Raj Mistry's world

Me,my stories and world around….

રસપ્રદ ફોટા-૨૦

Leave a comment

………..ઘણા સમય બાદ -જીવન હાજર છે એક નવા ચિત્ર પટ સાથે…….આજે લાંબી-ચોડી વાતો કઈ નથી કરવી-બસ ચિત્ર જુઓ-મજા લો…અને કંઇક બંધ બેસતો- અર્થ કાઢી ને- વિચારો…..વર્તો કે જેથી કંઇક નવો માર્ગ મળે- કે જે આપણ ને આ જગ ને જોવાનો નવો નજરીયો આપે…..કંઇક નવો અર્થ આપે……

image

..રિક્ષા પાછળ નો સંદેશ વાંચો……..નાનું વાક્ય પણ અર્થ મોટો……! ગમે ત્યાં જો (કે જાઓ)- પણ તકલીફ તો રહેવા ની જ છે……એનો મતલબ શું? પરિસ્થિતિ મા તકલીફ છે કે- આપની દ્રષ્ટિ મા? આપણા જ્ઞાન મા? વસ્તુ તો એની એ જ છે- પણ આપણ ને આપની દ્રષ્ટિ- આપણા સ્વભાવ નડે છે……અપેક્ષાઓ નડે છે…….આથી સુખ-દુઃખ નો અનુભવ થાય છે….! એક બ્રહ્મ વાત- મારા ગુરુ પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના વચન મા- આપણું મનધાર્યું કરવાનો- મેળવવા નો સ્વભાવ ટળશે…તો જ શાશ્વત સુખ આવશે….અને આ માર્ગ ખુબ કઠીન છે……લખી રાખો….! અને એને જ સ્થિતપ્રજ્ઞતા કહે છે…..

image

..જેના ઉન થી આપણ ને ઠંડી સામે રક્ષણ મળે છે……એને ઉધાર ના “રક્ષણ” ની જરૂર પડી છે…..! ઘેટા ને સ્વેટર???? ખરેખર  મનુષ્ય ખુબ “દયાળુ” છે…….શું કહો છો? …સમજો તો જાણો…….

image

…… ધમકી નું શસ્ત્ર………..! ભણેલા-ગણેલા-સુધરેલા- મનુષ્યો માટે આ જરૂરી છે……આપણી સગવડો વધી છે પણ નિયમબદ્ધતા- શિસ્તબદ્ધતા નથી વધી……..મોંઘવારી વધે છે- એનો વિરોધ થાય છે- પણ કાર કે મોટી ગાડી નું વેચાણ- ઘટવા ને બદલે વધે છે…….અર્થ શાસ્ત્ર- અહીં નિષ્ફળ દેખાય છે…….અને પછી શરુ થાય છે- પાર્કિંગ માટે ના ઝગડા……ધાક-ધમકી….નો દોર……ડીટ્ટો- ઘર ઘર- સોસાયટી સોસાયટી કી કહાની…..!

તો- કહેવા નું કશું નથી…….બસ વાંચતા-જોતા રહો…..સમજતા રહો…અને જીવન ના આ ચિત્રપટ નો આનંદ લેતા રહો……!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s