Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૧૦/૧૧/૧૩

Leave a comment

     “સત્સંગ મા ટકી રહેવું હોય તો સત્સંગી એ પાંચ ગુણ જીવન મા ધારવા પડશે- નમવું,ખમવું, મન ગમતું મુકવું, ઘસાવું અને કટ વળી જવું….”

—-પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ——–

સત્ય વચન……..એક દમ રોકડી વાત…..! આ સત્સંગ નું સાચું સુખ – ઉપરોક્ત આજ્ઞા મા રહેવાય તો જ આવે……મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પણ આ જ વાત કરે છે…..નમતા રહી ને પણ સામાવાળા ને વશ કરી- સત્સંગ મા રાખવો….! આજની સભા નો સુર આ જ હતો- સ્નેહ- મિલન- નવા વર્ષ -વિક્રમ સંવંત ૨૦૭૦ -ની આ પ્રથમ સભા નો મૂળ સાર હતો……!

નવા વર્ષ ની પ્રથમ સભા મા આજે સમયસર પહોંચી ગયો…..ઠંડી નો ચમકારો અમદાવાદ મા ઓછો છે પણ આજુબાજુ ના ગામડાઓ મા- તો ધમધોકાર છે…..અને એની અસર શરીર પર વર્તાઈ રહી છે છતાં- સભામાં જવામાં આવ્યું. સભામાં પહોંચી ને સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન…..નવા વર્ષ મા પ્રથમ વાર…..( હું અઠવાડિયા થી શહેર બહાર હતો….) ….મન-આત્મા-હૃદય પ્રફુલ્લિત થઇ ગયું……એના થી વિશેષ શું હોય?

આજના દર્શન....

આજના દર્શન….

સભામાં ગોઠવાયા ત્યારે થોડીક ભીડ ઓછી લાગી- દિવાળી ની અસર હોઈ  શકે છે……ત્યારબાદ- પૂ.પ્રેમવદન સ્વામી જેવા મધુર સ્વર ધરાવતા -વિદ્વાન સંત ના મુખે- સ્વામિનારાયણ ધૂન્ય- શ્લોક નો અદભૂત લાભ- અલગ અલગ સુર-રાગ મા મળ્યો…….ત્યારબાદ એમનાં જ મુખે…..” સ્વામી …જીવન મંગળ થાજો…..” રજુ થયું…..અને પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની એ કરુણામય મૂર્તિ જાણે કે હૃદય-મન-આંખો આગળ છવાઈ ગઈ…..મોટા પુરુષ નો પ્રેમ જ એવો હોય છે કે- એમની શરણે આવેલા -બસ એમનાં મા જ ખોવાઈ ને રહી જાય છે…….! ત્યારબાદ- અમેરિકા-એરીઝોના-ફીનીક્ષ શહેર થી આવેલા -યશ પટેલ નામના કિશોરે- “પહેરી નુપુર પગમાં..ચાલતા રે શોભે શ્રી ઘનશ્યામ……” રજુ થયું…..! સાત સમંદર પાર- આપણા સંસ્કાર- સત્સંગ આટલા બધા યોગ્ય રીતે જળવાઈ રહ્યા છે તે જોઈ-જાણી- આનંદ થયો……!

ત્યારબાદ- પૂ.અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા અને વિદ્વાન સંત પાસે થી- “સ્નેહ અને સ્વભાવ” વિષય પર અદભૂત પ્રવચન લાભ મળ્યો…..જોઈએ આ અસ્ખલિત પ્રવચન ના અમુક અંશ…..

  • જીવન મા બધા સુખ મળ્યા પછી પણ કશુક ખૂટતું હોય એમ લાગે છે ……એના બે કારણ છે- સ્વભાવ અને અપેક્ષા
  • આપણે આપણા સ્વભાવ ત્યજી- પ્રથમ તો “માણસ” થવાનું છે……અને પછી સત્સંગી…અને પછી અક્ષર મુક્ત…….તો સફર લાંબો છે……..યાદ રાખો….
  • દરેક વ્યક્તિ ની પ્રકૃતિ અલગ અલગ હોય છે- એ સમજવા નું છે…..અને આપણે અનુકુળ થવાનું છે……નહી કે એને……!
  • પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની જેમ હમેંશા ગુણ ગ્રાહી દ્રષ્ટિ જ રાખવી……કોઈ નો અવગુણ ન લેવો……નકારાત્મક વાતો ને જલ્દી થી ભૂલી જવી અને સારી વાતો ને હમેંશા યાદ રાખવી……વારંવાર યાદ કરવી…..
  • આપણ ને આ સર્વોપરી સત્સંગ મા- સત્પુરુષ અને પ્રગટ ભગવાન મળ્યા છે…..તો એ સુખ નો આનંદ કાયમ રાખીએ……” શીદ ને રહીએ કંગાળ……..” નિષ્કુળાનંદ સ્વામી એ પોતાના પદ મા ગાયું જ છે……..અને કાયમ એનો કેફ રાખવો….
  • પૂ. મહંત સ્વામી કહે છે કે- સંસાર ના બધા સુખ -એક ભગવાન ના સુખ આગળ તુચ્છ છે………એ હમેંશા યાદ રાખવું……
  • પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ- પ્રેમ નો મહાસાગર છે- એમને તો બસ આપવું જ છે……..અને આ કારણે જ- હરિભક્તો પણ એમને આટલો જ પ્રેમ કરે છે…….અને એમનો આ સ્નેહ- એ એક લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે- હરિભક્તો ના માંહ્યલા સંબંધો મા ઘર્ષણ અટકાવે છે………

….અદભૂત…અદભૂત…..પૂ.અક્ષર વત્સલ સ્વામી ની પ્રવચન ની લાક્ષણિકતા કે- એ એકદમ સહજ..સચોટ અને અનેક રસપ્રદ-રમુજી ઉદાહરણો અને સત્ય ઘટના ઓ થી ભરેલું હોય છે………!

ત્યારબાદ અમુક જાહેરાતો થઇ……

  • નવા વર્ષ ના કેલેન્ડર્સ -બહાર પડશે- જે હરિભક્ત ને રસ હોય- તેમણે- શાહીબાગ ઓફીસ નો સંપર્ક કરવો…….
  • આવતા રવિવારે- સાંજે- ૪ થી ૭ – શ્રી યોગીજી મહારાજ હોસ્પિટલ મા રક્તદાન નો પ્રસંગ છે…….સર્વ દાતા ઓ એ- સેવાભાવી ઓ એ અવશ્ય લાભ લેવો- અને રક્તદાન-મહાદાન- ને સાર્થક કરવું…..
  • બેપ્સ અમૃત હર્બલ દ્વારા- પાચક સ્વાદિષ્ટ હરડે- નામની પ્રોડક્ટ લોન્ચ થઇ છે………

ત્યારબાદ સભા ને અંતે- ધૂન્ય-આરતી- અને પ.પૂ.સ્વામીશ્રી ની સ્મૃતિ નો વીડીઓ દર્શન થયા…….

તો આજની સભા- નવા વર્ષ ની પ્રથમ સભા- અદભૂત સંદેશ સાથે હતી કે- આપણે સર્વ પ્રથમ તો- માણસ બનવા નું છે…..અને પછી જ સત્સંગી બનાશે……અને એ માટે- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના પાંચ સાધન – જરૂર યાદ રાખો……

જય સ્વામિનારાયણ…..

રાજી રહેશો….

રાજ…..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s