Raj Mistry's world

Me,my stories and world around….

શ્રીહરિ ની અમૃત વાણી- વચનામૃત

Leave a comment

ધારો કે તમને ( સ્વામિનારાયણ સત્સંગી ની વાત છે….) કોઈ પૂછે કે- તમારો સૌથી પ્રિય ગ્રંથ કયો? તો જવાબ એક જ હોય……..વચનામૃત…….! આમ તો આપણા સંપ્રદાય મા- સ્વયં શ્રીજી એ શ્રીમદ ભગવત થી માંડી ને વેદ સુધી ના આઠ શાસ્ત્રો ને પ્રમાણભૂત ગ્રંથ ગણ્યા છે…….પણ આજે આપણે- સ્વયં શ્રીજી ની અમૃત વાણી- વચનામૃત ની ચર્ચા કરીશું- કારણ કે આજે 194 વર્ષ પુરા થાય છે…….અને આજે વચનામૃત જયંતિ છે……..જોઈએ વધુ માહિતી……એ પહેલા એક બ્રહ્મ વચન સ્વયં શ્રીજી નું….

swami311

વિક્રમ સંવંત-૧૮૭૬ , ઈસવીસન ની ૨૧ નવેમ્બર-૧૮૧૯ , રવિવાર – સમય- આરતી પછી નો સંધ્યા સમય; સ્થળ- દાદા ખાચર નો દરબાર- સાધુ ઓ ની જગ્યા( જે હાલ મા મંદિર સામે -છત્રી થી દર્શાવેલ છે) , ગઢડા……..અને પ્રથમ વચનામૃત ની શરૂઆત…..

ઉપરોક્ત- માહિતી – આપણા સત્સંગ ના સાર- વચનામૃત ના જન્મ ની છે……સ્વયં શ્રીજી ની અમૃત વાણી ને આવનારી પેઢીઓ- ભક્તો અને અનંત જીવો ના કલ્યાણ માટે – સંપ્રદાય ના ૪ મહાન સંતો- સદગુરુ મુક્તાનંદ સ્વામી, મહામુક્ત અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી, મહા વિદ્વાન નિત્યાનંદ સ્વામી અને મહા વિદ્વાન શુક મુની સ્વામી -દ્વારા એ વાણી ને ઝીલાઈ અને સંપાદન થઇ- હરિ ની મંજૂરી -ચકાસણી બાદ- “વચનામૃત” સ્વરૂપે પ્રગટ થઇ( લોયા ના ૭ મા વચનામૃત મા ઉલ્લેખ છે…..)………જોઈએ એક અદભૂત માહિતી આંકડા ના સ્વરૂપે…….શબ્દ ના સ્વરૂપે- વચનામૃત ને જાણવા નો પ્રયાસ……..
—————————-
– કુલ 273 વચનામૃત આ સંતો દ્વારા સંપાદિત થયા છે…….પણ વાસ્તવ મા હજારો ઉપદેશો- આજ્ઞા ઓ- શ્રીજી એ સુતા-જાગતા-બેસતા-વિવિધ ચેષ્ટા ઓ સાથે કરી છે- એ અન્ય ગ્રંથો થી જાણવા મળે છે……..
— અમદાવાદ – નરનારાયણ દેવ ગાદી- ૨૭૩ વચનામૃત ને સ્વીકારે છે જયારે- લક્ષ્મીનારાયણ દેવ ગાદી- ૨૬૨ વચનામૃત ને સ્વીકારે છે…….જેમાં અમદાવાદ ની આજુબાજુ- ના જેતલપુર,અસલાલી, અમદાવાદ મા સ્વીકારેલા ૧૧ વચનામૃત ગણાતા નથી……..અમદાવાદ ના ૩ વચનામૃત ને માન્ય ગણાય છે……
— વચનામૃત નો પરથારો- ગઢડા પ્રથમ પ્રકરણ- (૭૮); સારંગપુર પ્રકરણ (૧૮); કારિયાણી પ્રકરણ (૧૨); લોયા પ્રકરણ (૧૮);પંચાળા પ્રકરણ (૭); ગઢડા મધ્ય પ્રકરણ (૬૭);
વરતાલ પ્રકરણ (૨૦); અમદાવાદ પ્રકરણ (૫ અમાન્ય +૩ માન્ય );અશ્લાલી પ્રકરણ (૧);જેતલપુર પ્રકરણ (૫); ગઢડા અંત્ય પ્રકરણ (૩૯);ભૂગોળ – ખગોળનું વચનામૃત- આમ કુલ ૧૮૪ વચનામૃત – શ્રીજી એ ગઢડા મા જ ઉદગાર્યા છે………….
— સમગ્ર વચનામૃત ગ્રંથ મા- મુક્તાનંદ સ્વામી એ ૯૧, ગોપાળાનંદ સ્વામી એ ૧૧, નિત્યાનંદ સ્વામી એ ૨૫ અને શુકાનંદ સ્વામી એ ૨૧ પ્રશ્નો પૂછ્યા છે……..
–વચનામૃત ગ્રંથ વિક્રમ સંવંત- ૧૮૭૬ ના માગશર થી વિક્રમ સંવંત ૧૮૮૬ ના અષાઢ માસ- ના કુલ ૩૫૯૧ દિવસ મા રચાયો છે….ઉલ્લેખ છે……પણ ૨૭૩ વચનામૃત નો સંગ્રહ- માત્ર ૨૭૩ દિવસ નો જ ઉલ્લેખ કરે છે……માટે બાકી ના ૩૩૧૮ વચનામૃત- સંભવત: ક્યાં ગયા? એવો પ્રશ્ન થઇ શકે…..કારણ કે- શ્રીજી ની સ્વાભાવિક રુચિ કથા વાર્તા જ હતી……..
– વચનામૃત અજોડ છે……..અદ્રિતીય છે……..કારણ કે- દુનિયા ના કોઈ ધાર્મિક, અધ્યાત્મિક, અઈતિહાસિક કે સાહિત્યિક ગ્રંથ મા તમને- વચનામૃત જેટલી ઝીણવટ ભરી માહિતી…….( વર્ષ, માસ, વાર,સમય, શ્રીજી ના વસ્ત્રો, ભક્તો -સંતો ની માહિતી, ગામ, નગર,સ્થળ, દિશા,આસન….અરે કેવી પાઘ કે કેવા અલંકારો મહારાજે પહેર્યા હતા……….) ક્યાંય નહી મળે……..!
———————————————————-
તો “અખંડ વૃતિ” ના સર્વ પ્રથમ વચનામૃત સાથે……શ્રીજી ને અંતર મા વસાવી એ………..અને આજની વચનામૃત જયંતિ ને સફળ બનાવીએ……સારાંશ સ્વરૂપે પ્રથમ વચનામૃત……

— પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન પુછયો જે “સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે ?….પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે ….”ભગવાનના સ્‍વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઇ કઠણ સાધન પણ નથી અને તેથી કોઇ મોટી પ્રાપ્‍તિ પણ નથી.”

— ત્‍યાર પછી હરિભકત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ભગવાનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ઘ્‍યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ…..

— પછી વળી હરિભકત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પુછયું જે ” કેટલાક તો ઘણા દિવસ સુધી સત્‍સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે, તેવી સત્‍સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી તેનું શું કારણ છે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “એને ભગવાનનું માહાત્‍મ્‍ય પરિપૂર્ણ જાણ્‍યામાં આવ્‍યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્‍મ્‍ય પરિપૂર્ણ જાણ્‍યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્‍વભાવ ઉપર વાત કરે છે ત્‍યારે તે સ્‍વભાવને મુકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્‍સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી……….

તો- બસ – રોજેરોજ વચનામૃત નું એક એક પ્રકરણ વાંચતા રહો……સમજતા રહો અને બ્રહ્મ સ્વરૂપ ને પામતા રહો………આખરે- બ્રહ્મ રૂપ થઇ ને જ પરબ્રહ્મ ની પ્રાપ્તિ થાય છે…….એ જ સર્વોપરી અક્ષર પુરુષોતમ સિદ્ધાંત……અને બ્રહ્મ સત્ય…..છે….!

જય સ્વામિનારાયણ…..અને શત્ શત્ વંદન શ્રીજી ને કે- સર્વ શાસ્ત્રો નો સારાંશ – સહજ જ્ઞાન સ્વરૂપે આપણ ને આપ્યો……..

રાજ

 

 

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s