Raj Mistry's world

Me,my stories and world around….

BAPS કીર્તન રવિસભા- ૨૪/૧૧/૨૦૧૩

Leave a comment

“…….પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્‍સંગી તેની સાથે હેત રાખવું. અને એ સર્વેને સંભારી રાખવા. તે શા સારૂં જે, કદાપિ દેહ મુકયા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, તો પણ ભગવાને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્‍સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે, તો એને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે, અને તેનું ઘણું રૂડું થાય………….. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ; તથા જન્‍માષ્‍ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્‍સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી, સાધુ , સત્‍સંગીને ભેળા કરીએ છીએ, અને જો કોઇક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્‍મૃતિ થઇ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્‍તિ થાય……”

——–ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમ-૩——-

તો આજ ની સભા- ખાસ હતી – વિશિષ્ટ હતી…….કારણ કે- કીર્તન આરાધના હતી અને ઉપરોક્ત- વચનામૃત- કે- હરિ ના ચરિત્ર- લીલાઓ ને અખંડ સંભારી રાખવા……માટે…જીવ મા જોડવા માટે હતી…..! વળી- મારા માટે પણ ખાસ હતી કારણ કે- મારો દીકરો- હરિકૃષ્ણ મારી સાથે સભામાં હતો અને સ્વાભાવિક છે એમ- કીર્તન ચાલ્યા ત્યાં સુધી શાંતિ રહી- પણ જેવું પ્રવચન શરુ થયું કે- હરિ ના “કીર્તન” શરુ થયા…..!

ખેર….! કરીએ આજના અદભૂત…મનમોહક દર્શન……….! ભીડ બહુ હતી- પણ દર્શન કરી ને -જાણે કે શૂન્યતા નો અનુભવ થયો…..તમે પણ કરો….

આજના અવિસ્મરણીય દર્શન...

આજના અવિસ્મરણીય દર્શન…

સભામાં ગોઠવાયા ત્યારે- સંતો અને યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થઇ રહી હતી…પૂ.સંતો મા- પ્રેમ વદન સ્વામી, શુક મુની સ્વામી, કૃષ્ણ સ્વરૂપ સ્વામી, વિશ્વ સ્વરૂપ સ્વામી જેવા ખુબ જ વિદ્વાન અને ગાયકી મા આગળ વધેલા સંતો હતા….પછી બાકી શું રહે? સતત એક કલાક સુધી- આ સંતો નો કર્ણપ્રિય અવાજ અને માધુર્ય થી છલકાતા હરિનામ અને ગુરુનામ ના શબ્દો- આત્મા ને જાણે કે અક્ષરધામ ના તાદ્રશ્ય દર્શન કરાવતા રહ્યા…….આ હવે માત્ર સભા નહોતી પણ એક સ્વર-ઉત્સવ હતો…..જોઈએ- કયા કીર્તનો રજુ થયા…..

 1. શ્યામ સલોનો આવિયા રે……( રચયિતા-બ્રહ્માનંદ સ્વામી) – પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા રજુ થયું……શરૂઆત અદભૂત રહી…
 2. પ્રમુખ સ્વામી મા પ્રગટ રહ્યા છે….પુરુષોત્તમ મહારાજ – પૂ.વિશ્વ સ્વરૂપ સ્વામી દ્વારા રજુ થયુ અને સમગ્ર સભા -જાણે કે પોતાના ગુરુ ના સ્મરણ મા ખોવાઈ ગઈ….
 3. તેરી સાવરી સુરત છટાદાર …….- ( રચયિતા – પ્રેમાનંદ સ્વામી) – પૂ. શુક મુની સ્વામી અને પૂ.પ્રેમ વદન સ્વામી ના સ્વર મા રજુ થયું……પછી બાકી શું રહે? એક દમ અદભૂત – રજૂઆત હતી- અને પ્રેમવદન સ્વામી નો સ્વર એટલો અદભૂત છે કે- ભલભલા મોહિત થઇ જાય…..મારું આ ખાસ કીર્તન હતું……મને ખુબ જ ગમ્યું….
 4. હમરે પિયા જી કી ચાલ દેખો રી……( રચયિતા- પ્રેમાનંદ સ્વામી) – પૂ. શુક મુની સ્વામી એ રજુ કર્યું……..અને જાણે કે એક એક શબ્દ થી મહારાજ ની મૂર્તિ નજર સામે પ્રગટ થઇ ગઈ….
 5. સહજાનંદ હરિ ને ભજી લ્યો ને સહજાનંદ હરિ……( રચયિતા- નિષ્કુળાનંદ સ્વામી…)
 6. દિલ તુજ પે કુરબાન….હો પ્રમુખ સ્વામી….- પૂ.પ્રેમ વદન સ્વામી દ્વારા ઊંચ-નીચ સ્વર ના મિશ્રણ મા ગવાયેલા આ કીર્તને તો- સમગ્ર સભા ને ડોલાવી દીધી…….અદભૂત….અદભૂત……….અદભૂત……..! મરી પાસે શબ્દ નથી….આ અનુભવ વર્ણવવા માટે….!

ખરેખર- આજની કીર્તન આરાધના અદભૂત હતી……સંતો ની ગાયકી- હરિભક્તો નો ઉત્સાહ – જોવા લાયક હતો……..! ભગવાન અને સત્પુરુષ ના લીલા- ચરિત્રો- સંભાળી રાખવા ની આ અદભૂત પધ્ધતિ- સહજ છે….સર્વ સ્વીકૃત છે…..મનમોહક છે…….

અને છેવટે- પૂ.શ્રીહરિ સ્વામી એ આ -અધ્યાત્મ ની શિરમોર વાત – ગઢડા પ્રથમ ના ત્રીજા પ્રકરણ ને આધારે- અદભૂત પ્રસંગો ને આધારે કહી……જોઈએ એના અમુક અંશ….

 • ભગવાન અને સત્પુરુષ ના ચરિત્રો- લીલાઓ- ની નિરંતર સ્મૃતિ- જીવ ને હરિ સાથે જોડી રાખે છે અને એના કલ્યાણ નું કારણ બંને છે….
 • શ્રીજી મહારાજ નું જીવન જુઓ કે- એમની લીલાઓ જુઓ- તમને હર એક પ્રસંગ કે ચરિત્ર મા તમને જીવ ના કલ્યાણ નો સહજ સંદેશ મળશે જ….
 • આપણા સંતો- હરિભક્તો એ અનેક વિકટ પરિસ્થિતિ ઓ- વચ્ચે પણ – શ્રીજી ના ચરિત્રો ને સ્મૃતિ મા થી એક પળ પણ  વિસાર્યા નથી…..આપણા ગુણાતીત સંતો નું જીવન જુઓ…..આટ-આટલા ભીડાઓ વચ્ચે પણ એમનો હરિ માટે નો ઇશક છૂટતો ન હતો…..પ્રમુખ સ્વામી મહારાજ તો- શાસ્ત્રીજી મહારાજ ને રાજી કરવા – ભર વરસાદ મા અનેક કષ્ટો વેઠી ને અટલાદરા થી સારંગ પુર – પહોંચ્યા હતા….!
 • જો જીવ અને અધ્યાત્મ ના કઠીન જ્ઞાન ની સમજણ ન પડે તો- માત્ર – ભગવાન ના લીલા ચરિત્રો નું અખંડ સ્મરણ તેમને અક્ષરધામ પમાડે છે….કલ્યાણ નું સાધન બંને છે……ગઢડા પ્રથમ ૩૮ મા  એજ કહ્યું છે….
 • ઘરસભા કે અઠવાડિક સભા ઓ- આ જ પધ્ધતિ નું સમર્થન કરે છે……..અને એના દ્વારા જ જીવ નું કલ્યાણ સહજ બંને છે…એમાં કોઈ શક નથી….

એકદમ સાચી વાત……….તમે જાતે પ્રયોગ કરી જુઓ……તમે જેવા ભગવાન ના કે સત્પુરુષ ના ચરિત્રો નું પઠન ચાલુ કરશો કે તરત જ તમને અંતર મા શાંતિ નું અનુભવ થાશે- સ્વભાવ છૂટશે……અને હરિ ની નિકટતા નો અનુભવ થાશે….

ત્યારબાદ પૂ.અક્ષર વત્સલ સ્વામી એ – ૭ /૧૨ ના રોજ આવનારી – પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ની ૯૩ મી જન્મજયંતી ઉત્સવ માટે ની અમુક જાહેરાતો કરી……..આમ તો પૂ. સ્વામીશ્રી પોતાના જન્મ જયંતિ ઉત્સવ -ઉજવવા ના હમેશાં વિરોધી જ રહ્યા છે પણ બ્રહ્મ સ્વરૂપ યોગી બાપા એ હરિભક્તો ને આજ્ઞા કરી હતી કે- પ્રમુખ સ્વામી ની જન્મ જયંતિ- દિવાળી ઉત્સવ ની જેમ મનાવવી…! તો આ વખતે ૩/૧૨ થી ૧૦/૧૨ -એમ સતત અઠવાડિયા માટે- આ જન્મ જયંતિ નો ઉત્સવ સમગ્ર દુનિયા મા મનાવાશે……જોઈએ જાહેરાત….પૂ.વડીલ સંતો ની આજ્ઞા થી….

 • વ્યક્તિગત ઉજવણી- અઠવાડિયા માટે- દરેક હરિભક્તે- “યુગપુરુષ પ્રમુખ સ્વામી મહારાજ” પુસ્તક ( કે અમદાવાદ ના કોઠારી સ્વામી દરેક હરિભક્ત ને આ પુસ્તક મળી રહે તેવો પ્રયત્ન કરી રહ્યા છે…) મા થી કોઈ એક પ્રસંગ રોજ કોઈ ને કહેવો…..
 • પારિવારિક ઉજવણી- દરેક હરિભક્ત પરિવાર- પોતાના ઘરે- અઠવાડિયા માટે- રોજ દીવા-તોરણ અને રંગોળી થી ઉત્સવ મનાવવો  …ઠાકોરજી અને ગુરુ ના ફોટા આગળ રોજ દીવો-આરતી કીર્તન કરવા- ઘરસભા કરવી અને – રોજ ચાર પ્રસંગો ઉપરોક્ત પુસ્તક મા થી……..બે માળા અને કીર્તન કરવા…….
 • સંસ્કારધામ ઉજવણી- સર્વ હરિભક્તો એ રોજ ૧૧ પ્રદક્ષિણા અને ૬ દંડવત- યથાશક્તિ કરવા…….
 • પોતાની ઓફીસ-દુકાન- તો રોજ- ભગવાન અને ગુરુ ના ફોટા આગળ દીવો-આરતી કરવી- એમનાં ચરિત્ર-લીલા પ્રસંગો નું પઠન કરવું……
 • શાહીબાગ મંદિર- રોજ સંધ્યા આરતી બાદ- મંદિર મા જ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ચરિત્ર પ્રસંગો નું પઠન થાશે…..હરિભક્તો- શક્ય હોય તો- અક્ષર ઝરુખા આગળ- સ્વામીશ્રી ના સારા સ્વાસ્થ્ય માટે…દંડવત અને માળા જરૂર કરવી…..૮/૧૨- રવિવાર ના રોજ -સાંજે ૫ વાગ્યા થી જન્મજયંતી ની સભા શરુ થાશે……અને આ સભા ની જ પ્રતિક  જન્મ જયંતિ ની સભાઓ- અમદાવાદ ના ચાર – સંકર ધામો મા કરવામાં આવશે……..
 • ૧૩/૧૨ ના રોજ- સેટેલાઇટ અને વાડજ ના સંસ્કાર ધામો મા આની ઉજવણી થાશે…….આજુબાજુ ના વિસ્તારો ના હરિભક્તો એ આનો લાભ લેવો…..
 • ૧૪/૧૨- મણીનગર ને બાપુનગર – ના સંસ્કાર ધામો મા ઉજવણી થાશે……. આજુબાજુ ના વિસ્તારો ના હરિભક્તો એ આનો લાભ લેવો…..
 • ઉપરોક્ત સભાઓ માટે સમય- રાત્રે- ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી રહેશે…….

તો- આજની સભા- આ અદભૂત સત્ય અને સાધન પર હતી……..ભગવાન અને સત્પુરુષ ના લીલા ચરિત્રો- અધમ જીવ ને પણ ભગવાન ના રાજીપા માટે અધિકારી બનાવે છે……તો બસ – આ સત્ય ની જીવી જાવું…..

રાજી રહેશો……

જય સ્વામિનારાયણ…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s