Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૧૫/૧૨/૨૦૧૩

2 Comments

“…..અને તે ગૃહસ્‍થાશ્રમી સત્‍સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્‍યુ જે ધન-ધાન્‍યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્‍ણભગવાનને અર્પણ કરવો….. અને જે વ્‍યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો…

—————————————————————-

શ્રી સ્વામીનારાયણ ભગવાન- શિક્ષાપત્રી શ્લોક-૧૪૭

……..સત્ય વચન- તમે ક્યારેય વિચાર કર્યો છે કે- તમે જે ધન-ધાન્ય આદિક ભૌતિક સુખ નો અનુભવ કરી રહ્યા છો- એ કોને કારણે છે? તમે કહેશો- મારી મહેનત અને બુદ્ધિ નું પરિણામ છે……..ખરેખર? આ જવાબ સાચો છે? ઊંડાણ પૂર્વક વિચારો….વિચારો……જવાબ સમજાશે….કે આપણા થી તો શેક્યો પાપડ પણ ભાંગે તેમ નથી. આપણ ને જે મળ્યું છે- તે ભાગ્ય કહો કે હરિ ની દયા….એના કારણે જ મળ્યું છે. આ જન્મ ના કર્મ- પૂર્વ જન્મ ના સંચિત કર્મ….સત્પુરુષ કૃપા કે હરિ ની કૃપા..દયા…આમ અનેક પરિબળો ને લીધે સુખ અને દુખ નો અનુભવ થાય છે….એ ગહન શાસ્ત્ર છે. આજ ની રવિસભા આ વિષય પર જ હતી- કે આપણ ને જે મળ્યું છે- તે સર્વે-નો દાતા એક હરિ જ છે- અને આપણે તો નિમિત માત્ર છીએ- એમનું આપેલું એમને જ અર્થે- કાજે  પાછું આપવા નું છે…….તો એમાં વિચારવા નું શું? ભગવાન ના રાજીપા અર્થે  જ આ બધું છે….

તો- ગઈ બે રવિસભા માં હાજર ન રહી શક્યો પણ આજે તો નિર્ધાર કર્યો જ હતો કે- રવિસભામાં જવું જ….આથી બધું કામ પડતું મૂકી સભામાં ગયો. હમેંશ ની જેમ સર્વ પ્રથમ શ્રીજી ના …મનભરી ને…..જીવભરી ને દર્શન…….તમે પણ લાભ લો….

આજ ના દર્શન.....

આજ ના દર્શન…..

સભાની શરૂઆત માં યુવકો દ્વારા અદ્ભુત ધુન્ય અને કીર્તન નો રંગ જમાવટ થઇ…….કીર્તન માં પ.ભ.વલ્લભદાસ દ્વારા રચિત- પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા વર્ણવતું  કીર્તન- “જોટો જડે નહિ જગ માં, પ્રમુખ સ્વામી તમારું નવખંડ માં નામ આજે ઘરેઘર ગવાય છે….”…સત્ય વચન……સત્ય સામે જ છે……..આજે જ્યાં જ્યાં  સ્વામીનારાયણ સંપ્રદાય નું નામ છે ત્યાં ત્યાં પ્રમુખ સ્વામી જ એની ઓળખ છે……….! પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ નું ભજન- આજે પ્રમુખ સ્વામી ના માધ્યમ થી સત્ય થવા જઈ રહ્યું છે…..ગર્વ છે આવા ગુરુ પર..! ત્યારબાદ- “દેતો દેતો દેતો…જોગીડો દેતો દેતો ને દેતો……” કીર્તન રજુ થયું…સત્પુરુષ નો આપની પાસે કોઈ સ્વાર્થ નથી હોતો….એ બસ આપણ ને આપે જ છે…..જીવ ને “શિવ” સાથે જોડવો એ જ એનું કાર્ય હોય છે….સ્વાર્થ હોય છે.

ત્યારબાદ એક અદ્ભુત વિડીઓ રજુ થયો…..પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ…..”હસવું તમારું…મોહક આ વાતો…” …हसितं मधुरम…..તમે સ્વામીશ્રી નો ચહેરો- એની ચમક- સરળ હાસ્ય…અને આંખો ની ચમક જુઓ તો ખબર પડે કે દિવ્યતા કોને કહેવાય?  અદ્ભુત…અદ્ભુત……અદ્ભુત………આ દિવ્યતા- કેમેરા ના લેન્સ દ્વારા અદ્ભુત ઝીલાઈ હતી……….! ત્યારબાદ- પ.ભ.રાજેશભાઈ જેઠવા અને એમની ટીમ દ્વારા દિગ્દર્શિત અને પુ.બ્રહ્મપ્રકાશ સ્વામી દ્વારા લિખિત એક સંવાદ રજુ થયો – વિષય હતો…..” બેટા કરતા બાપ સવાયા” ….શિક્ષાપત્રી ના શ્લોક- ૧૪૭ પર આધારિત આ સંવાદ દ્વારા હરિભક્તો ની- ધર્માદા વિષે ની ઘણી શંકા ઓ નું સમાધાન કરવામાં આવ્યું……જોઈએ સારાંશ…..

  • પહેલા કહ્યું એમ- હરિ એ આપણ ને આપ્યું છે- અને એમાં થી એને જ પાછું આપવા નું છે…..આપણું કશું છે જ નહિ…..આપણે તો બસ નિમિત્ત માત્ર છીએ…..
  • દ્રવ્ય શુદ્ધિ- શાસ્ત્રોક્ત છે……દશાંશ અને વિશાંશ -અગત્ય ના છે…..દેવ નું ઋણ છે અને તમારું કર્તવ્ય છે……
  • આવક નો દસમો ભાગ- એ દશાંશ કહેવાય- જે- સંતો-મંદિરો ના અપાતા દાન થી અલગ વાત છે યાદ રાખો…….અને આ ધર્માદા થી દેનાર ની આવક વધી જ છે……કદી ખોટ નથી ગઈ……..એ સત્ય વાત જ છે……

ત્યારબાદ- એક ઓડીઓ કલીપ દ્વારા પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા- આ ધર્માદા વિષે રજુ થઇ……સત્પુરુષ ની પણ આ જ આજ્ઞા છે……તો પછી વિચારવા નું શું? ધર્મ માટે- ભગવાન માટે ખર્ચાતો પ્રત્યેક રૂપિયો કે ધન- એટલું જ તમારું છે….અને પુ.ઈશ્વરચરણ સ્વામી એ પોતાના પ્રવચન માં પણ એ જ કહ્યું……મંદિર- એ બ્રહ્મ જ્ઞાન ની કોલેજો છે- અને આપણા આ અતિ ભવ્ય મંદિરો- હરિભક્તો ની મહેનત -દાખડા ના એક એક પૈસા ના દાન થી બન્યા છે…….! આપણા  કેટલાક હરિભક્તો એ તો પોતાનું સર્વસ્વ – આ સર્વોપરી સત્સંગ માટે- સત્પુરુષ ના રાજીપા માટે- હરિ માટે દાન કરી દીધું છે………અને એના કારણે જ આ સત્સંગ સર્વોપરી છે.

સભા ને અંતે- એક જાહેરાત થઇ કે – હરિભક્તો એ આવતા રવિવારે જ પોતાનો ધર્માદો મંદિર માં જમા કરાવવો- એક નવી કોમ્પ્યુટરાઈઝડ સીસ્ટમ આવવા ની છે- એના દ્વારા જ એ સ્વીકારવા નો છે….! આનંદો- અમદાવાદી ઓ આનંદો…….

તો- બસ- આપણે આપણી ફરજો- કર્તવ્ય- યાદ રાખવા ના છે……..હરિ-ધર્મ- સત્પુરુષ માટે પોતાની આવક અને આયુષ્ય- નો ધર્માદો- અત્યંત જરૂરી છે…….છેવટે આ બધું તો એનું જ છે……..આપણું કશું જ નથી.

રાજી રહેશો

રાજ

Advertisements

2 thoughts on “BAPS રવિસભા- ૧૫/૧૨/૨૦૧૩

  1. Nice smruti thai jay

  2. BAPS WORLD BEST.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s