક્યાંય છેટું નથી……..આખરે- આપનો જન્મ એ શાશ્વત સુખ અર્થે જ થયો છે…..” અક્ષર રૂપ થઇ પુરુષોત્તમ ની ભક્તિ કરવી” એ જ આપણો જીવન સિદ્ધાંત- બ્રહ્મ સિદ્ધાંત………સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત……!

જય સ્વામિનારાયણ….

રાજ

 

Advertisements

One thought on “BAPS રવિસભા- ૨૭/૧૦/૨૦૧૩

  1. Jay swaminarayn.
    aaje office hati mate sabha chuti jvanu gnu dukha htu but , i m so happy ke tmara jeva satsangi ne karne sabha chuti gyanu dukha no moko tali gyo .

    Jay swaminarayn

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s